Breaking News:
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મેકગોવેને જણાવ્યું છે કે રાજ્યના ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યો તથા ટેરીટરી સાથેના કડક સરહદીય પ્રતિબંધો 3જી માર્ચના રોજ સમાપ્ત થશે.
કોવિડ-19 પ્રતિરોધક રસીના 3 ડોઝ મેળવી લેનારા ડોમેસ્ટિક મુસાફરો ક્વોરન્ટાઇનની શરત વિના રાજ્યમાં પ્રવેશ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં શુક્રવારે કોવિડ-19ના ઓમીક્રોન પ્રકારના ચેપના 194 નવા કેસ નોંધાયા હતા.