કઈ રીતે થઇ શકે છે તમારા ડેટાની ચોરી?
ડેટા માઇનીંગ કંપની કેમ્બ્રિજ એનાલિટીકા લોકોની ઉંમર, જાતી અને રહેઠાણ જેવી પાયા ની માહિતી સાથે લોકોના વ્યક્તિત્વનું પણ વિશ્લેષણ કરે છે – જેથી લોકોના વલણ અને વર્તનની આગાહી કરી શકે અને તેને પ્રભાવિત કરી શકે.
આ અઠવાડિયે બહાર આવેલ ગંભીર ડેટાચોરીની શરૂઆત ૨૦૧૪માં થઇ છે.
ફેસબુક પર એક ક્વિઝમાં યુઝર્સને તેમના વ્યક્તિત્વ પ્રકાર શોધવાનું આમંત્રણ મળ્યું. જો કે આ ક્વિઝમાં ભાગ લેનાર લોકોને ખબર જ નહોતી કે તેઓ પ્રશ્નો ના જવાબ આપીને પોતાનોજ નહિ પણ તેમના ફેસબુક friends નો ડેટા વાપરવાની પણ પરવાનગી આપી રહ્યા છે.
જો કે ત્યાર બાદ ફેસબુકએ તેમની નીતિઓ બદલી નાખી જેથી હવે કોઈ app ના developer આટલો બધો ડેટા userની પરવાનગી વગર ભેગો જ ના કરી શકે.
ડેટા Analytics ના એક કર્મચારીએ કહ્યું છે કે અંદાજે બે લાખ સિત્તેર હાજર લોકોએ ક્વિઝમાં ભાગ લીધો એટલે મુખ્યત્વે અમેરિકાના આશરે 50 મિલિયન ફેસબુક users વિષે ની માહિતી તેમની પોતાની નહિ પણ મિત્રો ની સંમતિ દ્વારા લણણી કરવામાં આવી હતી. કર્મચારીએ એવો પણ દાવો કર્યો છે કે એકથી થયેલી માહિતી કેમ્બ્રિજ એનાલિટીકાને વેચવામાં આવી હતી, જેનો કંપનીએ લોકોના અભિપ્રાય પ્રભાવિત કરવા ઉપયોગ કર્યો.
૨૦૧૪માં ફેસબુકના ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટાનો અન્ય ઘણા ડેવલપર્સે ફાયદો ઉઠાવ્યો હતો - પરંતુ તેમને આ માહિતી બીજી કંપનીઓ સાથે શેર કરવાનો અધિકાર નહોતો.
જે લોકોએ personality ક્વિઝમાં ભાગ લીધો તેમને અંદાજ પણ નહિ હોય કે તેમની આ સરળ લગતી રમત માંથી ડેટા ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે વપરાશે.
ફેસબુક કહે છે કે નિયમ ભંગની જાણ થતાજ એપ્લિકેશનને ફેસબુક પરથી દૂર કરવામાં આવી હતી.