વડાપ્રધાન સ્કોટ મોરિસને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ભારતીય સમુદાયને રંગોના પર્વ હોળીની શુભકામના પાઠવી છે.
તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા બહુસાંસ્કૃતિક દેશ છે અને તેમાં ઘણા ધર્મો પાળતા લોકો વસવાટ કરે છે.
ભારતીય - ઓસ્ટ્રેલિયન સમુદાય માટે હોળીનો પર્વ વિશેષ મહત્વ ધરાવે છે. આ તહેવારમાં લોકો એક થઇને ઉજવણી કરે છે.
કોવિડ-19 મહામારી બીજા વર્ષમાં પ્રવેશી છે ત્યારે દેશ માટે પ્રેમ તથા યોગદાન બદલ હું ભારતીય - ઓસ્ટ્રેલિયન સમુદાયનો આભાર વ્યક્ત કરું છું.
Prime Minster Scott Morrison extends Holi greetings. Source: Supplied by: PM Scott Morrison Office