Key Points
- 20 વર્ષીય સ્પેનિશ વ્યક્તિનો વિસા રદ કરવામાં આવ્યો હતો અને તેને ચીઝ અને માંસનું વહન કરવા બદલ $ 3,300 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- ગયા અઠવાડિયે તેને પર્થ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો.
- સખત બાયોસિક્યોરિટી કાયદા હેઠળ દંડિત થનાર તે પ્રથમ વ્યક્તિ છે.
એક સ્પેનિશ પ્રવાસી તેના સામાનમાં માંસ અને ચીઝ હોવાનું જાહેર ન કર્યા બાદ વધુ કડક બનાવાયેલા બાયોસિક્યુરિટી કાયદા હેઠળ દંડિત થનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે.
20 વર્ષીય વ્યક્તિનો વિસા રદ કરવામાં આવ્યો હતો અને એક કિલોગ્રામથી વધુ ડુક્કરનું અઘોષિત કાચું માંસ અને ચીઝનું વહન કરવા બદલ તેને $3,300નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તેને ગયા મંગળવારે પર્થ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો જ્યારે તેના સામાનમાં 275 ગ્રામ નોન-કમર્શિયલ પોર્ક પેન્સેટા, 665 ગ્રામ નોન-કમર્શિયલ પોર્ક મીટ અને લગભગ 300 ગ્રામ ગોટ ચીઝ મળી આવી હતી.
આલ્બનિસી સરકારે ઑક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તે ઑસ્ટ્રેલિયામાં રોગ અને જંતુઓના પ્રવેશને રોકવા માટે પ્રતિબંધિત વસ્તુઓ સાથે પકડાયેલા લોકો માટે ઉલ્લંઘનની રકમમાં વધારો કરશે.
અગાઉના કાયદા મુજબ આ વ્યક્તિના વિસા રદ થયા હોત અને તેને $2,664નો દંડ ફટકારવામાં આવ્યો હોત..
The man was stopped at Perth airport last Tuesday. Source: AAP / Richard Wainwright
કૃષિ પ્રધાન મરે વોટ્ટે સમાચાર એજન્સી AAPને જણાવ્યું હતું કે નવા કાયદા પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયા આવતા અટકાવશે નહીં.
"મને લાગે છે કે મોટાભાગના પ્રવાસીઓ યોગ્ય કાર્ય કરે છે અને જ્યારે તેઓ આવે છે ત્યારે તેઓ બાયોસિક્યોરિટી જોખમી વસ્તુઓ જાહેર કરે છે અને આ વ્યક્તિએ તે કર્યું નથી," તેમણે કહ્યું.
"જો તેણે તે ઉત્પાદનો જાહેર કર્યા હોત, તો અન્ય પગલાં લેવામાં આવ્યા હોત, પરંતુ સમસ્યા એ હતી કે તેણે તે જાહેર કર્યું ન હતું.
"અમે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ અને અન્ય રોગોને દેશની બહાર રાખવા માટે ગંભીર છીએ અને પ્રવાસીઓએ તે યાદ રાખવાની જરૂર છે કે જ્યારે તેઓ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોય."
સેનેટર વોટ્ટે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને તેમની પેસેન્જર ઘોષણાઓ વિશે કાળજીપૂર્વક વિચારવા અને શંકાસ્પદ કંઈપણની જાણ કરવા હાકલ કરી હતી.
જયારે લ્યૂનર ન્યુ યર આવી રહ્યું છે ત્યારે કૃષિ વિભાગે ચેતવણી જારી કરી હતી જે રવિવારથી લાગુ થાય છે.
વિભાગના ડૉ. ક્રિસ લોકે જણાવ્યું હતું કે લ્યૂનર ન્યુ યરની ભેટ જે મોટાભાગે ફૂડ પાર્સલ હોય છે તે સરહદ પર રોકવામાં આવી શકે છે
"લ્યુનર ન્યુ યરમાં કેટલીક પરંપરાગત ભેટો અપાય છે જે ઓસ્ટ્રેલિયામાં જીવાતો અને રોગોનો પ્રવેશ કરાવી શકે છે," ડૉ લોકે કહ્યું.
"અમે વારંવાર સરહદ પર એવી વસ્તુઓ જોઈએ છીએ જેમાં ડુક્કરનું માંસ, ફળ, છોડ, જડીબુટ્ટીઓ અને ઇંડા હોય છે. આના જેવી વસ્તુઓ જીવાતો અને રોગોની રજૂઆતનું ઉચ્ચ જોખમ ઊભું કરી શકે છે."
એવો અંદાજ છે કે ઑસ્ટ્રેલિયામાં ફુટ એન્ડ માઉથ ડિસીઝ ફાટી નીકળવાથી 10 વર્ષમાં અર્થતંત્રને $80 બિલિયનથી વધુનું નુકસાન થયું છે.
બોર્ડર પર બાયોસિક્યોરિટી જોખમી વસ્તુઓ જાહેર કરવામાં નિષ્ફળ રહેલા લોકોને $5,500 સુધીના દંડ અને તેમના વિઝા રદ કરવાનો સામનો કરવો પડે છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.