ઉબર-ઇટ્સ, મેનુ લોગ અને ડિલીવરુ જેવી ફૂડ ડિલીવરી સર્વિસના કારણે હોટલ, કેફે તથા રેસ્ટોરન્ટ્સનો ફક્ત ધંધો જ નથી વધ્યો પરંતુ તેના કારણે હોમ-ફૂડ બિઝનેસનો પણ વિકાસ થયો છે.
છેલ્લા કેટલાક સમયમાં ફૂડ ડિલીવરી બિઝનેસ ફેસબુક અને ગમટ્રી (Facebook and Gumtree) ના માધ્યમથી વિકસ્યો છે. ફૂડ ઓથોરિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના જણાવ્યા પ્રમાણે, ફૂડ બિઝનેસ એટલે કે કોઇ પણ પ્રકારની વાનગી તૈયાર કરવી, વાનગીનો સંગ્રહ કરવો કે વાનગીને વહેંચવી કે તેને વેચવી.
ઓનલાઇન ફૂડ બિઝનેસ કરી રહેલા લોકો માઇગ્રન્ટ્સ અથવા તો ઓસ્ટ્રેલિયામાં વધુ અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓને ઘરની વાનગી જેવો જ સ્વાદ મળી રહે તે માટે ફૂડની ડિલીવરી કરે છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ,રાતના ભોજન તથા બર્થ-ડે જેવા ખાસ પ્રસંગોનો સમાવેશ થાય છે.
જોકે, ઓસ્ટ્રેલિયાના કાયદા પ્રમાણે, ઘરેથી જ ખાદ્યસામગ્રીનો વેપાર કરી રહેલા લોકોએ સ્થાનિક કાઉન્સિલ અથવા તો સ્ટેટ ફૂડ ઓથોરિટીને તેમની આ પ્રવૃત્તિ અંગે જાણ કરવી જરૂરી છે.
SBS Urdu એ આ અંગે કેટલાક બિઝનેસને પૂછ્યું અને તેમાંથી મોટાભાગના લોકોને આ કાયદા અંગે થોડી જ અથવા તો નહીવત્ત માહિતી હતી.
એક ઓનલાઇન હોમ-ફૂડ બિઝનેસ ધરાવતા વ્યક્તિએ SBS Urdu ને જણાવ્યું હતું કે, ઘરેથી ખાદ્યસામગ્રી વેચવાનો ધંધો કરી રહેલા લોકોમાં સ્થાનિક કાયદા અને નિયમો અંગેનો અભાવ જોવા મળે છે. તેમને ખબર નથી હોતી કે તેમના વેપાર પર ક્યાં નિયમો લાગૂ થાય છે.
રેડ ચિલી કેટરર્સ સિડનીમાં સાઉથ એશિયન મૂળના ગ્રાહકોને લગ્ન, સામાજિક પ્રસંગો પર ફૂડ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. તેના માલિક મુનાવ્વરના જણાવ્યા પ્રમાણે, ભારતીય તથા પાકિસ્તાની લોકોમાં તેમના દેશની વાનગીઓ ખૂબ જ લોકપ્રિય છે.
ખાદ્યસામગ્રીની ગુણવત્તા તથા સ્વચ્છતા રાખવી તે અમારી પ્રાથમિકતા છે. અમે હંમેશાં કાઉન્સિલના ધારાધોરણો મુજબ જ તમામ પ્રક્રિયા કરીએ છીએ.
"અમે હંમેશાં એ ધ્યાનમાં રાખીએ છીએ કે અમારી વાનગીઓ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી હોય. વાનગીની તૈયારીથી લઇને તેને બનાવવા તથા વેચવા સુધીની તમામ પ્રક્રિયા સ્થાનિક કાઉન્સિલ તથા રાજ્ય સરકારના નિયમો અનુસાર જ થાય છે."
મુનાવ્વરના જણાવ્યા પ્રમાણે, કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા ઘરેથી જ ખાદ્યપદાર્થો બનાવવાનો તથા તેને વહેંચવાનો બિઝનેસ કરે છે પરંતુ કાયદા અને નિયમનું પાલન કરતા નથી. જે ભવિષ્યમાં તેમને મુશ્કેલીમાં મુકી શકે છે.
નિયમો અને કાયદાઓ
ઓસ્ટ્રેલિયાના દરેક રાજ્યોમાં હોમ-ફૂડ બિઝનેસ અંગેના કેટલાક નિયમો અને કાયદાઓ છે. જો તમે હોમ-ફૂડ બિઝનેસ શરૂ કરવા અંગે વિચારી રહ્યા હોય કે તમે પહેલેથી જ આ બિઝનેસ કરી રહ્યા હોય તો તમારે આ નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. SBS Urdu ની ન્યૂ સાઉથ વેલ્સના નિયમો પર એક નજર...
