જાણો, ઓસ્ટ્રેલિયામાં સામુદાયિક રમતમાં ભાગ લેવો કેવી રીતે લાભદાયી નિવડી શકે

Soccer game_Melb Social Soccer.jpg

Soccer game Credit: Melbourne Social Soccer

સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં દરેક સ્તરે રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લેવાની વિપુલ તકો છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો કેવી રીતે સામુદાયિક રમતોમાં ભાગ લેવો લાભદાયી નિવડી શકે છે.


મેલ્બર્ન શહેરમાં આવેલી કાઉન્સિલ સોકર પિચ એ (MSS)નું ઘર સમાન છે, જે વિવિધ સંસ્કૃતિના વિનિમય અને વિવિધતાના સ્થળ સમાન છે.

MSSના સહસ્થાપક માઇકલ મેકઆર્થર કહે છે કે, MSSએ હવે સામાન્ય ક્લબમાંથી વિસ્તરી રહ્યું છે. લોકો અહીં ‘looking for a kick’ એટલે કે એક મનોરંજનની પ્રવૃતિઓ શોધી રહ્યા છે. MSSએ હવે વિક્ટોરીયાની સૌથી મોટી સામાજિક સોકર ક્લબ્સમાંની એક ક્લબ છે.

આ ક્લબમાં સાથે રમનારા ખેલાડીઓ મોટા ભાગે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, બેકપેકર્સ અને નવા સ્થાળાંતરીતો હતા. ક્લબમાં લોકો એકબીજાની સાથે મૈત્રીપૂર્ણ રીતે રમતા હોય છે.
આ માટે અમે કોઇ તાલીમ આપતા નથી, અમે માત્ર શનિવારે અથવા તો અઠવાડિયાના અમુક દિવસે ભેગા થતા હોઇએ છીએ. લોકો માત્ર મનોરંજન માટે અહીં રમવા આવતા હોય છે, અહીં કોઇ સ્પર્ધા નથી હોતી અને દર વખતે અલગ અલગ ટીમ સાથે રમવા મળે છે.
માઇકલ મેકઆર્થર ,સહ સ્થાપક, MSS
રમત રમવાની કિંમત લગભગ 10 ડોલર છે અને તમે કોઇપણ પ્રકારની શારીરિક પરીક્ષા પાસ કર્યા વગર રમતમાં ભાગ લઇ શકો છો.

લોકો ઘણા બધા કારણોસર રમતમાં ભાગ લેતા હોય છે. તંદુરસ્ત રહેવાના ફાયદા ઘણા હોય છે. લોકો ઘરની બહાર નીકળે છે અને કેટલીક પ્રવૃત્તિ કરે છે તે ઘણું સારું કહેવાય. ક્લબમાં આવતા લોકો નવુ ગ્રુપ બનાવે છે, મિત્રમંડળમાં વધારો થાય છે તો સાથે ઘણીવાર રમત પૂર્ણ થયા બાદ બધા ઠંડા પીણા માટે બહાર પણ જતા હોય છે. આ એક સામાજિક પ્રવૃતિ કહી શકાય. મહિલાઓ ઘણી સામાજીક હોય છે. મહિલાઓ ક્લબમાં શનિવારે રમવા આવતી હોય છે.
Women playing basketball.jpg
Women playing basketball Credit: Getty Images/Peathegee Inc

વિવિધ સંસ્કૃતિમાંથી આવતી મહિલાઓને રમત કેવી રીતે મદદ કરે છે?

મોલિના અસ્થાના કે જેઓએ (MWIS)ની સ્થાપના કરી છે. તેમની આ પહેલથી ઘણી બધી વિવિધ સંસ્કૃતિઓમાંથી આવતી મહિલાઓ હવે રમતગમતના માર્ગને શોધી રહી છે.

આ ગ્રુપ બહુસાંસ્કૃતિક મહિલાઓની રમતમાં ભાગ લેતી મહિલાઓને જ્યારે તેમની ઓળખ માટે અનેક અવરોધો નડતા હોય છે ત્યારે આ ગ્રુપ તેમના સશક્તિકરણ, સુખાકારી અને સમુદાય સાથે જોડાયેલા હોવાની ભાવના માટે પ્રોત્સાહિત કરે છે.

મોલિના કહે છે કે, ખેલાડીઓ અલગ અલગ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે પરંતુ મોટાભાગના સમુદાયો માટે તો જાતિના ધોરણો અને સમાજમાં મહિલાઓની પરંપરાગત ભૂમિકાઓ સરખી જ રહેલી હોય છે. આજે પણ સલામત અને આવકારદાયક વાતાવરણનો અભાવ જોવા મળે છે. મોટાભાગે સ્પોર્ટીંગ ક્લબમાં પુરુષ પ્રભુત્વ વધારે હોય છે અને મદ્યપાન પણ થતું હોય છે. ઘણા સમાજની મહિલાઓ માટે આ સંજોગો ભયજનક હોય છે સાથે આર્થિક અવરોધો પણ હોય છે. ત્યારે રમતગમત તો તેમની પ્રાથમિકતાની છેલ્લી હરોળમાં હોય છે, કેટલાંક સમુદાયોમાં તો માત્ર ભણવા પર જ ધ્યાન અપાતું હોય છે.
Kayakers.jpg
Kayakers Credit: Getty Images/Robyn Wood
MWIS એવી પહેલને સહકાર આપ્યો છે કે જે રમતમાં માત્ર મહિલા એમ્પાયર અથવા કોચની સાથે માત્ર મહિલાઓની રમત હોય, લાંબા કપડાં અથવા હિજાબ પહેરીને રમતા હોય અને મહિલાઓ બાળકોને સાથે રાખીને પ્રવૃત્તિ કરતી હોય ઉપરાંત મહિલાઓ દ્વારા રમતનું સંચાલન થતું હોય.

આ પહેલ મહિલાઓમાં આત્મવિશ્વાસ જગાવે છે અને આત્મસન્માન અપાવે છે. સ્ત્રીઓને અંદરથી સશક્ત બનાવે છે ઉપરાંત નવા દેશમાં એકલતા અને હતાશાના પ્રશ્નોને દૂર કરવામાં મદદ કરે છે.
Molina Asthana, Founder of Multicultural Women in Sport (MWIS)
Community Soccer_Melb Social Soccer.jpg
Community soccer Credit: Melbourne Social Soccer

જુવાન માટે કેવી રીતે ફાયદાકારક હોય છે?

યુવાનો માટે જેવી સંસ્થાઓ બહુવિધ રમતગમત કાર્યક્રમો પણ ચલાવે છે.

જય પંચાલ કે જેઓ CMY સાથે કાર્યરત છે જેથી તેઓ 12થી 25 વર્ષની વયના નવા આવેલા યુવાનોને રમત દ્વારા સ્થાનિક સમુદાયમાં સંબંધ બાંધવામાં તેઓને સક્ષમ બનાવે છે.
આપણી પાસે સ્વિમિંગ, બાસ્કેટબોલ અને એએફએલની સાથે ઓસ્ટ્રેલિયન સમાજનો સંકલિત ભાગ છે. તે તમને સ્થાનિક સમુદાય વિશે સારી સમજ આપે છે, ખાસ કરીને નવા આવેલા યુવાનો માટે. આ સંસ્થાના ઘણા બધા ફાયદાઓ હોય છે, નવા લોકોની સાથે મિત્રતા થાય છે, સ્થાનિક રોજગારીની તકો ઉજળી થાય છે અને સાથે યુવાનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ તો સારું રહેશે જ.
Jay Panchal, Sports and Recreations Project Officer at CMY
મેલ્બર્નના હ્યુમ વિસ્તારમાં આફ્ટર સ્કૂલ સ્પોર્ટ પહેલ યુથ ટ્રાન્ઝિશન સ્પોર્ટ પ્રોગ્રામની એક સારી પહેલ છે.

બ્રોડમીડોઝ લેઝર સેન્ટર સાથે બપોર પછી રમવા માટેની રમતો જેવી કે ફુટસલ, વોલીબોલ, બાસ્કેટબોલ અને સ્વિમિંગ કરાવતા હોયછે. સોકર એક્રેડીયેશન, બાસ્કેટબોલ કોચીંગ એક્રેડીયેશન અને અમ્પાયરીંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે જેથી તેઓ માટે રોજગારીની તકો પ્રદાન કરી શકીએ. યુવાનો આ કોર્સ કરે અને ત્યારબાદ તેઓ સ્થાનિક સ્પોર્ટ્સ ક્લબ અથવા સ્થાનિક સ્પોર્ટ્સ સેન્ટરમાં હંગામી ધોરણે નોકરી મેળવી શકે.

