Anzac Day સાથે સંકળાયેલા ચિન્હો
Anzac Day સાથે અમુક ચિન્હો સંકળાયેલા છે. આ દિવસે લોકો કોટમાં નાની ડાળી ધારણ કરે છે. આ છોડ ગલીપોલી પેનીન્સુલા ખાતે ઉગતો હતો. ગલીપોલી વિસ્તારમાં ઉગતા અન્ય છોડ, ગુલાબના બીજને સૈનિકો ઓસ્ટ્રેલિયા લાવ્યા હતા. જેનો દેશના રહેવાસીઓએ પ્રચાર કર્યો છે.
લાલ ખસખસએ મૂળ યુરોપના પ્રદેશોમાં જોવા મળતું ફૂલ છે. જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુદ્ધના મેદાનમાં ખીલ્યું હતું. યુદ્ધમાં શહિદ થનારા ઓસ્ટ્રેલિયાના સૈનિકોને યાદ કરવા માટે Anzac Day ના રોજ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
Ode of Remembrance એટલે કે શહિદોને શ્રદ્ધાંજલિ. યુદ્ધમાં બલિદાન આપનારા સૈનિકોની યાદમાં Anzac Day ના રોજ આ કાવ્યનું પઠન કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલ સાથે સંકલન કરીને SBS એ 45 ભાષાઓમાં Ode of Remembrance પ્રસ્તુત કર્યું છે.
Anzac biscuit અન્ય એક ચિન્હ
Anzac biscuit એ આ દિવસ સાથે સંકળાયેલું વધુ એક ચિન્હ છે. જેના દ્વારા દેશ માટે બલિદાન આપનારા સૈનિકોને યાદ કરાય છે.
ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડમાં લોકપ્રિય એવું Anzac biscuit ગળ્યું હોય છે. તેને જવ, લોટ, ખાંડ, માખણ, ગોલ્ડન સિરપ, બેકિંગ સોડા, ગરમ પાણી તથા કોકનટ પાવડરથી બનાવવામાં આવે છે.
Chewy anzac biscuits & rosemary stem cutting on cooling rack. Source: iStockphoto / Tim Allen/Getty Images/iStockphoto
Two-up રમતનું આયોજન
Two-up રમત ઘણી જ આસાન છે પરંતુ, તેને ફક્ત Anzac Day ના રોજ જ રમી શકાય છે.
આ રમતમાં, હવામાં 2 સિક્કા ઉછાળવામાં આવે છે અને તે હેડ કે ટેલ્સ પડશે તે અંગે શરત લગાવવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયામાં સામાન્ય રીતે આ રમત રમવી ગેરકાયદેસર છે પરંતુ Anzac Day ના રોજ તેને રમવાની મંજૂરી આપવામાં આવી છે.
Two-up is played around Australia on Anzac Day. Source: AAP / AAP Image/Tara Ravens
ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલ ખાતે ઇતિહાસના તજજ્ઞ ક્રેગ તિબ્બીટ્સ જણાવે છે કે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકો આ રમત રમતા હતા. Anzac Day પર આ રમત રમવાની પરંપરા યથાવત છે.
તેઓ ઉમેરે છે કે Anzac Day ના પ્રથમ ભાગમાં લોકો વહેલી પરોઢે સૈનિકોના બલિદાનને યાદ કરે છે જ્યારે દિવસના અન્ય ભાગમાં લોકો હળવાશની પળોમાં આ રમત રમે છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.