દાન કરવા માટે ખાસ પ્રકારના સિક્કા બહાર પાડવામાં આવ્યા

‘ડોનેશન ડોલર’ નો ઉપયોગ દાન કરવા માટે થઇ શકશે, 25 મિલિયન સિક્કા બહાર પાડવામાં આવશે.

$ 1 Donation Coin

Source: Supplied

5મી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ નિમિત્તે રોયલ ઓસ્ટ્રેલિયન મિન્ટ (Royal Australian Mint) દ્વારા વિશ્વનો પ્રથમ ડોનેશન ડોલર (દાન આપવા માટે ખાસ ડોલર) બહાર પાડવામાં આવ્યો છે. એક ડોલરના આ સિક્કાનો ઉપયોગ દાન કે ચેરિટી કરવા માટે થઇ શકશે.

ધ મિન્ટે ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીને ધ્યાનમાં રાખીને દાન કરવા માટે 25 મિલિયન સિક્કા બહાર પાડવાનું નક્કી કર્યું છે.

સિક્કાની ડિઝાઇન

દાન માટે બહાર પાડવામાં આવનારા સિક્કામાં વચ્ચે લીલો રંગ તથા તેની આજુબાજુમાં સોનાના રંગની ડિઝાઇન કરવામાં આવી છે. જે દાન દ્વારા સમાજમાં ફેલાતા સકારાત્મક અભિગમનો સંદેશ આપે છે.

મોટાભાગના ઓસ્ટ્રેલિયન્સ સિક્કાનું દાન કરે તેવી શક્યતા

ધ ઓસ્ટ્રેલિયન જેનેરોસિટી રીપોર્ટ (The Australian Generosity Report) ના એક અભ્યાસ પ્રમાણે, દર પાંચમાંથી ત્રણ એટલે કે 57 ટકા લોકો છૂટા નાણા મેળવે તો દાન કરવામાં માને છે.

મિન્ટના ચીફ એક્સીક્યુટીવ રોસ મેકડાયરમીડે જણાવ્યું હતું કે, ખાસ સિક્કા બહાર પાડવાનો ઉદ્દેશ્ય દેશના લોકોમાં દાન કરવાની ભાવના વધે તેનો છે.
The new donation coin at the launch of the Royal Australian Mint’s new Donation Dollar in Canberra, Wednesday, September 2, 2020.
The new donation coin at the launch of the Royal Australian Mint’s new Donation Dollar in Canberra, Wednesday, September 2, 2020. Source: AAP Image/Mick Tsikas
ઓસ્ટ્રેલિયાએ વર્ષની શરૂઆતમાં બુશફાયરનો સામનો કર્યો, ત્યાર બાદ કોરોનાવાઇરસની મહામારીમાં  દેશના અર્થતંત્રને નુકસાન થયું અને જેના કારણે દેશ હવે મંદીનો સામનો કરી રહ્યો છે. તેથી જ, દાન કરવા માટેના ખાસ પ્રકારના સિક્કાનું ઉત્પાદન કરવાનો વિચાર અમલમાં મૂકાયો છે.

વર્તમાન સમયમાં દર પાંચમાંથી એક ઓસ્ટ્રેલિયનને આગામી 12 મહિના સુધી કોઇ પણ પ્રકારની મદદની આવશક્યતા રહેશે. આ સિક્કાના દાનથી તેમને મદદ મળવાની શક્યતા છે. 

ઓસ્ટ્રેલિયાની 25 મિલિયનની વસ્તીને ધ્યાનમાં રાખીને જો દરેક ઓસ્ટ્રેલિયન મહિનામાં ઓછામાં ઓછું એક વખત ડોનેશન ડોલરનું દાન કરે તો વર્ષમાં વધારાના 300 મિલિયન ડોલર એકઠાં થાય તેવી શક્યતા છે.

દર પાંચમાંથી બે ઓસ્ટ્રેલિયને છૂટા નાણામાં ડોનેશન ડોલર જોવા મળશે તો તે તેમને દાન કરવા પ્રોત્સાહિત કરશે તેમ જણાવ્યું છે. નવા સિક્કા દ્વારા દેશના રહેવાસીઓમાં દાન કરવાની ભાવના વધશે અને જે લોકોને મદદની વધારે જરૂરિયાત છે તેમને સહયોગ પ્રાપ્ત થશે તેમ મિન્ટનું માનવું છે.

Share
Published 4 September 2020 2:13pm
By SBS Gujarati
Source: SBS


Share this with family and friends