અયોધ્યાથી ઓસ્ટ્રેલિયા - રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિશે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોના પ્રતિભાવ

Hindu devotees gathered outside the iconic Sydney Opera House.

Credit: Abhi Patel

22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જે અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે. અહેવાલમાં જાણો કાર્યક્રમ તથા સમુદાયના અન્ય લોકોના પ્રતિભાવો વિશે.


ભારતના વિવિધ સ્થળો તથા ઓસ્ટ્રેલિયાના જુદા-જુદા શહેરોમાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન, કેનબેરા, સિડની, મેલ્બર્ન, પર્થ ખાતે ધાર્મિક સંસ્થાઓએ આ પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કર્યું છે.

ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રામા ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ લઈને હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ખાતે ભજન કીર્તન કરવામાં આવ્યા અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાઈ હતી.

22મી જાન્યુઆરીના રોજ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારીઓ 16મી જાન્યુઆરીથી શરૂ થઇ હતી.

અને 22મી તારીખે ભગવાન રામની મૂર્તિની મંદિરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

અયોધ્યામાં યોજાનારા મહોત્સવમાં વિવિધ સંપ્રદાયના 4000 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે

તથા વિવિધ મીડિયાના જણાવ્યા અનુસાર 7000 વીઆઇપી મહેમાનોને પણ આમંત્રણ પાઠવાયું છે.

WhatsApp Image 2024-01-19 at 12.34.53 PM.jpeg
Credit: Amit Mehta
બીજી તરફ, સમુદાયના અન્ય સભ્યોએ મિશ્ર પ્રતિભાવ આપ્યા છે.

ભારતના લખનઉ શહેરમાં જન્મેલા અને ભારતીય ઓસ્ટ્રેલિયન બુશરા હસને મંદિરના નિર્માણ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

તેમણે નાનપણમાં મંદિર અને મસ્જિદ વચ્ચેના વિવાદના કારણે બનેલી ઘટનાઓને યાદ કરી હતી.

આ ઉપરાંત, તેમણે મંદિરના સમારોહને વર્તમાન સરકારની રાજકીય રણનીતિ ગણાવી હતી.

રાજનિખિલ મલારામુથાને વર્ષ 2024માં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી હોવાનું સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

મેલ્બર્ન સ્થિત પોલિટીકલ એનાલિસ્ટ ગ્રાન્ટ વેથના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાય આ કાર્યક્રમને નજીકથી નિહાળશે.

ઘણા લોકો આ ઘટનાની ઉજવણી કરશે તો બીજી તરફ કેટલાક લોકો તેને રાજકિય રણનીતિ ગણશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share