ઓસ્ટ્રેલિયાના પ્રાદેશિક વિસ્તારો થોડા સમયથી કેન્દ્ર સરકારને અનુરોધ કરી રહ્યા છે કે રીજનલ વ્યવસાયોમાં કુશળ કારીગરો અને કર્મચારીઓની અછતને પહોંચી વળવા અમુક ફેરફાર કરવામાં આવે. તે અંતર્ગત ઓસ્ટ્રેલિયન સરકાર આવતીકાલથી નવા વિસા અમલમાં મૂકી રહી છે.
૧૬ નવેમ્બર ૨૦૧૯થી અમલમાં આવી રહેલા રીજનલ વર્ક વિઝા 491ના મુખ્ય મુદ્દા:
- સબક્લાસ 491 હેઠળ ઓસ્ટ્રેલિયાના પ્રાદેશિક વિસ્તારોમાં રહેવા અને કામ કરવાની શરતે 14,000 વિદેશી સ્કિલ્ડ વર્કર્સને વિઝા એનાયત થશે.
- 491 વિઝા પર કુલ પાંચ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહેવાની પરવાનગી મળશે.
- પાંચમાંથી ત્રણ વર્ષ માટે નિર્ધારિત પ્રાદેશિક વિસ્તારમાં નોકરી સાથે રહ્યા પછી પર્મનન્ટ રેસીડન્સી માટે અરજી કરી શકાશે.
- નવા 491 રીજનલ વર્ક વિઝામાં મેડીકેરની સુવિધા પણ મળશે.
- આ વિઝા હેઠળ સિડની, મેલબર્ન, બ્રિસ્બેન જેવા શહેરોમાં રહેવાની કે નોકરી કરવાની પરવાનગી નથી.
- નવો વિઝા 489 વિઝાને સ્થાને શરૂ કરવામાં આવી રહ્યો છે. તેથી 16 નવેમ્બરથી 489 વિઝા બંધ થઇ રહ્યો છે.
- આ વિઝા માટે 45 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે ૪૫ વર્ષથી નાની ઉંમરના કુશળ કર્મચારીઓ 491 વિઝા મેળવી શકશે.
- પરિણીત યુગલો અને અપરિણીત લોકો બંને માટે આ વિઝા ઉપલબ્ધ છે.
- અપરિણીત અરજદાર માટે આ વિઝા હેઠળ 10 પોઈન્ટ એનાયત થાય છે.
- પરિણીત યુગલોમાં પાર્ટનરની કુશળતા પણ સ્કિલ્ડ ઓક્યપેશન લીસ્ટમાં હોય તો તે અરજીને પ્રાધાન્ય મળશે.પાર્ટનરની કુશળતા માટે 10 પોઈન્ટ મેળવી શકાશે.
- જે અરજદારના પાર્ટનર અંગ્રેજી ભાષાની IELTS જેવી પરીક્ષામાં 6 કે તેનાથી ઉપરના બેન્ડ મેળવી શકે તેમણે પણ પ્રાધાન્ય મળશે. પાર્ટનરના ઈંગ્લીશ સ્કોર બદલ 5 પોઈન્ટ મેળવી શકશે.
- જો રાજ્ય કે પ્રદેશ સરકાર દ્વારા સ્કિલ નોમીનેટ કરવામાં આવી હોય તો તેના વધારાના 15 પોઈન્ટ મળશે. એવી જ રીતે કુટુંબમાંથી કોઈ પ્રાદેશિક વિસ્તારમાં વસ્યું હોય અને તેની સ્પોન્સરશીપ સાથે અરજી કરવામાં આવે તો વધારાના ૧૫ પોઈન્ટ મળશે.
- 16 નવેમ્બર 2022 પછી PRની અરજી કરી શકશે પરંતુ તેમ માટે ત્રણ વર્ષના રોજગાર દરમિયાન ન્યુનતમ વાર્ષિક આવક $53,900 હોવી જોઈએ.
More stories on SBS Gujarati
ઉચ્ચ તકનીકી કુશળતા ધરાવતા લોકો માટે નવા ઝડપી વિઝાની જાહેરાત