SBS Gujarati Diwali Competition - રંગોળી સ્પર્ધામાં ભાગ લઇ ઇનામ જીતો

SBS Gujarati Diwali Competition 2023 માં ભાગ લો અને આકર્ષક ઇનામ જીતો.

Rangoli Design.jpg

Rangoli by Bijal Desai Credit: SBS Gujarati

હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીની ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત રીતે ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી થાય છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા લોકો પાસે તક છે, SBS Gujarati Diwali Competition 2023 માં ભાગ લઇને આકર્ષક ઇનામ જીતવાની.

SBS Gujarati Handmade Rangoli Competition 2023

દિવાળી નિમિત્તે તમે બનાવેલી રંગોળીનો ફોટો અમને [email protected] પર 6 નવેમ્બર 2023થી 19 નવેમ્બર 2023 દરમિયાન મોકલો.

સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે 2 ફોટો મોકલવાના રહેશે.

1. પ્રથમ ફોટો - રંગોળી બનાવનારી વ્યક્તિનો રંગોળી બનાવતી વખતે.

2. બીજો ફોટો - રંગોળી બનાવનારી વ્યક્તિનો સંપૂર્ણ બનેલી રંગોળી સાથે.
Rangoli office Thumbnail Wide.png
Huge rangoli art created at the SBS office in Sydney to celebrate Diwali. Source: SBS
ઇનામ

સ્પર્ધામાં એક વિજેતા પસંદ કરવામાં આવશે. ઇનામ સ્વરૂપે 250 ઓસ્ટ્રેલિયન ડોલરનું એક ગિફ્ટ વાઉચર આપવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવાની પ્રક્રિયા

સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે 2 ફોટો [email protected] પર મોકલવાના રહેશે.

સ્પર્ધામાં ભાગ લેનારી વ્યક્તિએ તેમની માહિતી જેમાં, નામ, જન્મ તારીખ, ઓસ્ટ્રેલિયામાં ઘરનું સરનામું, ઇ-મેલ એડ્રેસ, ફોન નંબર મોકલવાનો રહેશે.

18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિએ જો સ્પર્ધામાં ભાગ લેવો હોય તો તેમના માતા-પિતાએ ઇ-મેલમાં બાળકની ભાગ લેવાની મંજૂરી અને બાળકની વિગતો આપવાની રહેશે.

માતા-પિતાએ ઇ-મેલમાં તેમની પોતાની વિગતો આપવી જરૂરી છે.
Businesses get green light to offer rewards to people who receive their COVID jab.
Businesses get green light to offer rewards to people who receive their COVID jab. Credit: Gift cards
6 નવેમ્બર 2023થી 19 નવેમ્બર 2023 (AEST) સાંજે 5 વાગ્યા સુધી એન્ટ્રી મોકલી શકો છો.

વિજેતાઓની જાહેરાત

સ્પર્ધકોમાંથી એક વિજેતા પસંદ કરવામાં આવશે. જેની જાહેરાત 19મી નવેમ્બર બાદ કરવામાં આવશે. વિજેતાને ઇ-મેલ અથવા ફોન દ્વારા જાણકારી આપવામાં આવશે.

SBS Gujarati વેબસાઇટ પર વિજેતાની રંગોળીનો ફોટો અને તેમનું નામ આર્ટીકલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવાની શરત

SBS Gujarati Handmade Rangoli Competition 2023 માં હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતી કોઇ પણ ઉંમરની વ્યક્તિ ભાગ લઇ શકે છે.

18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિએ જો સ્પર્ધામાં ભાગ લેવો હોય તો, તેમના માતા-પિતાએ તેમના બદલે તેમની એન્ટ્રી સબમીટ કરવાની રહેશે.

સ્પર્ધાના પ્રાયોજક, પ્રાઇઝ સપ્લાયર અને તેની સાથે જોડાયેલી કંપની તથા તેમના નજીકના પરિવારજનો ભાગ લઇ શકશે નહીં.

સ્પર્ધામાં વ્યક્તિ દીઠ એક જ એન્ટ્રી મોકલાવી શકાશે.

સ્પર્ધાની અન્ય શરતો માટે ની મુલાકાત લો.
** ફોટો મોકલીને તમે SBSને આ ફોટો સોશિયલ મીડિયા સહિતના માધ્યમ પર વાપરવાની પરવાનગી આપી રહ્યા છો. તથા, ફોટોમાં ચિત્રિત હોય તેવા તમામ વયસ્ક સ્પર્ધક અને 18 વર્ષની ઓછી વયના બાળકોના માતા-પિતા આ અંગે સંમતિ આપી રહ્યા છે.

Share

Published

Updated

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends