Feature

ઓસ્ટ્રેલિયામાં માનસિક આરોગ્યને લગતી સેવાઓ વિશે તમારી ભાષામાં માહિતી

ઓસ્ટ્રેલિયા રહેતા અંગ્રેજી સિવાયની ભાષા બોલતા લોકો માનસિક આરોગ્યને લગતી સેવાઓ તેમની જ ભાષામાં મેળવી શકે છે. તમારા રાજ્યો કે ટેરીટરીમાં આ સેવા કેવી રીતે મેળવી શકાય તે વિશે વધુ માહિતી.

covid 19, mental health

Mental health challenges during COVID-19 Source: Getty Images/Visoot Uthairam

માનસિક આરોગ્યને લગતી સર્વિસ વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેમાંથી મોટાભાગની સર્વિસ રાજ્ય સ્તર પર ચલાવવામાં આવે છે.

કોરોનાવાઇરસની પરિસ્થિતીના કારણે માનસિક આરોગ્યને લગતી સુવિધાની જરૂર પડી છે. જેમ કે, માનસિક તણાવ, ચિંતા, માનસિક બિમારી જેમ કે આઘાત પછીનો તણાવ, વ્યક્તિત્વ વિકારની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. 

મોટાભાગના કેસમાં, સંસ્થાઓ પાસે તેમની પોતાની દુભાષિયાની સેવા ઉપલબ્ધ હોતી નથી એટલે તેઓ કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ સર્વિસનો ઉપયોગ કરે છે. ભાષાંતરની સર્વિસ TIS  150 ભાષામાં ફોન અને ઓન-સાઇટ ભાષાંતરની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

 પ્રોજેક્ટ મેન્ટલ હેલ્થ ઓસ્ટ્રેલિયા દ્વારા ચલાવવામાં આવે છે જેમાં બહુસાંસ્કૃતિક તથા વિવિધ ભાષાકિય સમુદાયોમાંથી આવતા લોકોને માનસિક આરોગ્યને લગતા સ્ત્રોત, સર્વિસ તથા માહિતી મળી રહે છે. 

ધ ફોરમ ઓફ ઓસ્ટ્રેલિયન સર્વિસીસ ફોર સર્વાઇવર્સ ઓફ ટોર્ચર એન્ડ ટ્રોમા (FASSTT) એ ઓસ્ટ્રેલિયાની 8 વિશેષજ્ઞ રીહેબિલિટેશન એજન્સીનું નેટવર્ક છે. તેઓ વિદેશથી ઓસ્ટ્રેલિયા આવીને સતામણી અને આઘાતનો ભોગ બનેલા લોકો સાથે કાર્ય કરે છે. આ સંસ્થા સાથે કાર્ય કરતા મોટાભાગના લોકો રેફ્યુજી તરીકે ઓસ્ટ્રેલિયા આવ્યા હોય છે. ઓસ્ટ્રેલિયાના દરેક રાજ્ય અને ટેરીટરીમાં આ સંસ્થાની એક સભ્ય સંસ્થા છે. -

માનસિક આરોગ્ય માટે રાષ્ટ્રીય સ્તરની લાઇફલાઇન અને સર્વિસ

Beyond Blue વિવિધ ભાષામાં માહિતી ઉપલબ્ધ કરાવે છે. 

આરોગ્ય વિભાગે કોવિડ-19 મેન્ટલ હેલ્થ કેમ્પેઇનનું વિવિધ ભાષાઓમાં ભાષાંતર કર્યું છે. 

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સ મેન્ટલ હેલ્થ લાઇન

ન્યૂ સાઉથ વેલ્સમાં દરેક વ્યક્તિ માટે માનસિક આરોગ્યને લગતી સર્વિસ 24 કલાક તથા 7 દિવસ 1800 011 511 પર ઉપલબ્ધ છે. 

બહુસાંસ્કૃતિક માનસિક આરોગ્ય સેન્ટર

આ રાજ્ય સ્તરની સેવા છે જેમાં બહુસાંસ્કૃતિક તથા ભાષાકીય દ્રષ્ટિએ વિવિધતા ધરાવતા સમુદાયો માનસિક આરોગ્યને લગતી સેવાનો લાભ લઇ શકે છે. સેવા દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે માર્ગદર્શન, પ્રોત્સાહન તથા શિક્ષણ અને ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ સંસ્થા ન્યૂ સાઉથ વેલ્સ હેલ્થની માનસિક આરોગ્યને લગતી સર્વિસ સાથે જોડાયેલા લોકોને દ્વીભાષી ચિકીત્સકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડે છે. આ સેવાનો લાભ લેવા માટે સ્થાનિક માનસિક આરોગ્યની ટીમ દ્વારા ભલામણ પત્ર જરૂરી છે. સંસ્થાના સ્ટાફ અન્ય ભાષામાં સેવા આપવા અસમર્થ હોય તો TIS દ્વારા અનુવાદની સેવા અહીં ઉપલબ્ધ છે.

