મેડિકેર સબ્સિડી હેઠળ હાર્ટ હેલ્થ ચેક યોજના યથાવત રાખવા માંગ

ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ હ્દય સંબંધી બાબતોની તપાસ કરાવી શકે તે માટે હાર્ટ હેલ્થ ચેક યોજનાને મેડિકેર સબ્સિડી બેનિફીટ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવી હતી. વર્ષ 2019માં શરૂ થયેલી યોજના 30મી જૂન 2023ના રોજ સમાપ્ત થઇ રહી છે.

Heart disease

Source: Getty / Getty Images

ઓસ્ટ્રેલિયામાં દર 20માંથી એક મૃત્યુ હાર્ટ-એટેકથી થાય છે.

હાર્ટફાઉન્ડેશનના આંકડા પ્રમાણે, દેશમાં દર 74 મિનિટે એક વ્યક્તિનું અને દિવસમાં કુલ 19 મૃત્યુ હ્દય રોગના હુમલાથી થાય છે.

દેશના રહેવાસીઓ હ્દય સંબંધી સમસ્યા અંગે ડોક્ટરની સલાહ મેળવી યોગ્ય સારવાર લઇ શકે તે ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કામચલાઉ ધોરણે હાર્ટ હેલ્થ ચેક્સનો મેડિકેર બેનિફીટ સ્કીમ અંતર્ગત સમાવેશ કર્યો હતો.
આ યોજના આગામી 30મી જૂન 2023ના રોજ સમાપ્ત થવા જઇ રહી છે.

વર્ષ 2019માં શરૂ કરેલી યોજના અંતર્ગત, અત્યાર સુધીમાં 440,000 જેટલા લોકોએ તેનો લાભ લીધો છે.

સરકારની આ યોજના 30મી જૂનના રોજ સમાપ્ત થશે ત્યારે હાર્ટ ફાઉન્ડેશન દ્વારા સરકારને તેને યથાવત રાખી તેનું ફંડિગ વધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.

યોજના શરૂ કરવામાં આવી ત્યારે 450,000 લોકો તેનો લાભ લેશે તેવો અંદાજ હતો પરંતુ, તે સમાપ્ત થાય તે અગાઉ લગભગ 500,000 લોકો લાભ લે તેવી શક્યતા છે.
Heart attack
The chest pain is one of the main signs of a heart attack. Source: Getty / Getty Images/boonchai wedmakawand
હાર્ટ ફાઉન્ડેશનના હેલ્થકેર પ્રોગ્રામના મેનેજર નતાલી રાફૌલે જણાવ્યું હતું કે, હ્દયના પરીક્ષણ સાથે જોડાયેલી યોજના યથાવત રહે તે જરૂરી છે.

હાર્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, યોજના દ્વારા હાર્ટ એટેક, સ્ટ્રોક તથા હ્દય સાથે સંકળાયેલા લગભગ 67,000 જેટલા બનાવો અટકાવી શકે છે.

યોજના હદય સંબંધી તપાસ અંતર્ગત મેડિકેર સબ્સિડીમાં સામેલ હોય તેવી એકમાત્ર યોજના છે. તેને સબ્સિડીમાંથી બાકાત કરવામાં આવશે તો તેની ઓસ્ટ્રેલિયાના પરિવારો પર અસર થશે.
ઉપરાંત, જો સમયસર આરોગ્ય તપાસ ન થાય તો હદય સંબંધી બિમારીનું પ્રમાણ વધી શકે છે.

હાર્ટ હેલ્થ ચેકમાં હ્દય રોગના હુમલાના જોખમો, દર્દીનું બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ, પરિવારવો આરોગ્યલક્ષી ઇતિહાસ તથા ખોરાક અને કસરત વિશે જ્ઞાન આપવામાં આવે છે.

આ યોજના 45 કે તેથી મોટી ઉંમરના (ફર્સ્ટ નેશન્સ સમુદાય માટે 30 વર્ષ) લોકો માટે અને 50-74 વર્ષના લોકો માટે મેડિકેર હેઠળ આવરી લેવામાં આવતી હદય સંબંધી એકમાત્ર યોજના છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 6 April 2023 2:42pm
By Vatsal Patel
Source: SBS

Share this with family and friends