CMYનો સ્પોર્ટ્સ પ્રોગ્રામ દરેક પ્રકારની ક્ષમતા ધરાવતા ખેલાડીને સમાવી લે તેવો છે. જો કોઇને વિકલાંગતા હોય તો સેન્ટર તેમને વ્હીલચેર બાસ્કેટબોલ, ડિસેબિલીટી સ્પોર્ટ્સ વિક્ટોરીયા અને વેલકમિંગ ઓસ્ટ્રેલિયા જેવા ભાગીદારો સાથે જોડી આપે છે. આ સંસ્થાઓ પાસે ચોક્કસ સર્વ ક્ષમતાના કાર્યક્રમો હોય છે

તમારા માટે રમત શોધો

કોમ્યુનિટી રમતમાં મોટાભાગે મફતમાં ભાગ લઇ શકાય છે.

યુવાન ખેલાડીઓ માટે અજાણ્યા લોકોને સ્થાનિક રમતગમતની તકો ક્યાં શોધવી તે પૂછવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આ માટે જો રમત શરૂ કરવી હોય તો શાળાઓ શ્રેષ્ઠ સ્થળ છે.

સ્થાનિક શાળાઓને તેમના સ્થાનિક સમુદાયનું સારૂં જ્ઞાન હોય છે. આ ઉપરાંત સમગ્ર ઓસ્ટ્રેલિયામાં લોકલ કાઉન્સિલ હોય છે કે જેમની પાસે કંઇ ક્લબ ઉપલબ્ધ છે, કોણ નવા ખેલાડી લઇ રહ્યું છે તેની ચોક્કસ માહિતી હોય છે.

તમે સોશિયલ મિડીયા દ્વારા મેલ્બર્ન સોશિયલ સોકર ક્લબ જેવી કોમ્પ્યુનિટી સ્પોર્ટિંગ ક્લબ શોધી શકો છો.

તેઓ વધુમાં જણાવે છે કે, મોટાભાગના લોકો અમને Meet Up દ્વારા શોધે છે. જ્યાં લોકો મળી શકે અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી શકે.

ઘણીવાર લોકલ કાઉન્સિલ મફત અથવા ઓછા ખર્ચે રમતગમતની પ્રવૃત્તિઓ પર પ્રદાન કરતી હોય છે.

મોલિના અસ્થાના ઓસ્ટ્રેલિયન રમતગમતથી પ્રેરિત થઇને પોતાના કામના સ્થળે ચાલતા ગ્રુપમાં જોડાઇ અને હવે તે ઘણી બધી હાફ મેરેથોન પણ દોડી ચૂક્યાં છે.

મોલિના કહે છે કે રમવું હોય તો વિકલ્પો અનંત છે,મને લાગે છે કે તમારા વિસ્તારનું એક સ્થાનિક ગ્રુપ શોધો અને પછી તમારી પસંદગીની કોઇપણ રમતમાં જોડાઇ જાવ. ઘણી એવી સંસ્થાઓ છે કે જે સાયક્લિંગ ગ્રુપ ચલાવે છે, બુશવોકિંગ કરે છે અને પાર્કરન પણ કરતા હોય છે. તમારા વિસ્તારમાં શું થઇ રહ્યું છે તેની માહિતી મેળવીને તમે ગ્રુપમાં જોડાઇ શકો છો.

તમે જીંદગીની કોઇપણ પરિસ્થિતિ પર કેમ ન હોવ દરેક વ્યક્તિએ સુખાકારી માટે નિયમિતપણે સક્રિય રહેવું મહત્વપૂર્ણ છે. પરંતુ રમતની ઉત્કટતા અને કેટલી પ્રવૃત્તિ કરવી તે વ્યક્તિની ઉંમર અને શારીરિક સંજોગોને આધારે બદલાય છે. નવી કસરતની શરૂઆત કરતા પહેલાં હંમેશાં હેલ્થકેર પ્રોફેશનલ સાથે તાપસ કરવું જોઇએ.

વધુ માહિતી માટે અથવા તમારી નજીકની સ્પોર્ટ્સ ક્લબ શોધવા માટે sportaus.gov.au

Share