હોમ-ફૂડ બિઝનેસ અને સ્થાનિક નિયમો
ફૂડ ઓથોરિટી ન્યૂ સાઉથ વેલ્સના જણાવ્યા પ્રમાણે, જો ફૂડની જાળવણી કે તેનું વેચાણ રહેણાંક મકાનમાંથી થઇ રહ્યું હોય તો ખાદ્યપદાર્થોની સ્વચ્છતા તથા તેની ગુણવત્તા માટેના અલગ નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ ઉપરાંત, જે રહેણાંક મકાનમાં ખાદ્યસામગ્રી તૈયાર થઇ રહી છે અને અંતિમ ગ્રાહકને સીધી જ ડિલીવરી કરાઇ રહી છે તેવા બિઝનેસ પર સ્થાનિક કાઉન્સિલ નજર રાખે છે.
ઘરેથી જ ફૂડનું વેચાણ કરતા હોય તેવા બિઝનેસને કેટલાક ખાસ નિયમો લાગૂ પડે છે. તેવા બિઝનેસ જેમ કે..
- ઘરેથી જ કેટરીંગનો બિઝનેસ કરતા હોય
- બજાર કે શાળાની કેન્ટીન માટે ખાદ્યસામગ્રી મોકલવી
- ઘરમાં ચાલતા ચાઇલ્ડકેર માટે ફી મેળવી ફૂડ ઉપલબ્ધ કરાવવું
- રેસ્ટોરન્ટ કે જેમાં રેસ્ટોરન્ટ માલિક, પરિવાર કે સ્ટાફનો કોઇ સભ્ય રહેતો હોય
- બેડ અને બ્રેકફાસ્ટની સેવા ઉપલ્બધ કરવી
સ્થાનિક કાઉન્સિલ તથા ફૂડ ઓથોરિટીની સત્તા
ન્યૂ સાઉથ વેલ્સની કેન્ટબરી બેન્ક્સટાઉનની સ્થાનિક કાઉન્સિલમાં, હોમ-ફૂડ બિઝનેસ મળીને 1500 જેટલા ફૂડ બિઝનેસ ચાલી રહ્યા છે. કાઉન્સિલની ના જણાવ્યા પ્રમાણે તેઓ વર્ષમાં ઓછામાં ઓછી એક વખત તમામ ફૂડ બિઝનેસની મુલાકાત લે છે અને તેના ખાદ્યસામગ્રીના ધારાધોરણોનું પાલન થાય છે કે કેમ તે તપાસે છે.
જે બિઝનેસ સીધું જ ગ્રાહકને ખાદ્યપદાર્થો વેચે છે તેમણે સ્થાનિક કાઉન્સિલને તેમની પ્રવૃત્તિ અંગે જાણ કરવી જરૂરી છે. જો, તે ખાદ્યસામગ્રી કેફે કે રેસ્ટોરન્ટને ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય તો ન્યૂ સાઉથ વેલ્સ ફૂડ ઓથોરિટીને જાણ કરવી જરૂરી છે. ઓથોરિટીનો અહીંથી સંપર્ક થઇ શકે છે.
ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડના ફૂડ સ્ટાન્ડર્ડ્સ
ખાદ્યસામગ્રીના બિઝનેસે ફૂડ સ્ટાન્ડર્ડ્સ કોડ અનુસરવા જરૂરી છે...
1 Standard 3.2.2 Food Safety Practices and General Requirements
2 Standard 3.2.3 Food Premises and Equipment
3 Part 1.2 Labelling and other information requirements
દ્વારા કોડ નક્કી કરાયા છે જેમાં સામગ્રીનું માપ, તેની પ્રક્રિયા, કલર, વિટામીન અને ખનીજતત્વો નક્કી કર્યા છે. આ ઉપરાંત કોડ્સમાં ખાદ્યસામગ્રીની બનાવટ પણ નક્કી કરવામાં આવી છે. ડેરી, માંસ તથા પીણાની બનાવટ ધારાધોરણો પ્રમાણે થાય તે જરૂરી છે.
બનાવટ, પેકેજીંગ તથા તેની જાણવણી
ફૂડ બિઝનેસ શરૂ કર્યા અગાઉ સ્થાનિક કાઉન્સિલને તેની જાણ કરવી જરૂરી છે. ખાદ્યસામગ્રીનું પેકેજીંગ તથા તેની જાળવણી રાખવા માટે નીચેની ટિપ્સ ઉપયોગી બની શકે છે.
- ઠંડા ફૂડની રેફ્રીજરેટરના યોગ્ય તાપમાનમાં જાળવણી કરો
- ખાદ્યસામગ્રી યોગ્ય રીતે બનાવો
- સ્વચ્છતાનું ધ્યાન રાખી ખાદ્યસામગ્રી બનાવો
- ખાદ્યપદાર્થ પર લેબલ લગાવો
- તેનો રેકોર્ડ રાખો
- સ્વચ્છતા જાળવો