ગુરુવારે અદાણી કંપનીને સેન્ટ્રલ ક્વિન્સલેન્ડમાં નવી કોલસાની ખાણ બનાવવા માટે જરૂરી મંજૂરી મળી ગઇ હતી.
ક્વિન્સલેન્ડના પર્યાવરણ વિભાગે કંપનીના ગેલીલે બેસિન ખાણ ખાતેના પાણી તથા અન્ય પર્યાવરણીય બાબતોની જાળવણી માટેના પ્લાન પર મંજૂરી આપી દીધી હતી.
જોકે, બીજી તરફ પર્યાવરણ વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, અદાણી કંપનીની ખાણ આજુબાજુના વિસ્તારોની પ્રજાતિઓને તથા કાર્મીચેલ નદીને નુકસાન કરશે.
ક્વિન્સલેન્ડ ડીપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ સાયન્સે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અદાણી કંપનીને કોલસાની ખાણ બનાવવા માટેની મંજૂરી સતત ચકાસણી બાદ જ આપવામાં આવી છે.અદાણીએ તાજેતરમાં જ નવો પ્લાન પ્રસ્તુત કર્યો હતો. જેમાં તેમણે ડીપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા કેટલાક મુદ્દાઓનો વ્યવસ્થિત ઉલ્લેખ કર્યો હતો.
Adani's plan to protect the endangered black-throated finch was approved last month Source: AAP
ક્વિન્સલેન્ડ સરકારની મંજૂરી મળ્યા બાદ, અદાણીએ હવે જે-તે વિસ્તારમાં પર્યાવરણની જાળવણી માટેના યોગ્ય પગલાં લેવા પડશે. કેટલાક વિશેષજ્ઞોએ અદાણી દ્વારા ખાણની આસપાસના વિસ્તારોમાં પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન થયાનું પણ જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની વિવિધ યુનિવર્સિટીના હાઇડ્રોલોજિસ્ટ્સે પોતાના રીપોર્ટ્સમાં અદાણીએ પર્યાવરણની જાળવણીમાં યોગ્ય પગલાં ન લેવાનું જણાવ્યું હતું. રીપોર્ટમાં જણાવ્યા મુજબ, ખાણના કારણે વિસ્તારમાં રહેલા ભૂગર્ભજળ, વનસ્પતિ અને જીવજંતુઓને નુકસાન પહોંચી શકે છે.ક્વિન્સલેન્ડ ડીપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ રીસોર્સ મેનેજમેન્ટના ભૂતપૂર્વ જનરલ મેનેજર ટોમ ક્રોથર્સે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને ખબર નથી કે અદાણીની ખાણના કારણે ગેલીલે બેસિન અને આસપાસના વિસ્તારોમાં કેવી અસર થઇ શકે છે.
Water expert says the QLD government has 'no clue' about the impact of an Adani mine on groundwater. Source: AAP
બીજી તરફ, અદાણી માઇનિંગના ચીફ એક્સિક્યુટીવ લુકાસ ડોઉએ જણાવ્યું હતું કે, તેઓ ખાણનું કામ ઝડપથી કરવા માટે આતુર છે.
ક્વિન્સલેન્ડ સરકારની મંજૂરી મળવાથી રાજ્યના ઉત્તર અને મધ્યભાગમાં કાર્ય ઝડપથી શરૂ કરાશે અને કંપની પર્યાવરણની સંપૂર્ણ તકેદારી રાખશે.