આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને અન્ય ટૂંકા ગાળાના વિઝા પર આવેલા જે લોકો કામ પર શોષણનો સામનો કરી રહ્યા છે તેમને માટે ન્યુ સાઉથ વેલ્સ રાજ્ય સરકારે $ 1.6 મિલિયન ફાળવી મફત કાનૂની સહાય શરૂ કરી છે.
માઈગ્રન્ટ એમ્પ્લોયમેન્ટ લીગલ સર્વિસ (એમઈએલએસ), જે પ્રવાસી કર્મચારીઓ કે વિદ્યાર્થીઓ વેતન ચોરીનો ભોગ બને છે અથવા ગેરવાજબી રીતે બરતરફ કરવામાં આવ્યા છે તેમને મફત કાનૂની સલાહ અને તેમના કેસની રજૂઆતમાં મદદ કરશે.
સિડનીના રેડફર્ન લીગલ સેન્ટર દ્વારા આ સેવાઓ થોડા સમયથી આપવામાં આવી રહી છે જે હાલમાં આસપાસના પરા વિસ્તારના નિવાસીઓને મફત કાનૂની સલાહ પ્રદાન કરે છે. આ જ સેવાનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. કિંગ્સફોર્ડ લીગલ સેન્ટર અને મેરિકવિલ લીગલ સેન્ટર હવે રેડફર્ન સેવાઓ સાથે મળી સંયુક્તપણે આખા ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં સેવાઓ પ્રદાન કરશે.મફત કાનૂની સલાહની આ સેવા માટે ત્રણ વર્ષમાં 1.6 મિલિયન સરકારી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. માઈગ્રન્ટ એમ્પ્લોયમેન્ટ લીગલ સર્વિસ રાજ્યભરમાં માઈગ્રન્ટ કામદારોને ટેકો વિસ્તૃત કરશે.
Source: The Feed
કેટલાક વ્યવસાયો પગારના કાયદાકીય દરથી નીચેના દરે કામની ઓફર કરીને અસ્થાયી કામદારોનું શોષણ કરે છે. માઈગ્રન્ટ કામદારો અને આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમની વિઝા શરતોનો ભંગ કરવા માટે દબાણ કરે છે. જો વ્યક્તિ ફરિયાદ કરે તો, એમ્પ્લોયર તેની ફરિયાદ કરી તેમનો વિઝા રદ્દ કરાવવાની અને તેમને દેશનિકાલ કરાવવાની ધમકી આપે છે.
રેડફર્ન લીગલ સેન્ટર રોજગાર કાયદાના વકીલ શર્મિલા બાર્ગને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને અન્ય ટૂંકા ગાળાના વિઝા પર આવેલા કામદારો માટે આવા સંજોગો ખૂબ જ સામાન્ય બની ગયા છે.
કેટરીના શુલ્હા મફત કાનૂની સલાહ આપતા સેન્ટરમાં એક સ્વયંસેવક છે પરંતુ તે અગાઉ તે એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી છે, જેણે સિડનીના ઘણા રેસ્ટોરન્ટ્સમાં વેઇટ્રેસ તરીકે કામ કર્યું છે. તેની પ્રથમ નોકરીમાં તેને એક કલાકના ૧૨ ડોલર ચુકવવામાં આવતા તો બીજી નોકરીમાં કલાકના ૧૪ ડોલર.તેણે તેના એમ્પ્લોયર પાસેથી પે સ્લિપની માંગણી કરી હતી જે ક્યારેય પૂરી પાડવામાં આવી નહોતી અને ત્યારે તેને શંકા થઇ કે કદાચ કોઈ નિયમ ભંગ થઇ રહ્યો છે એટલે પે સ્લિપ આપવાનો ઇનકાર કરી રહ્યા છે.
Kateryna is an international student who experienced underpayment at work. Source: SBS
સમગ્ર ઓસ્ટ્રેલિયામાં બની રહેલી વેતન ચોરી અને શોષણની અનેક ઘટનાઓમાંની આ એક છે.
સચોટ આંકડો ના હોવા છતાં, એક અંદાજ મુજબ ઓસ્ટ્રેલિયામાં ટૂંકા ગાળાના વિઝા પર નોકરી કરતા હજારો કર્મચારીઓ સાથે આવું જ વર્તન થઇ રહ્યું છે. નોકરીદાતાઓ પૂરો પગાર ચૂકવી નથી રહ્યા.
તેથી ન્યુ સાઉથ વેલ્સ રાજ્ય સરકારે આ જોખમગ્રસ્ત જૂથને સહાય કરવા માટે મફત કાનૂની સેવા શરૂ કરવાની પહેલ કરી છે.
આ યોજના ચાર કાયદાકીય કેન્દ્રોને ભેગા લાવશે જે વિવિધ ભાષાઓમાં કાયદાકીય સલાહ અને સહાય પૂરી પડી શકશે. માઈગ્રન્ટ વર્કર્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમની ભાષા બોલતા લોકો પાસેથી સલાહ લેવાનો મોકો મળશે.
મફત કાનૂની સલાહની સેવા ન્યુ સાઉથ વેલ્સમાં શરૂ કરવામાં આવી રહી છે ત્યારે વિક્ટોરિયામાં માઈગ્રન્ટ વર્કર્સ સેન્ટરના સચિવ મેથ્યુ કંકેલ કહે છે કે દેશભરમાં આવી સેવાઓની ખૂબ જ જરૂર છે. શોષણ થયાપછી મદદ કરવાની સાથે જ્યારે તેઓ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરે છે ત્યારે કામદારોને તેમના અધિકારો વિષે વધારે શિક્ષણ પણ આપવામાં આવે.
More stories on SBS Gujarati
માઈગ્રન્ટ વર્કર્સ માટે વિક્ટોરિયામાં નવી સેવા
માઈગ્રન્ટ કામદારો અને અન્ય વિઝા ધારકો વધુ માહિતી માટે 131 450 પર નો સંપર્ક કરી શકે છે.