સર્વિસ ફોર ધ ટ્રીટમેન્ટ એન્ડ રીહેબિલીટેશન ફોર ટોર્ચર એન્ડ ટ્રોમા સર્વાઇવર્સ (STARTTS)

STARTTS સંસ્થા આઘાતનો સામનો કરનારા રેફ્યુજી તથા સમુદાય ઓસ્ટ્રેલિયામાં નવેસરથી જીવનની શરૂઆત કરી શકે તે માટે માનસિક સારવાર, સહયોગ અને પ્રોત્સાહન આપે છે.

સંસ્થા દ્વારા અન્ય ભાષામાં સુવિધા ઉપલબ્ધ ન હોય તો TIS ની અનુવાદની સેવા    નો લાભ લઇ શકાય છે.

વિક્ટોરીયા

ફાઉન્ડેશન હાઉસ ફોર સર્વાઇવર્સ ઓફ ટોર્ચર

આ સંસ્થા શરણાર્થી લોકોને અંગ્રેજી, અરેબિક, બર્મીસ, હાકા ચીન, દારી, ડીન્કા, કરેન, પર્સિયન, સ્વાહિલી, તમિલ તથા તીગ્રીન્યા ભાષામાં સર્વિસ ઉપલબ્ધ કરાવે છે.

તમે આ સેવાનો લાભ મેળવવા માટે યોગ્ય લાયકાત ધરાવો છો કે કેમ તે અહીંથી તપાસો.

સંસ્થા દ્વારા અન્ય ભાષામાં સુવિધા ઉપલબ્ધ ન હોય તો TIS ની અનુવાદની સેવા    નો લાભ લઇ શકાય છે.

વિક્ટોરીયા પાસે માનસિક આરોગ્યને લગતી માહિતી વિવિધ ભાષામાં ઉપલબ્ધ છે. આ વિક્ટોરીયન સરકારની પહેલ છે અને તેનું સંચાલન સેન્ટર ફોર કલ્ચર કરી રહ્યું છે. વિવિધ ભાષામાં આરોગ્યને લગતી માહિતીનો વિશાળ જથ્થો સંસ્થા પાસે છે.

વિક્ટોરીયાની અન્ય બે સંસ્થાઓ માનસિક આરોગ્યને લગતી તાલિમ ઉપલબ્ધ કરાવે છે. પરંતુ, તેઓ વ્યક્તિગત રીતે સેવા પૂરી પાડતી નથી.

એક્શન ઓન ડીસેબિલિટી ઇન એથનિક કમ્યુનિટીસ (ADEC)

ADEC ટ્રાન્સકલ્ચરલ મેન્ટલ હેલ્થ એક્સેસ પ્રોગ્રામ (TMHAP) બહુસાંસ્કૃતિક સમુદાયના લોકોને માનસિક આરોગ્યને લગતી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. તે સમુદાયના લોકો માટે કાર્ય કરી તેમનામાં માનસિક આરોગ્ય અંગેની મુશ્કેલી વિશે જાગૃતિ લાવે છે અને તેમને માનસિક આરોગ્ય તથા કેરર સર્વિસ કેવી રીતે મેળવી શકાય તેનું માર્ગદર્શન પૂરું પાડે છે.

તેઓ સમુદાયના લોકો મોટી સંખ્યામાં માનસિક આરોગ્યને લગતી સેવાનો લાભ લઇ શકે તે માટે વિવિધ વ્યૂહરચના પણ ઘડે છે.

વિક્ટોરીયન ટ્રાન્સકલ્ચરલ મેન્ટલ હેલ્થ (VTMH)

આ સંસ્થા પહેલા વિક્ટોરીયન ટ્રાન્સકલ્ચરલ સાઇક્રેટી યુનિટ (VTPU) તરીકે ઓળખાતી હતી. VTMH સંસ્થા બહુસાંસ્કૃતિક તથા બહુભાષીય સમુદાયના ઉપભોક્તા તથા કેરર સાથે કાર્ય કરતા વ્યવસાયિકોને માનસિક આરોગ્ય અને માનસિક રોગને લગતી સેવા પૂરી પાડે છે.

તે અંતર્ગત, ચિકિત્સકો માટે પૂછપરછ, સામુદાયિક વિકાસ, શિક્ષણ, ઉપભોક્તા તથા કેરર ભાગ લઇ શકે તેવા કાર્યક્રમોનું આયોજન કરે છે પરંતુ આ સેવાનો લાભ વ્યક્તિગત રીતે લઇ શકાતો નથી.

ક્વિન્સલેન્ડ

ક્વિન્સલેન્ડ ટ્રાન્સકલ્ચરલ મેન્ટલ હેલ્થ સેન્ટર (QTMHC)

QTMHC સંસ્થા રાજ્ય સ્તર પર કાર્ય કરે છે. આ સંસ્થા બહુસાંસ્કૃતિક તથા બહુભાષીય સમુદાયના લોકો માનસિક આરોગ્યને લગતી સેવાનો લાભ યોગ્ય રીતે લઇ શકે છે કે કેમ તે સુનિશ્ચિત કરે છે.

ભાષાંતર કરેલી માહિતી અહીંથી મેળવી શકાય છે.

આ ઉપરાંત, તજજ્ઞો અને માનસિક આરોગ્ય સાથે સંકળાયેલા સ્થાનિક સંયોજકોની સેવા અહીં ઉપલબ્ધ છે.

ક્વિન્સલેન્ડ પ્રોગ્રામ ઓફ આસિસ્ટન્સ ટુ સર્વાઇવર્સ ઓફ ટોર્ચર એન્ડ ટ્રોમા (QPASTT)

ઓસ્ટ્રેલિયા આવ્યા અગાઉ અથવા વર્તમાન સમયમાં આઘાત સહન કરનારા શરણાર્થીઓના આરોગ્ય અને સુખાકારી માટે QPASTT સંસ્થા કાર્ય કરે છે.

તે આઘાતમાંથી બહાર આવેલા લોકોને માનસિક તથા સામાજિક સહયોગ તથા માર્ગદર્શન આપે છે.

વર્લ્ડ વેલનેસ ગ્રૂપ

બ્રિસબેન સ્થિત વર્લ્ડ વેલનેસ ગ્રૂપે બહુસાંસ્કૃતિક તથા બહુભાષીય સમુદાય માટે નીચેના કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.

ધ મલ્ટિકલ્ચરલ સાયકોલોજીકલ થેરાપી પ્રોગ્રામ – બ્રિસબેનના ઉત્તર તથા દક્ષિણ વિસ્તારમાં વસવાટ કરતા બહુસાંસ્કૃતિક તથા બહુભાષીય સમુદાયને સેવાનો લાભ આપે છે. નિમ્નથી મધ્ય પ્રમાણમાં માનસિક માંદગીનો સામનો કરતા લોકોના માનસિક આરોગ્ય માટે આ સેવા કાર્યરત છે.

રેફ્યુજી અને શરણાર્થીઓના આરોગ્યની સેવા – આ સમુદાયના લોકોના આરોગ્યને લાંબાગાળા માટે નકારાત્મક અસર ન થાય તે માટે સુરક્ષિત અને સંકલિત સારસંભાળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આરોગ્યની સેવાઓ – વિવિધ સમુદાયના લોકોના આરોગ્યની બાબતોમાં નિષ્ણાત સંસ્થા ઓવરસીસ સ્ટુડન્ટ હેલ્થ કવર (OSHC)  ધરાવતા અને બહુસાંસ્કૃતિક સમાજમાંથી આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પણ પોતાની સેવા આપે છે.

કલ્ચર ઇન માઇન્ડ એ સમુદાયિક કાર્યક્રમ છે જેમાં ગ્રેટર બ્રિસબેનમાં રહેતા બહુસાંસ્કૃતિક તથા બહુભાષીય સમાજના 18 વર્ષથી મોટી ઉંમરના લોકોના માનસિક આરોગ્યને લગતી સેવા પૂરી પડાય છે.

