ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં એક મહિલા ડ્રાઇવરને રાજ્યની ટ્રાફિક પોલીસે 337 ડોલરનો દંડ ફટકાર્યો છે.
મહિલાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં કરેલી પોસ્ટ પ્રમાણે, તે જ્યારે કાર ચલાવી રહી હતી ત્યારે તેની બાજુમાં રહેલા પેસેન્જરે ફેસટાઇમ (વીડિયો કોલ) કર્યો હતો. જેના કારણે પોલીસે તે મહિલાને દંડ ફટકાર્યો હતો.
મહિલાએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે જૂન 2ના રોજ સિડનીથી 43 કિલોમીટર દૂર સાઉથ-વેસ્ટ દિશામાં આવેલા કેથરિન ફિલ્ડ ખાતે તેની સાથે આ ઘટના બની હતી.
અન્ય ડ્રાઇવર્સને ચેતવ્યા
Source: Facebook
મહિલાએ જણાવ્યું હતું કે, મને આ નિયમ વિશે કોઇ પણ પ્રકારની જાણ નહોતી.
ફેસબુકની પોસ્ટ વાઇરલ
મહિલાએ જ્યારે આ પોસ્ટ કરી કે તરત જ લગભગ 17 હજાર જેટલા યુઝર્સે તેને ફેસબુક પર શેર કરી હતી અને હજારો લોકોએ તેની પર કોમેન્ટ પણ આપી હતી.
ડ્રાઇવરની બાજુમાં બેસી વીડિયો જોવાથી તેનું ધ્યાન ભટકી શકે છે. (Drive vehicle with TV/VDU image likely to distract another driver) તે નિયમ અંતર્ગત મહિલાને દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગયા મહિને પેસિફીક હાઇવેના હિથરબ્રે વિસ્તારમાં પણ એક ડ્રાઇવરને 377 ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો. તેની બાજુમાં બેસેલો પેસેન્જર લેપટોપ પર કામ કરી રહ્યો હતો. જે નિયમનું ઉલ્લંઘન હોવાથી ડ્રાઇવરને દંડ કરાયો હતો.