ઓસ્ટ્રેલિયામાં બાળકોના અધિકારો વિશે જાણો

ઓસ્ટ્રેલિયામાં લગભગ પાંચ મિલિયન લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શનના બાળકો માટેના અધિકાર હેઠળ, દરેક બાળકને આરોગ્ય,શિક્ષણ અને સુરક્ષા મેળવવાનો એક સમાન અધિકાર છે પરંતુ, બાળકોના ઉદ્ધાર માટે કાર્ય કરતી સંસ્થાઓના મતે ઓસ્ટ્રેલિયાએ હજી પણ આ દિશામાં યોગ્ય પગલા લેવાની જરૂર છે.

Children’s Rights in Australia

Source: Getty Images

ઓસ્ટ્રેલિયાના તમામ બાળકોનું બાળપણ સુરક્ષિત અને તંદુરસ્ત રીતે પસાર થાય તે માટે દેશની કેન્દ્ર સરકારે આશરે 30 વર્ષ અગાઉ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન રાઇટ્સ ઓફ ચાઇલ્ડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.

યુનિસેફ ઓસ્ટ્રેલિયાના હેડ ઓફ પોલિસીના એમી લામોઇન જણાવે છે કે, બાળકોને પણ વયસ્ક લોકો જેટલા જ અધિકાર હોય છે. એટલે કે, તેઓ શાળામાં અભ્યાસ કરી શકે છે, મિત્રો સાથે રમી શકે છે અને પરિવાર સાથે યાદગાર સમય પણ પસાર કરી શકે છે.

પરંતુ, યુનિસેફ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાએ આ દિશામાં નહીવત પ્રમાણમાં વૃદ્ધિ કરી છે.
Children reading books.
Source: Flickr
એમી લામોઇને જણાવ્યું હતું કે શિક્ષણની દિશામાં હજી પણ યોગ્ય કાર્યો કરવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયાના શિક્ષણ સંસ્થાનોમાં બાળકોને અભ્યાસ માટેની જરૂરી સુવિધાનો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત, બાળકોની માનસિક પરિસ્થિતીની દિશામાં પણ યોગ્ય પગલાં લેવાયા નથી. તેઓ હજી પણ માનસિક તાણ અને ચિંતામાં બાળપણ વિતાવે છે. ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોની સરકારોએ બાળકોનો વિકાસ થાય તે માટે યોગ્ય વાતાવરણ સુનિશ્ચિત કરવાની જરૂર છે.

ઓસ્ટ્રેલિયામાં દર છમાંથી એક બાળક ગરીબીમાં ઉછરે છે જ્યારે દર સાતમાંથી એક બાળક માનસિક તાણનો શિકાર છે.

નેશનલ ચિલ્ડ્રનના કમિશ્નર મેગન મિશેલ બાળકોને પોતાના અધિકારો વિશે જાણવાની સલાહ આપે છે.

મિશેલે જણાવ્યું હતું કે બાળકો પોતાના અધિકારો વિશે જાણે તે જરૂરી છે. કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતીમાં કોની મદદ લઇ શકાય અથવા કયા અધિકારો દ્વારા સમસ્યા સામે રક્ષણ મેળવી શકાય તે બાળકોએ સમજવું જરૂરી છે. માતા પિતા પણ તેમને આ વિષય પર યોગ્ય જાણકારી આપે તે જરૂરી છે.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા વર્ષ 2016માં કરવામાં આવેલા પર્સનલ સેફ્ટી સર્વે પ્રમાણે દર આઠમાંથી એક વ્યક્તિએ 15 વર્ષથી ઓછી ઉંમરે શારીરિક અથવા જાતીય શોષણનો અનુભવ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને ટેરીટરીમાં સહેમતિની ઉંમર 16 વર્ષ છે જ્યારે તાસ્માનિયા અને સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યમાં સહેમતિની ઉંમર 17 વર્ષ છે.
調查指澳洲教師質素下降。
調查指,成績好的學生大多不選擇教師行業。 Source: Image: Getty Images
વિક્ટોરિયાના સામાજિક કાયદા વિશે કાર્ય કરતી સંસ્થા યુથ લોના હ્યુમન રાઇટ્સ ઓફિસર ટ્રીફની ઓવરઓલે જણાવ્યું હતું કે સેક્સ માટેની નક્કી કરેલી ઉંમર 12 વર્ષ છે. જો તમે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમર ધરાવો છો તો કોઇ પણ વ્યક્તિ તમારી સંમતિ હોવા છતાં પણ તમારી સાથે સેક્સ કરી શકે નહીં.

ઓસ્ટ્રેલિયન સેન્ટર ફોર ચાઇલ્ડ પ્રોટેક્શનના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2017 અને 2018માં દર 35માંથી એક ઓસ્ટ્રેલિયને બાળકોને રક્ષણ આપતી સેવાઓનો ઉપયોગ કર્યો હતો.

સેવ ધ ચિલ્ડ્રન ઓસ્ટ્રેલિયાના સિનિયર પોલિસી એડવાઇઝર કરેન ફ્લાનાગને જણાવ્યું હતું કે પરિવારમાં બાળકોને શારીરિક શિક્ષા કરવાનું બંધ થવું જોઇએ.
બાળકોના અધિકારોના આર્ટીકલ 19 પ્રમાણે, દરેક બાળક પાસે સુરક્ષિત રીતે જીવન જીવવાનો અધિકાર છે. સ્કૂલ, ઘર અથવા તો સમાજમાં કોઇ પણ સ્થાન પર બાળક સુરક્ષિત રીતે વિવિધ કાર્યો કરી શકે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. ઓસ્ટ્રેલિયા બાળકોના અધિકારોનું રક્ષણ થાય તે દિશામાં કાર્ય કરવા માટે કટિબદ્ધ છે.
ઓસ્ટ્રેલિયા બહુસાંસ્કૃતિક દેશ છે. વર્તમાન સમયમાં દર દસમાંથી એક બાળકનો વિદેશમાં જન્મ થયો છે. દેશમાં છ ટકા બાળકો એબઓરિજીનલ અને ટોરેન્ટ સ્ટ્રેટ આઇલેન્ડર કમ્યુનિટીમાંથી આવે છે.

ધ ફાઉન્ડેશન ફોર યંગ ઓસ્ટ્રેલિયન્સના જણાવ્યા પ્રમાણે, જાતિવાદનું દૂષણ ઓસ્ટ્રેલિયાના દર દસમાંથી સાત બાળકોને અસર કરે છે.
Children’s Rights in Australia
Australia Human Rights Commission and Children’s Rights Source: Australia Human Rights Commission
મેગન મિશેલ જણાવે છે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શનના બાળકોના અધિકાર અંતર્ગત, ઓસ્ટ્રેલિયાના દરેક બાળક પાસે કોઇ પણ જાતના ભેદભાવ વિના જીવન જીવવાનો અધિકાર રહેલો છે.

શિક્ષણ સંસ્થાનોએ બાળકોને કોઇ પણ પ્રકારના જાતિવાદ કે અન્ય ભેદભાવની પરિસ્થિતીનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે. આ ઉપરાંત, બાળકોનો સ્કૂલમાં શાંત અને સુરક્ષિત રીતે શિક્ષણ આપી શકાય તે દિશામાં કાર્યો હાથ ધરવા જોઇએ.

ઓસ્ટ્રેલિયામાં બાળકો દ્વારા થતા ગુનામાં સજાની ઉંમર 10 વર્ષ રાખવામાં આવેલી છે. હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા તેની ઉંમર વધારવાની માંગ કરાઇ છે.
મિશેલે જણાવ્યું હતું કે બાળકોને કાયદાની જાળથી દૂર રાખવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયામાં 10 વર્ષની ઉંમરના બાળકોને ગુના બદલ સજાનું પ્રાવધાન છે. બાળકોને જો નાની ઉંમરે જ સજા કરવામાં આવશે તો તેમનું ધ્યાન ભટકી જશે. તેથી જ તેઓને પરિવાર અને સામાજિક સંસ્થાઓનું રક્ષણ મળી રહે તે જરૂરી છે.
કરેન ફ્લાનાગન જણાવે છે કે, ઘણી વખત વયસ્ક લોકો વિચારે છે કે જો બાળકોને ઘણા બધા અધિકારો આપવામાં આવે તો તેઓ તેનો દૂરપયોગ કરી શકે છે. પરંતુ, તે સત્ય નથી. બાળકોને જો તેમના અધિકારો વિશે જાણકારી આપવામાં આવે તો તેઓ વધુ સુરક્ષિત રીતે જીવન જીવી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં બાળકોને મળતા અધિકારો વિશે સલાહ લેવા માટે તમારી સ્થાનિક કાયદાકિય સંસ્થાનો સંપર્ક કરો. ભાવનાત્મક સહારા માટે 1800 55 1800 પર કિડ્સલાઇનનો સંપર્ક કરો, લાઇફલાઇન 13 11 14 અથવા જો તમે અથવા તમારી જાણમાં કોઇ પણ વ્યક્તિને તાત્કાલિક મદદની જરૂર હોય તો 000 પર કોલ કરો.

Share
Published 26 August 2019 2:09pm
Updated 28 August 2019 3:41pm
By Amy Chien-Yu Wang
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends