ઓસ્ટ્રેલિયામાં કન્ટ્રીબ્યૂટરી પેરેન્ટ વિસા (Contributory Parent Visas) મંજૂર થવામાં 18-24 મહિનાનો સમય લાગતો હતો પરંતુ કેટલાક અરજીકર્તા 60 મહિનાથી પણ વધુ સમયથી વિસા માટે રાહ જોઇ રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
પેરેન્ટ્સ વિસા શ્રેણી અંતર્ગત વિસા આપવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગી રહ્યો છે. જેથી, ઓસ્ટ્રેલિયા સ્થિત પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે.
એડિલેડ સ્થિત પ્રેમદીપ સિંઘ દાંડીવાલ અને તેમના ભાઇએ તેમના માતા-પિતાને ઓસ્ટ્રેલિયા બોલાવવા માટે વર્ષ 2016માં Contributory Parent Visa ની અરજી કરી હતી.
જેથી માતા-પિતા ઓસ્ટ્રેલિયા આવી તેમના પુત્રો સાથે રહી શકે.
અરજી કરતા સમયે વિસાની પ્રક્રિયાનો સમય 18-24 મહિના જેટલો દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ 67 મહિના પછી પણ વિસા મંજૂર થયા નથી.એડિલેડમાં રહેતા ભારતીય-ઓસ્ટ્રેલિયન દાંડીવાલે જણાવ્યું હતું કે, વિસા મંજૂર થવાની પ્રક્રિયા ખૂબ ધીમી હોવાથી પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ સમય છે.
Premdeep Singh Dandiwal (second from left) with his family, including his parents (seated in the front row). Source: Supplied
અરજી કરી તે સમયે વિસા મંજૂર થવાની પ્રક્રિયા 18-24 મહિના હતી પરંતુ તે મુજબ વિસા મંજૂર થયા નથી, તેમ દાંડીવાલે જણાવ્યું હતું.
એક આંકડા પ્રમાણે, 30મી એપ્રિલના રોજ ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સમાં 123,370 પેરેન્ટ્સ વિસાની અરજી પર વિસા મંજૂર કરવાની પ્રક્રિયા બાકી હતી.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, Contributory Parent Visa ની ફી 33,355થી 47,825 ડોલર જેટલી છે.
અને, તેની પ્રક્રિયાનો સમય લગભગ 65 મહિના જેટલો છે.
મેલ્બર્ન સ્થિત મેરિયાન્ના ગિયોર્ડાનાએ તાજેતરમાં જ #ClearParentVisaBacklog નામથી એક કેમ્પેઇન શરૂ કર્યું છે.
તેઓ જણાવે છે કે વર્તમાન આયોજન પ્રમાણે, નવી અરજી પર વિસા મંજૂર થવાની પ્રક્રિયામાં 19 વર્ષ જેટલો સમય લાગી શકે છે.
Parent and Aged Parent visas વિસાની ફી 6490 ડોલર છે પરંતુ તે મંજૂર થવામાં પણ ઘણા વર્ષોનો સમય લાગે તેવી શક્યતા છે.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, નવી અરજી પર વિસા મંજૂર થવામાં 30 વર્ષ જેટલો સમય લાગી શકે છે.
મેરિયાન્ના ગિયોર્ડાનાએ જણાવ્યું હતું કે વિસાની પ્રક્રિયામાં લાગતા સમયના કારણે પરિવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બાળકો તેમના વડીલ માતા-પિતાની સાર-સંભાળ રાખી શકતા નથી.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીના કારણે પેરેન્ટ વિસાની અરજીમાં ભરાવો થયો છે.
મહામારીના કારણે, બાયોમેટ્રીક ડાટા, અંગ્રેજીની પરીક્ષા, સ્વાસ્થ્યની ચકાસણી જેવા સેન્ટર બંધ હતા અને તેના કારણે પ્રક્રિયા ધીમી થઇ છે. તેમ ડીપાર્ટમેન્ટે નિવેદનમાં ઉમેર્યું હતું.#ClearParentVisaBacklog દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 9 વર્ષમાં મંજૂર કરવામાં આવેલા વિસા કરતાં, અરજીઓની સંખ્યા ઘણી વધુ હતી.
Source: #ClearParentVisaBacklog
આ આંકડાને ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે પણ ચકાસ્યા હતા.
વર્ષ 2013-14માં 26,000 પેરેન્ટ્સ વિસા અરજી કરવામાં આવી હતી પરંતુ, ફક્ત 9,000 જ ગ્રાન્ટ થઇ હતી.
વર્ષ 2020-21માં 14,000 અરજી કરવામાં આવી હતી. જેમાંથી ફક્ત 5000 અરજીને જ વિસા આપવામાં આવ્યા હતા.
અરજીના ભરાવાનું કારણ
ડીપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશનના ડેપ્યુટી સેક્રેટરી અબુલ રીઝવી જણાવે છે કે વર્ષ 2000ની આસપાસ જ્હોન હાવર્ડ સરકારે દેશમાં વધતી જતી સરેરાશ ઉંમરને નિયંત્રણમાં લાવવા માટે ઇમિગ્રેશનની સંખ્યા વધારી હતી.
અને તેથી જ વર્ષ 1996થી પેરેન્ટ્સ વિસાની સંખ્યા નક્કી કરવામા આવી છે. જે વર્તમાન સમય સુધી યથાવત્ જ છે. વિસાની મર્યાદિત સંખ્યાના કારણે અરજીમાં ભરાવો થયો છે.
ડો રિઝવીએ જણાવ્યું હતું કે, અમેરિકા, કેનેડા તથા ન્યૂઝીલેન્ડની સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશન પોલિસી કડક છે.
કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક માઇગ્રેશનની સંખ્યા નક્કી કર્યા બાદ ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ રાજ્યો તથા ટેરીટરી, વેપાર-ઉદ્યોગો તથા સમુદાયો સાથે સંવાદ બાદ તે આંકડાને અનુસરે છે.