ગંભીર બીમારી કે શારીરિક કે માનસિક અપંગતા ધરાવતી વ્યક્તિની ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાની અરજી તેની સારવાર પાછળ થનાર ખર્ચને આધારે સ્વીકારવામાં કે નકારવામાં આવે છે.
આ નિયમમાં સરકારે કોઈ મોટી જાહેરાત વિના ફેરફાર કરી દીધા છે.
૧ જુલાઈ ૨૦૧૯થી અમલમાં આવેલા નવા નિયમ હેઠળ એક વ્યક્તિની લાંબા ગાળે થતી સારવારનો ખર્ચ ૪૯,૦૦૦ ડોલર કે તેનાથી ઓછો હોય તો હવે તેની પર્મનન્ટ રેસીડન્સીની અરજી નકારવામાં નહિ આવે.
અગાઉ આ રકમ ૪૦,૦૦૦ ડોલર નક્કી કરવામાં આવી હતી. એટલે આજીવન સારવારનો અંદાજીત ખર્ચ $૪૦,૦૦૦ થી વધે તો તેમને PR નકારવામાં આવે.
નવા નિયમ હેઠળ નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે અને સમય મર્યાદા ઘટાડવામાં આવી છે.
૧૦ વર્ષમાં સારવારનો ખર્ચ $૪૯,૦૦૦ કે તેનાથી ઓછો હોય તો પર્મનન્ટ રેસીડન્સી નકારવામાં અહીં આવે.
ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયના પ્રવક્તા એ જણાવ્યું છે કે જે પ્રક્રિયાથી લાંબા ગાળે થતો ખર્ચ નક્કી કરવામાં આવે છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. અને દર બે વર્ષે તેની ફૉર્મ્યૂલા અપડેટ કરવામાં આવશે.
અગાઉ આ રકમમાં સરકાર તરફથી મળતા ડિસબિલિટિ પેન્શનની રકમ પણ ઉમેરવામાં આવતી હતી પરંતુ પર્મનન્ટ રેસીડન્સી મળ્યા પછી પણ દસ વર્ષ સુધી માઈગ્રન્ટસ આ રકમના હક્કદાર જ નથી હોતા એટલે ડિસબિલિટિ પેન્શનની રકમ હવેથી ઉમેરવામાં નહી આવે.માઇગ્રેશન એજન્ટ જેન ગોથાર્ડ એ જણાવ્યું કે આ ફેરફારથી કાયમી અપંગતા ધરાવતા અરજદારો ઉપરાંત હેપેટાઇટીસ- બી , ડોઉંન સિન્ડ્રોમ અને સેરેબ્રલ પાલ્સીના રોગીઓને પણ મદદ મળશે
No announcement was made about the changes but the Department of Home Affairs updated the requirement details on its website. Source: immi.homeaffairs.gov.au
માઈગ્રેશનના હિમાયતીઓ ફેરફારોને આવકારે છે, પરંતુ સાથેજ જણાવે છે આજીવન સારવાર માટે ૪૯,૦૦૦ ડોલરની મર્યાદા બહુ ઓછી કહેવાય. ખાસ કરીને જયારે વાત એવા કુટુંબની હોય જેમના સંતાનો ઓસ્ટ્રેલિયામાં સરકારી શાળામાં શિક્ષણ મેળવવાના હોય.
એક વ્યક્તિની આજીવન સારવાર અને શિક્ષણ પાછળ થતો ખર્ચ બહુ સહેલાઈથી ૪૯,૦૦૦ ડોલરની મર્યાદા વટાવી જાય છે.
More stories on SBS Gujarati
ઓસ્ટ્રેલિયાનો વીઝા મેળવવા સારવાર અટકાવી દીધી