આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ટેમ્પરરી માઇગ્રન્ટ્સ સુપરએન્યુએશનમાં થતી છેતરપિંડીથી બચે

કોરોનાવાઇરસના કારણે નાણાકિય મુશ્કેલીનો સામનો કરતા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સુપરએન્યુએશનમાંથી વહેલો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી આન્દ્રેસના જણાવ્યા પ્રમાણે, તેના નોકરીદાતાએ તેને સુપરએન્યુએશન ફંડ ચૂકવ્યું જ નથી.

Superannuation

Uzmanlar superannuation’ın yaşlılığınız için son derece etkili bir tasarruf yöntemi olduğunu belirtiyor. Source: Getty Images

કોરોનાવાઇરસના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સરકારે સુપરએન્યુએશનમાંથી ઉપાડ કરવાની યોજના અમલમાં મૂકી હતી.

ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસના આંકડા પ્રમાણે, અત્યાર સુધીમાં 975 મિલિયન ડોલર જેટલું સુપરએન્યુએશન ટેમ્પરરી વિસાધારકોને ચૂકવવામાં આવ્યું છે.

જેમાંથી 220 મિલિયન ડોલર 20થી 25 વર્ષની ઉંમર ધરાવતા લોકોને આપવામાં આવ્યું છે.

આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી

કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જ્યારે તેમના સુપરએન્યુએશન ફંડમાંથી ઉપાડ માટે અરજી કરી ત્યારે તેમને જાણ થઇ કે તેમના નોકરીદાતાએ તેમના સુપરએન્યુએશન એકાઉન્ટમાં નાણા જમા કરાવ્યા જ નહોતા.

આ અંગે વાત કરતા કોલંબિયાના 27 વર્ષીય આન્દ્રેસ પુયેર્ટોએ જણાવ્યું હતું કે, તે ત્રણ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે અને, હાલમાં ટોરેન્સ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ બિઝનેસ ઇન્ફર્મેશન સિસ્ટમનો અભ્યાસ કરે છે.
International students
Source: AAP
કોરોનાવાઇરસના કારણે નોકરી છૂટી જતા તેણે 3500 ડોલર ઉપાડવા માટે અરજી કરવા વિચાર્યું ત્યારે તેને ખબર પડી કે તેના નોકરીદાતાએ તેને એ ફંડ ચૂકવ્યું જ નહોતું.

તેણે SBS News ને જણાવ્યું હતું કે તેણે જ્યારે નોકરીદાતાને આ અંગે પૂછપરછ કરી તો કોઇ જવાબ મળ્યો નહીં.

નોકરીદાતાએ થોડા મહિના બાદ તેને જણાવ્યું કે તે દેવાદાર થઇ ગયા હોવાથી તેને નાણા થોડા સમય બાદ ચૂકવવામાં આવશે. જોકે, આન્દ્રેસને હજી પણ સુપરએન્યુએશન ચૂકવવામાં આવ્યું નથી.

અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેને પગારની સ્લિપમાં સુપરએન્યુએશનની ચૂકવણી દર્શાવવામાં આવતી હતી પરંતુ જ્યારે સુપરએન્યુએશનનું એકાઉન્ટ તપાસ્યું તો તેમાં તે નાણા જમા થતા નહોતા.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી વધી

રેડફર્ન લીગલ સેન્ટરના શર્મીલા બાર્ગોને જણાવ્યું હતું કે, આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથે સુપરએન્યુએશન ફંડમાં છેતરપિંડી થઇ હોવાની ફરિયાદોમાં વધારો થયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, નોકરીદાતા કર્મચારી સાથે સુપરએન્યુએશનમાં છેતરપિંડી કરે છે અને જ્યારે તેમનો વેપાર મુશ્કેલીનો સામનો કરતો હોય ત્યારે તેઓ સૌ પ્રથમ તેમનું સુપરએન્યુએશનમાં નાણા જમા કરાવતા નથી.
Sharmilla Bargon
Sharmilla Bargon from Redfern Legal Centre says requests for help from international students have increased. Source: SBS News

સુપરએન્યુએશનમાં છેતરપિંડી અંગે કેવા પગલા લઇ શકાય

ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુપરએન્યુએશન ફંડમાં થઇ રહેલી છેતરપિંડી અંગે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2019-20ના પ્રથમ છ મહિનામાં તેમણે 9000 વ્યવસાયોને સંપર્ક કર્યો હતો અને 406.5 મિલિયન ડોલરની બાકી ઉઘરાણી કરી હતી.

જો કોઇ કર્મચારી સાથે તેમના નોકરીદાતા સુપરએન્યુએશનમાં છેતરપિંડી કરે તો તેઓ ઓસ્ટ્રેલિયન ટેક્સ ઓફિસનો સંપર્ક કરી શકે છે.

આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સમયાંતરે તેમનું સુપરએન્યુએશન ફંડ, પગાર ચૂકવણીની સ્લિપ અને તેમના હકો વિશે જાણ રાખવી જરૂરી છે.

વિદ્યાર્થીઓ માટે એપ્લિકેશન ઉપલબ્ધ

ન્યૂ સાઉથ વેલ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બહુભાષીય એપ્લિકેશન ​ ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી. 50,000 વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ શકે છે.

વિદ્યાર્થીઓને નોકરી અને સુપરએન્યુએશન વિશે પણ જાણકારી મળી શકે છે.


Share
Published 29 June 2020 4:32pm
By Catalina Florez
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends