ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2014થી અમલમાં હોય તેવા ‘P’ સિરીઝના પાસપોર્ટના સ્થાને નવા ‘R’ સિરીઝના પાસપોર્ટ રજૂ કર્યા છે.
ઓસ્ટ્રેલિયા તેમના નાગરિકોની સુરક્ષા તથા અંગત વિગતો સલામત રહે તે માટે સમયાંતરે પાસપોર્ટની નવી શ્રેણી રજૂ કરતું રહે છે.
નવી ‘R’ શ્રેણીના પાસપોર્ટમાં વધુ સલામતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના કારણે વ્યક્તિની ઓળખ તથા તેની વિગતોની ચોરી અટકી શકે છે અને, ઓસ્ટ્રેલિયાના નાગરિકોની વિગતો સલામત રહી શકે છે.
સૌ પ્રથમ વખત ‘R’ શ્રેણીના પાસપોર્ટમાં ફોટો પેજ મજબૂત તથા હાઇ-સિક્યોરિટી સ્તર ધરાવતા પ્લાસ્ટિકથી બનાવવામાં આવ્યું છે.

The R series passport photo page. Source: Australian Passport Office
નવી શ્રેણીના પાસપોર્ટની કેટલીક ખાસિયતો
નવા પાસપોર્ટમાં આદિજાતીના કલાકારોના કાર્યના નમૂના અંકિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, વિસાના પેજ પર ઓસ્ટ્રેલિયાની વિવિધ પ્રખ્યાત 17 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં દરેક પેજમાં આકાશએક અલગ પ્રકારનું રાત્રીનું ચિત્ર પ્રસ્તુત કરે છે. જેમાં તે જગ્યાની સ્થાનિક પ્રાણીજન્ય સૃષ્ટિ પણ દ્રશ્યમાન થાય છે.

Uluru features on the centre pages of the passport and it changes to a nightscape under ultraviolet light. Source: Australian Passport Office
નવી શ્રેણીના પાસપોર્ટ સાથે જોડાયેલા કેટલીક મહત્વપૂર્ણ મુદ્દા
- આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના નાગરિકોની અંગત માહિતીની સુરક્ષા જળવાઇ રહે તે માટે મોટાભાગના દેશ દર 5-10 વર્ષે તેમના પાસપોર્ટમાં ફેરફાર કરે છે. જેમાં ડિઝાઇન તથા તેની ખાસિયતોમાં ફેરફાર કરવામાં આવે છે.
- નવો ‘R’ શ્રેણીનો પાસપોર્ટ તબક્કાવાર પ્રસ્તુત કરવામાં આવશે. જે અમલમાં આવે ત્યાં સુધી વર્તમાન ‘P’ શ્રેણીનો પાસપોર્ટ અમલમાં રહેશે. બંને પાસપોર્ટ તેની અવધિ સમાપ્ત થાય ત્યાં સુધી મુસાફરી માટે લાયક રહેશે.
- વર્ષ 2023માં પાસપોર્ટ માટે અરજી કરનારા લોકોને નવો ‘R’ શ્રેણીનો પાસપોર્ટ મળશે.
- જો તમારી પાસે જૂની શ્રેણીનો પાસપોર્ટ હોય તો તે તેની અવધિ સમાપ્ત ન થાય ત્યાં સુધી મુસાફરી માટે લાયક છે અને તેને નવા ‘R’ શ્રેણીના પાસપોર્ટ સાથે બદલવાની જરૂર નથી.
- નવી ‘R’ શ્રેણીના પાસપોર્ટની ફીમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.