સિડનીના બ્લેકટાઉન વિસ્તારમાં લગાવવામાં આવેલા પોસ્ટર્સ હટાવાયા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અગાઉ ખાલિસ્તાન જનમતની તરફેણમાં અને વડાપ્રધાનના વિરોધમાં સિડનીના બ્લેકટાઉન વિસ્તારમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. સમુદાયના સભ્યોની ફરિયાદ બાદ તેને હટાવવાની કાર્યવાહી કરાઇ.

Two men wearing formal attire walking outside.

NEW DELHI, INDIA - MARCH 10: Prime Minister Narendra Modi with Australian Prime Minister Anthony Albanese during his ceremonial reception at Rashtrapati Bhavan forecourt on March 10, 2023 in New Delhi, India. (Photo by Ajay Aggarwal/Hindustan Times/Sipa USA) Source: AAP, SIPA USA / Hindustan Times

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડિયે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવી રહ્યા છે. તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અગાઉ વિરોધ પ્રદર્શનકારીઓએ સિડનીના કેટલાક વિસ્તારોમાં પોસ્ટર લગાવ્યા હતા.

જેની સમુદાયના કેટલાક સભ્યોએ બ્લેકટાઉન સિટી કાઉન્સિલમાં ફરિયાદ કરી હતી.

SBS Gujarati ને સમુદાયના સભ્યો દ્વારા મળતી માહિતી પ્રમાણે, અઠવાડિયાના અંતે સિડનીના બ્લેકટાઉન સિટી કાઉન્સિલમાં સમાવિષ્ટ કેટલાક વિસ્તારોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અગાઉ વિરોધ પ્રદર્શનકારીઓ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

સમુદાયના સભ્યોએ સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમો પર આ ઘટનાનો વિરોધ કર્યો હતો.

બ્લેકટાઉન સિટી કાઉન્સિલમાં ફરિયાદ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અગાઉ તેમનો વિરોધ તથા ખાલિસ્તાન જનમતની જાહેરાત કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

આ ઘટનાથી હતાશ થયેલા સમુદાયના કેટલાક સભ્યોએ આ અંગે બ્લેકટાઉન સિટી કાઉન્સિલમાં ફરિયાદ કરી હતી.

જેના પ્રત્યુત્તરમાં બ્લેકટાઉન સિટી કાઉન્સિલે પગલાં લીધા હોવાનું જણાવ્યું હતું.

સમુદાયના એક સભ્યએ SBS Gujarati ને જણાવ્યું હતું કે, બ્લેકટાઉનના વિસ્તારોમાં જાહેર સ્થળો પર ખાલિસ્તાન જનમતની તરફેણમાં તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા.

જેની ફરિયાદ બ્લેકટાઉન કાઉન્સિલમાં કરવામાં આવી હતી.

તેના પ્રત્યુત્તરમાં બ્લેકટાઉન સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે, કાઉન્સિલના વિસ્તારોમાં લગાવવામાં આવેલા બેનર્સ અને પોસ્ટર્સ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પોસ્ટર્સ તથા બેનર્સ લગાવવા માટે કાઉન્સિલ પાસેથી પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી.
Blacktown Council.jpg
Blacktown City Council's reply about the removal of posters advertising an event. Source: Blacktown City Council

ભારતીય હાઇકમિશનને ઘટના અંગે જાણ કરાઇ

સિડની સ્થિત સમુદાયના કેટલાક સભ્યોના જણાવ્યા અનુસાર, કેનબેરા સ્થિત ભારતીય હાઇકમિશનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

ભારતીય હાઇકમિશ્નરે ત્યાર બાદ સમુદાયને ચોક્કસ પગલાં લેવાની ખાતરી આપી હતી.

કાઉન્સિલે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, બ્લેકટાઉનના સ્ટેનહોપ વિસ્તારમાં આવેલા સેન્ટરમાં ખાતે વિક્ટોરીયા સ્થિત સંસ્થા શીખ્સ ફોર જસ્ટિસ પ્રા. લિમિટેડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કાઉન્સિલે પોલિસને તે પ્રસ્તાવિત કાર્યક્રમ સાથે સંકળાયેલા જોખમોનું આંકલન કરવા જણાવ્યું છે.

બ્લેકટાઉન સિટી કાઉન્સિલે બહુસાંસ્કૃતિક સમુદાયના સભ્યોમાં એકતા જળવાય તથા તેઓ સુરક્ષિત રહે તે માટે કાર્ય કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 16 May 2023 3:47pm
By SBS Gujarati
Source: SBS

Share this with family and friends