સમગ્ર ઓસ્ટ્રેલિયા હાલમાં ભયાનક બુશફાયર (આગ) નો સામનો કરી રહ્યું છે. અત્યાર સુધીમાં લાખ્ખો ડોલર સંપત્તિને નુકસાન થયું છે. અને હજારો લોકોને અસર થઇ છે.
ઓસ્ટ્રેલિયન ફાયર ફાઇટર્સ આગ પર કાબૂ મેળવવા તથા અસર પામેલા લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવા માટે દિવસ – રાત પોતાની સેવાઓ આપી રહ્યા છે.
ભયાનક આપદાની સ્થિતીમાં સામાન્ય નાગરિકો પણ વિવિધ સંસ્થાઓ અને ચેરિટીને પોતાનો ફાળો આપીને ભોગ બનેલા લોકો સુધી પોતાની મદદ પહોંચાડી શકે છે.
વિવિધ સંસ્થાને કેવી રીતે દાન આપી શકાય તેવી યાદી...
વસ્તુઓ
ક્વિન્સલેન્ડ સરકારના જણાવ્યા પ્રમાણે સંસ્થામાં દાન આપી શકાય છે. જે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં રાહત સામગ્રી પહોંચાડશે.
વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે લોકોને વસ્તુઓના બદલે નાણાની સહાયની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પાસે અત્યારે વસ્તુઓ ભેગી કરી તેને વિવિધ સ્થાને પહોંચાડવાનો સમય કે જગ્યા ઉપલબ્ધ નથી.
Image
રહેવાની જગ્યા
ઇસ્ટ ગીપ્સલેન્ડ વિસ્તારમાં બુશફાયરના કારણે અસર પામેલા લોકોને સ્થાનિક કાઉન્સિલની મદદથી ઇમરજન્સી રહેણાંક ગૃહોમાં મોકલવામાં આવ્યા છે. જે લોકો આ અંગે કંઇ મદદ કરી શકતા હોય તો તેમણે પર ઇમેલ કરીને સ્થાન, બેડરૂમ, સુવિધાઓની વિગતો આપવાની રહેશે.
નાણા
વિક્ટોરીયન બુશફાયર અપીલ
વિક્ટોરીયન સરકારે રાજ્યમાં બુશફાયરમાં અસર પામેલા લોકો માટે અમલમાં મૂકી છે. જેમાં તેમણે 2 મિલીયન ડોલરનો ફાળો આપ્યો છે.
આ ફંડ અસરગ્રસ્તોને કરિયાણાથી લઇને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી તેમના જીવનને ફરીથી સામાન્ય કરવા માટે વપરાશે. આ ઉપરાંત વન્ય જીવો અને સંપત્તિને ફરી બેઠી કરવા માટે પણ વપરાશે.
Image
રાજ્યની ફાયર સર્વિસ
રાજ્યની ફાયર સર્વિસમાં પણ દાન આપી શકાય છે.
- વિક્ટોરીયા :
- ન્યૂ સાઉથ વેલ્સ :
- સાઉથ ઓસ્ટ્રેલિયા :
- ક્વિન્સલેન્ડ :
ભોગ બનેલા ફાયર ફાઇટર્સને પરિવારને મદદ
ન્યૂ સાઉથ વેલ્સ બુશફાયરમાં ભોગ બનેલા ફાયર ફાઇટર્સ સેમ્યુઅલ મેકપોલ, જ્યોફ્રી કીટોન અને એન્ડ્ર્યુ ઓ’ડ્વેરના પરિવારને મદદ કરવા માટે ફંડ ભેગું કરવાની જાહેરાત કરી છે.
Image
સીલેસ્ટ બાર્બરનું દાન એંકઠુ કરવાનું પેજ
ઓસ્ટ્રેલિયન કોમેડીયન સીલેસ્ટ બાર્બરના પર શરૂ કરવામાં આવેલા દાનમાં અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાંથી પાંચ લાખ લોકોએ લગભગ 30 મિલિયન ડોલરનું ફંડ એકઠું કર્યું છે.
ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસ ડીઝાસ્ટર રીલીફ ફંડ
ના પેજ પર જઇને પણ ડોનેશન આપી શકાય છે. અત્યાર સુધીમાં લગભગ 8 મિલિયન ડોલરનું ફંડ એંકઠું કરવામાં આવ્યું છે.
સાલ્વેસન આર્મી
સાલ્વેસન આર્મી અસરગ્રસ્તોને ફૂડ પેકેટ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેના માટે અહીં આપી શકાય છે.
Salvation Army teams are providing meals to evacuees and frontline responders. Source: The Salvation Army
સેન્ટ વિન્સેન્ટ ડી પોલ
વન્યજીવો
મોગો ઝૂ અને હાલમાં GoFundMe પેજની શરૂઆત કરી છે. જેમાં તેમણે અનુક્રમે 50 હજાર અને 3.1 મિલીયન ડોલર એંકઠા કર્યા છે.
ફૂડ બેન્ક બુશફાયર અપીલ
ઓસ્ટ્રેલિયામાં કુદરતી આપદાના સમયે ફૂડ બેન્ક નામની સંસ્થા અસરગ્રસ્તોને ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવે છે. તેમાં આપવામાં આવેલું દાન અસરગ્રસ્તો તથા સુરક્ષાદળો સુધી પહોંચાડવામાં આવશે.
તેમાં અહીં આપી શકાય છે. ખાદ્ય સામગ્રી કે અન્ય ચીજવસ્તુઓ મોકલવા માટે . અહીં સંપર્ક કરી શકાય છે.GoFundMe
Source: Getty
દ્વારા મિલીયન ડોલર એંકઠા થઇ ગયા છે. જેમાં માટે 138,000 ડોલર અને માટે 110,000 ડોલર ભેગા કરવામાં આવ્યા છે.
જોકે, કોઇ પણ વ્યક્તિ ફંડ એંકઠુ કરવા માટે પેજ બનાવી નાણા ભેગા કરી શકતો હોવાથી સચેત રહેવાની જરૂર છે. સત્તાવાર પેજ કે વેબસાઇટ પર દાન આપવું હિતાવહ છે.