ઓસ્ટ્રેલિયામાં ધૂમ મચાવતી ભારતીય ક્રિકેટ સ્ટાર હરમનપ્રિત

ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌર વિમેન્સ બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. 29 વર્ષીય હરમનપ્રિત કૌર સિડની થંડર માટે રમી રહી છે અને તેણે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે.

Harmanpreet Kaur of the Thunder celebrates scoring her half century during the Women's Big Bash League (WBBL) match between Sydney Thunder and Brisbane Heat.

Harmanpreet Kaur of the Thunder celebrates scoring her half century during the Women's Big Bash League (WBBL) match between Sydney Thunder and Brisbane Heat. Source: AAP Image/Brendon Thorne

હરમનપ્રિત કૌર વિમેન્સ ક્રિકેટની એક સ્ટાર ખેલાડી છે. નાનપણમાં તેનો ઉછેર ઉત્તર ભારતમાં થયો હતો જ્યાં તે છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. 

હરમનપ્રિતે જણાવ્યું હતું કે, “હું નાની હતી ત્યારે મારા પિતાને ક્રિકેટ રમતા જોતી હતી. તેમની મિત્રો અને અન્ય છોકરાઓ સાથે હું ક્રિકેટ રમતી હતી. મને યાદ છે હું 11 કે 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે સૌ પ્રથમ વખત છોકરીઓ સાથે ક્રિકેટ રમી હતી.”

“શરૂઆતમાં મને તે થોડું નવું લાગ્યું હતું કારણ કે હું છોકરાઓ સાથે ક્રિકેટ રમવા ટેવાયેલી હતી. છોકરીઓ સાથે ક્રિકેટ રમવું થોડું અલગ હતું. પરંતુ, મને ખબર હતી કે જો મારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું હશે તો મારે છોકરીઓ સાથે જ રમવું પડશે. અને મને લાગે છે કે તે મારા માટે એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. મેં સ્કૂલ અને ક્લબમાં ઘણું ક્રિકેટ રમ્યું છે અને ત્યાંથી જ મારી સફરની શરૂઆત થઇ હતી.”

કૌર તે સમયે 15 વર્ષની હતી જ્યારે કોચે તેને છોકરાઓ સાથે ક્રિકેટ રમતા જોઇ અને ત્યાંથી જ તેની ક્રિકેટ કારકિર્દીમાં પરિવર્તન આવ્યું હતું.
Harmanpreet Kaur of the Thunder hits for six during the Women's Big Bash League (WBBL) match between Sydney Thunder and Brisbane Heat.
Harmanpreet Kaur of the Thunder hits for six during the Women's Big Bash League (WBBL) match between Sydney Thunder and Brisbane Heat. Source: AAP Image/Brendon Thorne
તેમણે તેને છોકરીઓ માટે જ ક્રિકેટ એકેડેમી શરૂ કરવાનો વિચાર આપ્યો હતો.

“મારા એક ક્રિકેટ કોચ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે, જો મને રસ હોય તો તેઓ મારા માટે છોકરીઓની ક્રિકેટ એકેડેમી શરૂ કરી શકે છે. તે સમયે મને આશ્ચર્ય થયું હતું. મને થયું, છોકરીઓ પણ ક્રિકેટ રમે છે?  ત્યારે તેમણે કહ્યું, મેં કેટલીય છોકરીઓને રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમતા જોઇ છે.”

“તે સમયે તેમણે મને જણાવ્યું કે તેઓ છોકરીઓ માટે ક્રિકેટ એકેડેમી શરૂ કરવા માટે આતુર છે. અને, ત્યાંથી જ મારી સફર શરૂ થઇ હતી. મને લાગે છે કે તેમણે મારા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. તેમણે મારી પ્રતિભા જોઇ હતી.”

“તેમણે મને જણાવ્યું હતું કે, જો હું વિમેન્સ ક્રિકેટ એકેડેમીમાં જોડાઇશ તો હું ઘણી પ્રગતિ કરીશ. અત્યારે હું તેમને મારી સફળતાનો શ્રેય આપું છું. મને લાગે છે કે તેમના કારણે જ મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને અત્યારે આ મુકામ સુધી પહોંચી શકી છું," તેમ હરમનપ્રિતે જણાવ્યું હતું.

કૌરને 2013માં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન બનાવવામાં આવી હતી અને તેણે અત્યાર સુધીમાં 4000 જેટલા આંતરરાષ્ટ્રીય રન પણ ફટકારી દીધા છે.

2016માં, તે મેન્સ અને વિમેન્સ મળીને ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટી20 ક્રિકેટ લીગ સાથે કરાર કરનારી સૌ પ્રથમ ભારતીય ખેલાડી બની હતી.

29 વર્ષીય ભારતીય ખેલાડી સતત ત્રણ સિઝનથી સિડની થંડર ટીમ તરફથી વિમેન્સ બિગ બેશ લીગમાં રમી રહી છે.

તે કહે છે કે આ સ્પર્ધા વિમેન્સ ક્રિકેટના વિકાસ માટે મહત્વની છે.

Harmanpreet Kaur of the Thunder plays a shot during the Women's Big Bash League (WBBL) cricket match between the Sydney Sixers and Sydney Thunder.
Harmanpreet Kaur of the Thunder plays a shot during the Women's Big Bash League (WBBL) cricket match between the Sydney Sixers and Sydney Thunder. Source: AAP Image/David Moir


અહીં ખૂબ જ સારી સુવિધાઓ છે. સપોર્ટ સ્ટાફ, ટ્રેનિંગ બધુ જ યોગ્ય છે. અહીં કોઇ પણ ખેલાડી તેની ફિટનેસ પર ધ્યાન આપી શકે છે. અને એક શ્રેષ્ઠ ખેલાડી તરીકે ઉભરી શકે છે. તેથી જ મને વિમેન્સ બિગ બેશમાં રમવું ગમે છે.”

કૌરના જણાવ્યા પ્રમાણે, 2015માં શરૂ થયેલી બિગ બેશ સ્પર્ધા આગામી પેઢીની વિમેન્સ ક્રિકેટર્સને પ્રેરણા આપશે.

અમે ગમે ત્યાં ક્રિકેટ રમીએ નાના બાળકો મેચ જોવા માટે આવે છે. અને અમે એ જ ઇચ્છીએ છીએ કે નાની બાળકીઓ આવે અને અમને ક્રિકેટ રમતા જુએ, પ્રેરણા લે અને ક્રિકેટની રમતને અપનાવે. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનું આ એક સકારાત્મક પગલું છે. તેઓ નાની બાળકીઓને મેચ જોવા બોલાવે છે અને તેમની પસંદગીની ખેલાડીઓ સાથે ક્રિકેટ રમવાની તક પણ આપે છે.”

કૌરે તાજેતરમાં જ થંડરના ઇતિહાસની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી.

Share
Published 13 December 2018 4:20pm
Updated 19 December 2018 3:15pm
By Adrian Arciuli
Presented by Vatsal Patel

Share this with family and friends