ઓસ્ટ્રેલિયા - ભારત વચ્ચે વૈપારિક કરાર આ અઠવાડિયાથી લાગૂ

ભારતના યુવાનોને વર્ક એન્ડ હોલીડે વિસા ફાળવવામાં આવશે. ઓસ્ટ્રેલિયાથી નિકાસ થતી વિવિધ ચીજવસ્તુઓ પર જકાત નાબૂદ થશે.

Prime Minister Anthony Albanese with Indian prime minister Narendra Modi

Prime Minister Anthony Albanese with Indian prime minister Narendra Modi. Source: PMO

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થાય તે માટે બંને દેશોએ વૈપારીક કરાર કર્યા છે.

ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ દ્વારા બંને દેશોના વિવિધ વેપાર - ઉદ્યોગો માટે નવી તકોનું નિર્માણ થશે તેમ ઓસ્ટ્રેલિયન સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

વૈપારિક કરાર 29મી ડિસેમ્બર 2022થી લાગૂ થવા જઇ રહ્યો છે.

જે અંતર્ગત, ઓસ્ટ્રેલિયાથી ભારત નિકાસ થતી 85 ટકા વસ્તુઓ પરનો જકાત નાબૂદ થશે અને અન્ય 5 ટકા વસ્તુઓ પરનો ઉંચો જકાત ઓછો કરવામાં આવશે.

કરારનો પ્રથમ તબક્કો 29મી ડીસેમ્બરના રોજ તથા બીજો તબક્કો 1લી જાન્યુઆરી 2023ના રોજ અમલમાં આવશે.

ઓસ્ટ્રેલિયા - ઇન્ડિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) અંગે વડાપ્રધાન એન્થની એલ્બાનિસીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.
ANTHONY ALBANESE PRESSER
Australian Trade Minister Don Farrell (left) with Prime Minister Anthony Albanese. Source: AAP / JAMES ROSS/AAPIMAGE Source: AAP / JAMES ROSS/AAPIMAGE
ઓસ્ટ્રેલિયા તથા ભારત બંને આર્થિક ક્ષેત્રોમાં ભાગીદારી કરીને સંબંધો વધુ મજબૂત કરવા પર કાર્ય કરી રહ્યા છે. અને ECTA બંને તેનો મુખ્ય તબક્કો છે.

બંને દેશોના કરાર દ્વારા ઓસ્ટ્રેલિયાથી નિકાસ થતી ચીજવસ્તુઓ પર દર વર્ષે 2 બિલિયન ડોલરની કિંમતના જકાતની બચત થશે તથા દેશના વેપાર - ઉદ્યોગો વર્ષે આયાત પર 500 મિલિયન ડોલરની બચત કરી શકશે.

ઓસ્ટ્રેલિયાથી નિકાસ થતા ચોક્કસ પ્રકારના ખનિજ, દવાઓ, સૌદર્ય પ્રસાધનો, દાળ, માછલી - દરિયાઇ ખાદ્યપદાર્થો, કૃષિ ઉત્પાદનો તથા વાઇન જેવી ચીજવસ્તુઓ પર જકાત ઓછો લાગૂ થશે.
ઓસ્ટ્રેલિયાના વેપાર - ઉદ્યોગો આ કરાર દ્વારા 85 જેટલા ભારતીય વૈપારિક ક્ષેત્રોની સુવિધાનો લાભ મેળવી શકશે.

બીજી તરફ, ભારત દ્વારા નિકાસ પર લાગૂ કરવામાં આવતો જકાત નાબૂદ કરવાના નિર્ણયથી ઓસ્ટ્રેલિયાના નિકાસકારોને લાભ થશે તેમ કેન્દ્રીય વેપાર અને પ્રવાસન મંત્રી ડોન ફરેલે જણાવ્યું હતું,
તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં વધુ ઓસ્ટ્રેલિયન નિકાસકારોને ભારતમાં વેપાર કરવા પ્રોત્સાહન પ્રાપ્ત થશે.
ECTA માં વર્ક એન્ડ હોલીડે પ્રોગ્રામની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત ભારતના યુવાનો માટે 1000 વિસા ફાળવવામાં આવશે. જેથી રીજનલ ઓસ્ટ્રેલિયામાં કર્મચારીઓની અછતને પૂરી કરવાની તક પ્રાપ્ત થશે.

ભારતના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાંથી ડીગ્રી પ્રાપ્ત કરીને વર્ક વિસા મેળવી શકશે. તથા, STEM શાખામાંથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ વધુ એક વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકશે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share

Published

By Vatsal Patel
Source: SBS

Share this with family and friends