હાર્મની પ્લેસ

હાર્મની પ્લેસ બિન – સરકારી બહુસાંસ્કૃતિક સમુદાય માટેની સંસ્થા છે. તેના દ્વારા બહુસાસ્કૃતિક તથા બહુભાષીય સમાજના લોકો માનસિક આરોગ્યને લગતી સેવાનો લાભ લઇ શકે છે. તેઓ માઇગ્રન્ટ્સ અને તેમના બાળકો, રેફ્યુજી તથા શરણાર્થીઓ, સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ તથા તેમના સાથીદારો સહિત 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે કાર્ય કરે છે. તે સમગ્ર ક્વિન્સલેન્ડમાં કાર્યરત છે. જોકે, સાઉથઇસ્ટ ક્વિન્સલેન્ડના વિસ્તાર, લોગન, ઇસ્પવિચ તથા ગોલ્ડ કોસ્ટમાં વધુ ભાર આપવામાં આવે છે.

મેન્ટલ હેલ્થ લાઇન

1300 MH CALL (1300 642255)  એ માનસિક આરોગ્યને લગતી ગોપનીય ટેલિફોન સુવિધા છે. જે ક્વિન્સલેન્ડના લોકોને માનસિક આરોગ્યને લગતી સેવાઓ વિશે વધુ જાણકારી ઉપલબ્ધ કરાવે છે.

TIS ની ભાષાંતરને લગતી સુવિધા અહીં ઉપલબ્ધ છે.

નોધર્ન ટેરીટરી

MHACA (સેન્ટ્રલ ઓસ્ટ્રેલિયા)

આ સર્વિસ માનસિક આરોગ્યને લગતી બિમારી સામે ઝઝૂમી રહેલા 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ઉપલબ્ધ છે. અનુવાદકની સેવા એપોઇન્ટમેન્ટ દ્વારા ઉપલબ્ધ થાય છે. જેમાં ચાઇનીસ, ઉર્દુ, આઇરીશ તથા હિન્દી અનુવાદકોનો સમાવેશ થાય છે.

TeamHealth (Darwin)

માનસિક આરોગ્ય સાથે સંકળાયેલી બાબતોથી ચિંતાગ્રસ્ત હોય અથવા અન્યાયનો સામનો કરતા નોધર્ન ટેરીટરીમાં રહેતા લોકોને સર્વિસ પૂરી પાડવામાં આવે છે.  

TIS ની ભાષાંતરને લગતી સુવિધા અહીં ઉપલબ્ધ છે. વેબસાઇટ પર 80થી વધુ ભાષાઓમાં ઓટોમેટીક ભાષાંતરની સુવિધા મળી રહે છે.

Melaleuca Refugee Centre

આ નોટ-ફોર-પ્રોફિટ સંસ્થા છે. જે રેફ્યુજી અને માઇગ્રન્ટ્સ સમુદાયના લોકો અને પરિવારોને વ્યક્તિ કેન્દ્રીય માનવિય સેવાઓ આપે છે. તેઓ પરિવાર, વયસ્ક, બાળકો અને યુવાનોને મફતમાં સેવા પૂરી પાડે છે.  

The Northern Territory Mental Health Coalition (NTMHC)

NTMHC સમગ્ર નોધર્ન ટેરીટરીમાં સમુદાય દ્વારા સંચાલિત માનસિક આરોગ્યની સેવાઓ માટેની ટોચની સંસ્થા છે.

Northern Territory Mental Health Line: 1800 682 288

રાજ્ય સ્તરની માનસિક આરોગ્યને લગતી સેવાઓ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન દ્વારા મેળવી શકાય છે. આ સેવા જરૂર હોય તો ભાષાંતર પણ ઉપલબ્ધ કરાવે છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા

Association for Services to Torture and Trauma Survivors (ASeTTS)

ASeTTS સંસ્થા ત્રાસ તથા આઘાતનો સામનો કરી ચૂકેલા રેફ્યુજી લોકોને તેમનું જીવન ફરીથી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અરેબિક, ડિન્કા, કરેન, કિરુન્ડી ભાષાઓમાં આ સેવા ઉપલબ્ધ છે.

West Australian Transcultural Mental Health Centre

આ સેવા માત્ર રોયલ પર્થ હોસ્પિટલમાં અને દર્દીને રજા અપાયા બાદ ત્રણ સત્ર માટે ઉપલબ્ધ છે. અનુવાદક વ્યક્તિગત રીતે અથવા ફોન પર સેવા આપી શકે છે.

