આગામી 1લી જુલાઇથી સુપરએન્યુએશનમાં આવી રહેલા ફેરફારથી લગભગ મોટાભાગના ઓસ્ટ્રેલિયન્સ અજાણ છે. સુપરએન્યુએશનના બદલાવના કારણે કેટલાક ઓસ્ટ્રેલિયન્સે નાણા ગુમાવવા પણ પડે તેવી શક્યતા છે.
1લી જુલાઇથી, જો તમારા સુપરએન્યુએશન એકાઉન્ટમાં 16 મહિનાથી કોઇ વ્યવહાર થયો હશે નહીં તો લાઇફ અને ડિસેબિલીટી ઇન્સ્યોરન્સ બંધ થઇ જશે. જો લોકોનું એકાઉન્ટ અત્યારે કાર્યરત નથી તેમણે તેમનું સુપર ધરાવતી કંપનીનો સંપર્ક કરી, નવી સ્કીમ પસંદ કરવી પડશે.
આ ઉપરાંત, જે લોકો 6000 ડોલરથી ઓછું બેલેન્સ ધરાવતા હશે તેમને પણ સુપરએન્યુએશનમાં આવી રહેલા ફેરફારની અસર થશે.
3 મિલીયન ઓસ્ટ્રેલિયનને અસર
એસોશિયેશન ઓફ સુપરએન્યુએશન ફંડ્સ ઓફ ઓસ્ટ્રેલિયાના સીઇઓ, ડો માર્ટીન ફેહીએ SBS Newsને જણાવ્યું હતું કે, આ ફેરફારથી મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયન્સને અસર થશે.અમારા અંદાજ પ્રમાણે, 1લી જુલાઇ 2019થી આવી રહેલા સુપરએન્યુએશનના ફેરફાર લગભગ 3 મિલીયન ઓસ્ટ્રેલિયન્સને અસર કરશે. રીસર્ચ મુજબ, આશરે 53 ટકા જેટલા ઓસ્ટ્રેલિયન્સ સુપરએન્યુએશનમાં આવી રહેલા ફેરફારથી અજાણ છે.
More than half of all Australians are unaware of the new super shake-up, according to new data. Source: https://timetocheck.com.au/
સુપરએન્યુએશનના ફેરફાર ઓસ્ટ્રેલિયન્સના લાઇફ ઇન્સ્યોરન્સ કવરને અસર કરશે.
ફેહીએ જણાવ્યું હતું કે, લગભગ ત્રીજા ભાગના ઓસ્ટ્રેલિયન્સનો કોઇ પણ પ્રકારનો ઇન્સ્યોરન્સ તેમના સુપરએન્યુએશન ફંડ સાથે જોડાયેલો હોય છે. સુપરએન્યુએશનના બેલેન્સમાંથી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને ફી સ્વરૂપે નાણા ન કપાય તે માટે આ ફેરફાર કરવામાં આવ્યા છે.
પરંતુ, જો આપેલા સમય અગાઉ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો મોટાભાગના ઓસ્ટ્રેલિયન્સે તેમના ઇન્સ્યોરન્સના નાણા ગુમાવવા પડશે.
કોને અસર થઇ શકે
સુપરએન્યુએશનમાં આવી રહેલા ફેરફાર માઇગ્રન્ટ્સ લોકોને વધુ અસર કરી શકે તેમ છે. આ ઉપરાંત, અંતરિયાળ વિસ્તારમાં રહેતા, એક સ્થાનેથી બીજા સ્થાને સ્થાયી થતા, માંદગીની લાંબી રજાઓ લેતા લોકોને પણ અસર કરશે.સૌથી ચિંતાજનક બાબત એ છે કે જરૂરિયાત કે ઇમરજન્સીના સમયે જ લોકોને આ ફેરફારની ખબર પડશે.
A new campaign was designed to raise awareness about the new superannuation changes. Source: https://timetocheck.com.au
ઓસ્ટ્રેલિયન સુપરએન્યુએશન ફંડ એસોસિયેશને ફાઇનાન્સિયલ સર્વિસીસ કાઉન્સિલ સાથે જોડાણ કરીને આ ફેરફારથી અજાણ હોય તેવા લોકોને તેની જાણકારી પૂરી પાડી રહ્યા છે. કેટલીક સુપરએન્યુએશન કંપનીઓએ તેમના ગ્રાહકોને પણ નવા ફેરફારની જાણકારી આપવાનું શરૂ કરી દીધું છે.
તમે છેલ્લે ક્યારે તમારું સુપરએન્યુએશન તપાસ્યું હતું? - તે ટીવી, ડીઝીટલ અને સોશિયલ મીડિયામાં ઘણું પ્રસારિત થઇ રહી છે. અને ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોને તેમની સુપરએન્યુએશન કંપનીનો સંપર્ક કરવા જણાવી રહી છે.
સુપરએન્યુએશનમાં આવી રહેલા ફેરફાર તમને અસર કરી રહ્યા છે કે નહીં, તે જાણવા માટે પર તપાસ કરી શકાય છે.