NSW પ્રીમિયર સિડની સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં આગામી 25 માર્ચે ચૂંટણી યોજાશે. પ્રચાર દરમિયાન ભારતીય સમુદાયને ફંડ ફાળવવાની જાહેરાત કરી.

Visit to Bochasanwasi Shri Akshar Purushottam Sanstha.jpg

NSW Premier Dominic Perrottet visited BAPS Swaminirayan temple in Sydney.

ન્યૂ સાઉથ વેલ્સમાં આગામી 25મી માર્ચે શનિવારના રોજ રાજ્યની ચૂંટણી યોજાવાની છે. જેના ભાગરૂપે વિવિધ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે.
વર્તમાન સત્તાધારી લિબરલ નેશનલ્સ તથા વિરોધ પક્ષ લેબર પાર્ટી પણ વિવિધ સમુદાયોની મુલાકાત તથા તેમના વિકાસના કાર્યોની જાહેરાત કરી રહી છે.

જે અંતર્ગત તાજેતરમાં ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમિનીક પેરોટેયે સિડનીના રોસહિલ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી.
Visit to Bochasanwasi Shri Akshar Purushottam Sanstha 2.jpg
જ્યાં તેમણે સરકાર ફરીથી સત્તામાં આવશે તો રાજ્યનો ભારતીય સમુદાય આગામી સમયમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તથા તહેવારોની ઉજવણી કરી શકે તે માટે ચાર વર્ષમાં 900,000 ડોલરનું ફંડ આપશે તેમ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ સંસ્કૃતિના સભ્યો તેમની સંસ્કૃતિની ઉજવણી કરી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા ચાર વર્ષમાં સરકારે ભારતીય સમુદાયને કાર્યક્રમો તથા તહેવારની ઉજવણી માટે 900,000 ડોલરની ફાળવણી કરી હતી.
Visit to Bochasanwasi Shri Akshar Purushottam Sanstha 1.jpg
બહુસાંસ્કૃતિક મંત્રી માર્ક કોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના લોકો હોળી અને દિવાળી જેવા મોટા તહેવારો ધામધૂમથી ઉજવી શકે તે માટે વર્ષે 225,000 ડોલરની સરકાર ફાળવણી કરશે.

પક્ષના નેતા કેટી મુલેન્સે જણાવ્યું હતું કે, ભારતીય સમુદાય સતત વિકાસ કરી રહ્યો છે અને તે રાજ્યના બહુસાંસ્કૃતિક સમુદાયનો એક ભાગ બની રહ્યો છે.

ભારતીયમૂળના નેતા મોહિત કુમારે જણાવ્યું હતું કે, ભારતીય કાર્યક્રમો તમામ સમુદાયને આવકારે છે. તેથી જ, તમામ સમુદાયના કાર્યક્રમો અને સંસ્કૃતિની ઉજવણી કરીને જ બહુસાંસ્કૃતિક સમાજમાં સદભાવ કેળવી શકાશે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 7 March 2023 1:07pm
Updated 8 March 2023 6:22pm
By Vatsal Patel
Source: SBS

Share this with family and friends