માતાને ગુમાવ્યાના દુઃખ વચ્ચે પરિવારે ભારતથી ઓસ્ટ્રેલિયા આવવા છ વખત ટિકિટ બદલવી પડી

ભારતીય – ઓસ્ટ્રેલિયન પરિવારે ઓસ્ટ્રેલિયા પરત ફરવા ભારે મુસીબતનો સામનો કર્યો, દેશની બોર્ડર બંધ થઇ તેના કલાકો અગાઉ જ પરિવાર પર્થ પહોંચ્યો.

Indian Australian family changes tickets 6 times before Australia shuts down borders

Indian Australian family changes tickets 6 times before Australia shuts down borders. Source: Supplied

કોરોનાવાયરસની અસરે અનેકની દુનિયા બદલી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરના એક ગુજરાતી પરિવારે ભારતથી ઓસ્ટ્રેલિયા પરત ફરવા માટે અત્યંત માનસિક તણાવનો સામનો કરવો પડ્યો હતો.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા અમિતભાઈ મહેતાના જણાવ્યા અનુસાર, તેમના માતુશ્રી બીમાર હોવાથી તાત્કાલિક ભારત ગયા પરંતુ કમનસીબે 3 માર્ચે તેમની માતાએ આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો હતો.

પત્ની અને ભત્રીજી સાથે પરંપરા પ્રમાણે માતાની અંતિમ ક્રિયાની બધી જ વિધિ પતાવી ઓસ્ટ્રેલિયા પરત આવવાનું નક્કી કર્યું હતું.

પરિસ્થિતી બદલાઇ અને ઓસ્ટ્રેલિયા આવવું પડ્યું

અમિતભાઇએ 7 માર્ચના બદલે 22 માર્ચની ટિકિટ ખરીદી. તેમના માતુશ્રીની અંતિમક્રિયાની વિધિ ચાલતી હતી ત્યારે અચાનક પરિસ્થિતિએ ઝડપથી નાટકીય વળાંક લીધો. દરેક દેશો સાવચેતીના ભાગરૂપે તેમના દેશોની બોર્ડર બંધ કરવા લાગ્યા.

માતાની નવમાં અને દસમાં દિવસની વિધિ દરમિયાન પર્થ સ્થિત મિત્રવર્તુળે અમિતભાઇને પરિસ્થિતી વણસે તે અગાઉ તાત્કાલિક ઓસ્ટ્રેલિયા પરત આવવાની સલાહ આપી.
અમિતભાઇ અને તેમના પત્ની રન્નાબેનને તેમની ભત્રીજીના ભવિષ્યની ચિંતા હતી કારણકે તેની પાસે ભારતીય પાસપોર્ટ હતો. ગમે તે સમયે ઓસ્ટ્રેલિયા બીજા દેશના પાસપોર્ટ ધારકને ઓસ્ટ્રેલિયામાં આવવા પર પ્રતિબંધ ફરમાવે તેવી શક્યતા હતી.
અમિતભાઇના જણાવ્યા પ્રમાણે, એક તરફ માતાને  ગુમાવ્યાનું દુઃખ અને કાયદાકીય મૂંઝવણ અને એરલાઇન કંપનીના બદલાતા વલણથી તેમનો માનસિક તણાવ વધવા લાગ્યો હતો.

Image

છ વખત ફ્લાઇટની ટિકીટ બદલવી પડી

17 માર્ચના રોજ મોડી સાંજે તેમને જાણ કરવામાં આવી કે 22માર્ચની તેમની ઓસ્ટ્રેલિયા પરત આવવાની ફ્લાઇટ કેન્સલ થઇ. બીજી ફ્લાઇટ માટે તેમની પાસે કોઇ માહિતી ઉપલબ્ધ નહોતી.

18 માર્ચના રોજ પત્ની રન્નાબેન અને તેમની ભત્રીજીની ફ્લાઈટનો ટાઈમ બદલાયાનો ઇ-મેલ આવ્યો. 45 મિનિટમાં બીજો ઇ-મેલ આવ્યો જેમાં જણાવાયું હતું કે તેઓને ટ્રાન્સિસ્ટમાં બે દિવસ બેંગકોક રહેવું પડશે.
એરલાઇન કંપનીના બધા જ ફોન પર લાંબી લાઈનો, કોઈ નવી ટિકિટ મળે નહિં. ભારતથી સીધી પર્થની કોઈ ફ્લાઈટ નહીં હોવાથી અન્ય દેશમાં ઉતરવાનું જોખમ લેવાય તેમ નહોતું.
આ ઉપરાંત, તેમને ભારતથી મેલ્બર્ન કે સિડની જાય તો ચૌદ દિવસ ક્વોરન્ટાઇનમાં ક્યાં પસાર કરવા તે અંગેની મૂંઝવણ પણ હતી.

અમિતભાઇએ સિંગપોર, એતિહાદ અને એર ઇન્ડિયા જેવી એરલાઇનનો સંપર્ક કર્યો પરંતુ કોઈ ચોકક્સ માહિતી ન મળી. અંતે અમદવાદના એજન્ટ અને પર્થમાં રહેતા મિત્રોએ મદદ કરી.

નડિયાદના મિત્ર દેવાંગભાઈ પટેલે ત્રણ વ્યક્તિ માટે બીજા જ દિવસની એટલે કે 19 માર્ચની ટિકિટ બુક કરાવી.

ઓસ્ટ્રેલિયાએ નાગરિકો – પર્મેનન્ટ રેસીડેન્ટ્સ સિવાયના લોકો પર પ્રતિબંધ ફરમાવ્યો

જે બીક હતી તેમ જ થયું. ઓસ્ટ્રેલિયામાં બીજા દિવસે રાતથી જ નાગરિકો અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સ સિવાયના લોકોના ઓસ્ટ્રેલિયા આવવા પર પ્રતિબંધ શરૂ થયો.

પરંતુ સદનસીબે, જે દિવસે રાત્રે 9 વાગ્યાથી નિયમ અમલમાં આવતો હતો ત્યારે સવારે જ ભારતીય પાસપોર્ટ ધરાવતી યુવતી સહિતનો પરિવાર હેમખેમ પર્થ પહોંચ્યો.


Share
Published 31 March 2020 2:14pm
Updated 31 March 2020 4:03pm
By SBS Gujarati
Source: SBS


Share this with family and friends