ઓસ્ટ્રેલિયાના સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યએ ગયા મહિને દેશની કેન્દ્ર સરકાર સાથે ડેઝીગ્નેટેડ એરિયા માઇગ્રેશન એગ્રીમેન્ટ (DAMA) કર્યા હતા. જેનું સ્કીલ ઓક્યુપેશન લિસ્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે.
DAMA અંતર્ગત સાઉથ ઓસ્ટ્રેલિયન સરકારે સ્કીલ વર્કર્સની અછતનો સામનો કરતા રાજ્યના ઉદ્યોગો, વેપાર તથા અહીંના વ્યવસાયો વિદેશથી સ્કીલ વર્કર્સને સ્પોન્સર કરી શકે તે માટે 174 જેટલા સ્કીલ ઓક્યુપેશનને લિસ્ટમાં સમાવ્યા છે.
મેલ્બર્નના Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે ને જણાવ્યું હતું કે, સાઉથ ઓસ્ટ્રેલિયાએ DAMA હેઠળ એડિલેડ સિટી તથા રાજ્યના રીજનલ વિસ્તાર માટે બે સ્કીલ ઓક્યુપેશન જાહેર કર્યા છે. એડિલેડ સિટી વિસ્તારમાં કમ્પ્યુટર અને ટેક્નોલોજીને લગતા વ્યવસાયોને સ્થાન અપાયું છે જ્યારે રીજનલ વિસ્તાર માટે કૃષિ, હોસ્પિટાલિટી, પ્રવાસન જેવા વ્યવસાયો સમાવાયા છે.
માઇગ્રેશન સાઉથ ઓસ્ટ્રેલિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે હેઠળ એડિલેડ મેટ્રોપોલિટનના વ્યવસાયોને મદદ મળી રહે તે માટે 60 જેટલા વ્યવસાયોને સમાવવામાં આવ્યા છે. જેમાં કમ્યુટર અને ટેક્નોલોજી સાથે સંકળાયેલા વ્યવસાયોને મહત્વ આપવામાં આવ્યું છે.
એડિલેડ મેટ્રોપોલિટનનું સ્કીલ ઓક્યુપેશન
Source: Migration South Australia
Source: Immigration South Australia
Source: Immigration South Australia
જ્યારે, બીજું DAMA સાઉથ ઓસ્ટ્રેલિયન રીજનલ વર્કફોર્સ એગ્રીમેન્ટ તરીકે જાહેર કરાયું છે. જેમાં 114 વ્યવસાયોને સમાવાયા છે.
માઇગ્રેશન સાઉથ ઓસ્ટ્રેલિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, સાઉથ ઓસ્ટ્રેલિયન રીજનલ વર્કફોર્સ અંતર્ગત સાઉથ ઓસ્ટ્રેલિયાના રીજનલ વિસ્તારોના ખેતી, આરોગ્ય, એજ કેર, હોસ્પિટાલિટી, પ્રવાસન, માઇનિંગ જેવા વ્યવસાય - ઉદ્યોગોને તેમની જરૂરિયાત પ્રમાણે સ્કીલ વર્કર્સની અછત પૂરી કરવાની તક મળશે.સાઉથ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવેલા DAMA અંગે મેલ્બર્નના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે જણાવ્યું હતું કે, જે વ્યવસાયો સ્કીલ વર્કર્સની અછતનો સામનો કરી રહ્યા હશે તેઓ DAMA હેઠળ વિદેશથી સ્કીલ વર્કર્સને ઓસ્ટ્રેલિયા બોલાવી શકશે અને માઇગ્રન્ટ્સને ઓસ્ટ્રેલિયામાં પર્મેનન્ટ રેસીડેન્સી (PR) ની તક મળશે.
Source: Immigration South Australia
Source: immigarion SA
Source: immigration SA
Source: immigration SA
Source: immigration SA
Source: immigration SA
આ ઉપરાંત કેટલાક વ્યવસાયોમાં અંગ્રેજીની લાયકાત, સ્કીલ, ઉંમર, અનુભવ અને પગાર ધોરણમાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. DAMA અંગેની વધુ માહિતી અને અરજી કરવાની સંપૂર્ણ વિગતો 1 જુલાઇ 2019એ રજૂ થશે.