તાસ્માનિયા

Phoenix Centre

આ સંસ્થા માઇગ્રન્ટ્સ રીસોર્સ સેન્ટર અંતર્ગત કાર્યરત છે. તે આઘાત તથા ત્રાસનો સામનો કરી ચૂકેલા લોકો માટે ખાસ સેવા પૂરી પાડે છે. આ સંસ્થા વ્યક્તિગત અને સમુદાયને તેમના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન અને વિવિધ પ્રકારની તાલિમ પૂરી પાડે છે. સંસ્થાના કર્મચારીઓ હોબાર્ટ અને લોન્સેસ્ટનમાં કાર્યરત છે જે સમગ્ર રાજ્યમાં સર્વિસ આપે છે.

તાસ્માનિયાની સરકાર સરકારી દવાખાના, જીપી અને અન્ય નિષ્ણાતો દ્વારા માનસિક આરોગ્ય સાથેની સેવા ઉપલબ્ધ કરાવે છે. આ સેવાઓ વિશે વધુ માહિતી અહીં ઉપલબ્ધ છે.  

પરામર્શ કરવા માટેની હેલ્પલાઇન 1800 332 388 છે.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

Companion House, Assisting Survivors of Torture and Trauma

આ સંસ્થા શરણાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં ફરીથી પોતાનું જીવન શરૂ કરવા માટે મદદ કરે છે. સંસ્થા દ્વારા ઉપલબ્ધ સેવાઓમાં માનસિક આઘાતમાંથી બહાર આવવા માટેની સર્વિસનો પણ સમાવેશ થાય છે.

સંસ્થાના કાઉન્સિલર લાંબાગાળાથી વસ્યા હોય તેવા તથા નજીકના ભૂતકાળમાં જ ઓસ્ટ્રેલિયા આવ્યા હોય તેવા બંને પ્રકારના શરણાર્થીઓ સાથે કાર્ય કરે છે.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીની માનસિક સ્વાસ્થ્ય સેવાનો ફોન પર (1800 629 354 અથવા 02 6205 1065) અથવા તેની વેબસાઇટ દ્વારા સંપર્ક કરી મદદ મેળવી શકાય છે.

સાઉથ ઓસ્ટ્રેલિયા

Relationships Australia

પર્સનલ એજ્યુકેશન એન્ડ કમ્યુનિટી એમ્પાવર્મેન્ટ (PEACE) સંસ્થા બહુસાંસ્કૃતિક તથા બહુભાષીય સમુદાયના લોકોને તેમના વિસાની પરિસ્થિતી ધ્યાનમાં રાખ્યા વિના સર્વિસ પૂરી પાડે છે. સંસ્થા વ્યક્તિગત, પરિવારો તથા સમુદાયોને તેમની સેવા આપે છે.  

Survivors of Torture and Trauma Assistance and Rehabilitation Service, STTARS

STTARS એ એક વિશેષજ્ઞ સંસ્થા છે. જે રેફ્યુજી અને શરણાર્થી લોકોને માનસિક સ્વાસ્થ્ય અંગેની સેવાઓ પૂરી પાડે છે. આ સેવાઓ નિ:શૂલ્ક છે અને વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં કેટલા સમયથી સ્થાયી છે તેને ધ્યાનમાં લીધા વિના ઉપલબ્ધ થઇ શકે છે. STTARS ની સેવાઓ વેઇલિંગ લિસ્ટ દ્વારા મળી રહે છે. પરંતુ તેની પ્રાથમિકતા જરૂરિયાતના આધારે નક્કી કરાય છે.

વિશેષજ્ઞ કાઉન્સિલર્સ તથા અનુવાદકોની સેવાઓ મફતમાં પૂરી પાડવામાં આવે છે. તથા સંપૂર્ણ રીતે તેમાં ગોપનીયતા જાળવવામાં આવે છે.

આ સેવા બાળકો, યુવાનો, પરિવારો અને શરણાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમ ઉપલબ્ધ કરાવે છે.


ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.

કોરોનાવાઇરસનો ટેસ્ટ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તોડોક્ટરને ફોન કરોઅથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.

કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી કોરોનાવાઇરસ ટ્રેસિંગ એપ COVIDSafe તમારા ફોનના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.

SBS ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોને કોરોનાવાઇરસ વિશેની તમામ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. સમાચાર અને માહિતી  પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.


Share
Published 15 July 2021 1:31pm
By SBS/ALC Content
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends