ગુજરાતીઓનો પસંદગીનો તહેવાર એટલે ઉત્તરાયણ. 14 તથા 15 જાન્યુઆરીના દિવસે ગુજરાતમાં સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે. ભારત બહાર રહેતા ગુજરાતીઓ ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે આ દિવસો દરમિયાન પોતાના વતન પણ જતા હોય છે.
જોકે, અહીં ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો ઉત્તરાયણનો તહેવાર મનાવવાથી વંચિત ન રહી જાય તે માટે ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન થઇ રહ્યું છે. સિડની, મેલ્બોર્ન, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને એડિલેડમાં કાઇટ ફેસ્ટિવલ ઉજવાશે જેમાં પરિવાર, મિત્રો સાથે જઇને પતંગ ચગાવવાની મજા માણી શકાય છે.
Image
સિડની
12 જાન્યુઆરી 2020
પ્રવેશ ફ્રી
ક્યાં: કેસલ હીલ શો ગ્રાઉન્ડ, કેસલ હીલ, સિડની
સમય: સવારે 10થી વાગ્યાથી
પતંગ ચગાવવા માટે પતંગ તથા દોરી સ્થળ પરથી મેળવી શકાશે.
Image
મેલ્બર્ન
11 જાન્યુઆરી 2020
પ્રવેશ ફ્રી
ક્યાં: કેસી સેન્ટ્રલ ટાઉન પાર્ક, નારે વરન સાઉથ
સમય: સવારે 10.30થી સાંજે 5 વાગ્યા સુધી
મેલ્બોર્ન ખાતેના કાઇટ ફેસ્ટિવલમાં બાળકો માટે વિવિધ ફન એક્ટિવિટી - રાઇડ્સ, ખાણીપીણી, લાઇવ ડી.જે. મ્યુઝીકની મજા માણી શકાશે. પતંગ ચગાવવા માટે પતંગ - દોરી સ્થળ પરથી મેળવી શકાશે.
Image
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ગુજરાતી સમાજન ઓફ કેનબેરા દ્વારા કેનબેરામાં ઉત્તરાયણનો તહેવાર ઉજવાશે.
12 જાન્યુઆરી 2020
પ્રવેશ ફ્રી
ક્યાં: હોલ શોગ્રાઉન્ડ 101, 15 ગ્લેડસ્ટન સ્ટ્રીટ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી 2618
સમય: સવારે 9.00થી બપોરે 1 વાગ્યા સુધી
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી ખાતેના કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ચગાવવાની સાથે ઘણી ફન એક્ટીવીટી અને ખાણીપીણીની મજા માણી શકાશે. પતંગ ચગાવવા માટે પતંગ - દોરી સ્થળ પરથી મેળવી શકાશે.
Image
એડિલેડ
11થી 13 એપ્રિલ 2020
ક્યાં: સેમાફોર બિચ, ફોરશોર, સાઉથ ઓસ્ટ્રેલિયા 5019
પ્રવેશ ફ્રી
સમય: સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી
ઇસ્ટર વીકેન્ડ દરમિયાન પરિવાર સાથે પતંગની મજા માટે એડિલેડ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની મુલાકાત લઇ શકાય છે. વિવિધ દેશોમાંથી આવનારા પતંગબાજો આ ફેસ્ટિવલમાં રંગબેરંગી પતંગો ચગાવશે.