ભારત સરકારે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાઇ ગયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં બીજા તબક્કામાં ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ભારતીયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
21થી 28મી મે 2020 સુધીમાં ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલ્બર્નથી ભારતના જુદા – જુદા શહેરોમાં પ્રવાસીઓને પરત લઇ જવાશે.
બુધવારે કેનબેરા સ્થિત ભારતીય હાઇકમિશને જારી કરેલા એક નિવેદનમાં ફ્લાઇટ્સની તમામ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
સિડની – મેલ્બર્નથી ભારતના છ શહેરો માટે ફ્લાઇટ્સની વ્યવસ્થા
ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલ્બર્નથી ભારતના છ શહેરો ન્યૂ દિલ્હી, અમૃતસર, અમદાવાદ, બેંગલોર, કોચિન તથા હૈદરાબાદ માટે ફ્લાઇટ્સની જાહેરાત કરાઇ છે. 21થી 28 મે સુધીમાં ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ભારતીયોને એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા વતન પરત લઇ જવાશે.
- મે 21 – સિડનીથી ન્યૂ દિલ્હી
- મે 22 – મેલ્બર્નથી અમૃતસર
- મે 23 – સિડનીથી અમૃતસર
- મે 23 – મેલ્બર્નથી બેંગલોર
- મે 25 – સિડની – અમદાવાદ
- મે 25 – મેલ્બર્ન – કોચિન
- મે 28 – મેલ્બર્ન - હૈદરાબાદ
All passengers are required to fill this bond before boarding the flight. Source: Twitter/ Indian High Commission
કેટલાક દિશાનિર્દેશ
નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, મુસાફરીનો તમામ ખર્ચ પ્રવાસીઓએ ભોગવવાનો રહેશે. ભારતીય હાઇકમિશન પસંદ થયેલા મુસાફરોની માહિતી પ્રસિદ્ધ કરશે અને જો પેસેન્જરે આગળ પ્રક્રિયા કરવી હશે તો તેમણે એર ઇન્ડિયા (ઓસ્ટ્રેલિયા) નો સંપર્ક કરવાનો રહેશે.
ફ્લાઇટ્સમાં મર્યાદિત સંખ્યામાં સીટ હોવાથી સૌથી જરૂરિયાતમંદ વ્યક્તિને પ્રાથમિકતા અપાશે. જો પસંદ કરાયેલા પેસેન્જર 24 કલાકની અંદર તેમની ટિકીટ બુક નહીં કરાવે તો તેમના સ્થાને અન્ય પેસેન્જરને તે ટિકીટ ખરીદવાની તક અપાશે.
તમામ પેસેન્જર્સે ફ્લાઇટ્સમાં બેસતા અગાઉ આરોગ્યની તપાસ કરાવવાની રહેશે અને જેને લક્ષણો નહીં જણાય તે પેસેન્જર જ ફ્લાઇટમાં જઇ શકશે.
ભારતમાં ઊતરાણ બાદ પેસેન્જરના આરોગ્યની તપાસ થશે અને તેમણે મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતૂ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
તમામ પેસેન્જર્સે ભારતમાં ઊતરાણ બાદ કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે 14 દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે.
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ.
કોરોનાવાઇરસનો ટેસ્ટ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી તમારા ફોનના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
SBS ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોને કોરોનાવાઇરસ વિશેની તમામ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. સમાચાર અને માહિતી પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.