ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19 મહામારીના લગભગ 2 વર્ષ બાદ જનજીવન સામાન્ય થવા જઇ રહ્યું છે. કોરોનાવાઇરસના લોકડાઉનના કારણે જે જાહેર મેળાવડા તથા કાર્યક્રમોના આયોજન રદ કરવા પડ્યા હતા તે આ વર્ષે ફરીથી યોજાઇ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો તથા ટેરીટરીમાં કોવિડના નિયંત્રણોને ધ્યાનમાં રાખીને આ વર્ષે રંગોના તહેવાર હોળી - ધૂળેટીની સામૂહિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.કોવિડ-19 મહામારી બાદ ઓસ્ટ્રેલિયાના શહેરોમાં પ્રથમ વખત થઇ રહેલી હોળીની ઉજવણી પર એક નજર કરીએ...
University of Sydney students celebrate Holi on the university grounds. Source: Supplied by Kunal Thaker
એડિલેડ - સાઉથ ઓસ્ટ્રેલિયા
તારીખ: 20 માર્ચ 2022, રવિવાર
સમય: સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી
સ્થળ: સેમાપોર બિચ, ફોરશોર, એડિલેડ
તારીખ: 20 માર્ચ 2022, રવિવાર
સમય: સવારે 10થી 12 વાગ્યા સુધી
સ્થળ: સાઉટર પાર્ક, એલ્બર્ટ સ્ટ્રીટ, એડિલેડ
એડિલેડમાં યોજાનારી હોળીની ઉજવણી અંગે હિન્દુ યુથ ઓસ્ટ્રેલિયા - સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ રાજેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે, નવા સ્થાયી થનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા યુવા ઓસ્ટ્રેલિયન્સને હોળીના મહત્વ વિશે જાણકારી મળે તથા તેઓ વતન ભારતમાં થતી ઉજવણીનો ઓસ્ટ્રેલિયામાં અનુભવ કરી શકે તે ઉદ્દેશ્ય સાથે સામૂહિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાર્વિન, નોધર્ન ટેરીટરી -
તારીખ: 19 માર્ચ 2022, શનિવાર
સમય: સવારે 10થી 2 વાગ્યા સુધી
સ્થળ: લેક એલેકઝાન્ડર, ડાર્વિન
મેલ્બર્ન - વિક્ટોરીયા
તારીખ: 20 માર્ચ 2022, રવિવાર
સમય: સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી
હોળીકા દહન - સાંજે 5 વાગ્યે
સ્થળ: નીલે રોડ, ડીનસાઇડ, મેલ્બર્ન - વિક્ટોરીયા
મેલ્બર્નમાં શ્રી દુર્ગા ટેમ્પલ સંસ્થા દ્વારા સામૂહિક હોળી - ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી હોળીની ઉજવણી થશે તથા સાંજે 5 વાગ્યે હોળીકા દહન કરવામાં આવશે તેમ પંડિત રાજકુમારે જણાવ્યું હતું.
ટુવમ્બા - ક્વિન્સલેન્ડ
તારીખ: 19 માર્ચ 2022, શનિવાર
સમય: સવારે 10.30થી બપોરે 1 વાગ્યા સુધી
સ્થળ: લેક એનન્ડ પાર્ક, સાઉથ ટુવમ્બા - ક્વિન્સલેન્ડ
ક્વિન્સલેન્ડના ટુવમ્બા ખાતે યોજાનારી હોળીની ઉજવણી અંગે આયોજક યજુ મહિડાએ જણાવ્યું હતું કે ટુવમ્બામાં છેલ્લા 10 વર્ષથી નવરાત્રિ તથા હોળી આયોજન કરવામાં આવે છે.
કોવિડ-19 મહામારીના કારણે વર્ષ 2021માં હોળીનું આયોજન કર્યું હતું પરંતુ તેને અંતિમ સમયે રદ કરવું પડ્યું હતું પરંતુ, વર્ષ 2022માં જનજીવન સામાન્ય થઇ રહ્યું છે ત્યારે ફરીથી એક વખત સામૂહિક હોળીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.મંત્રી એલેક્સ હૉકે હોળીની શુભેચ્છા પાઠવી
Australian Immigration Minister Alex Hawke extends Holi greetings. Source: Supplied by: Alex Hawke
ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન, માઇગ્રન્ટ્સ તથા બહુસાંસ્કૃતિક બાબતોના મંત્રી એલેક્સ હૉકે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ભારતીય સમુદાયના સભ્યોને હોળીની શુભેચ્છા પાઠવી છે.
તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, હોળીએ એકતા તથા પ્રેમનું પ્રતિક છે. બહુસાંસ્કૃતિક દેશ ઓસ્ટ્રેલિયામાં રહેતા સભ્યો તેની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે.
તેમણે છેલ્લા 2 વર્ષમાં કોવિડ-19 મહામારી સામેની લડતમાં ફાળો આપનારા ભારતીય સમુદાયના સભ્યોનો આભાર વ્યક્ત કરી હોળીની શુભેચ્છા પાઠવી હતી.
** ઉપરોક્ત યાદી સિવાય ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે પરંતુ અમે તમામ કાર્યક્રમો સમાવી શક્યા નથી.