ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની વર્નમ્બુલ સિટી કાઉન્સિલે ડેસીગ્નેટેડ એરિયા માઇગ્રેશન એગ્રીમેન્ટ (Designated Area Migration Agreement - DAMA) અંતર્ગત પોતાનું સ્કીલ ઓક્યુપેશન લિસ્ટ (SOL) જાહેર કર્યું છે.
વર્નમ્બુલ સિટી કાઉન્સિલની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે, રાજ્યના ગ્રેટ સાઉથ-કોસ્ટ વિસ્તારના વ્યવસાયની માંગને ધ્યાનમાં રાખી ને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં એગ્રીકલ્ચર અને હોસ્પિટાલિટી જેવા વ્યવસાય મુખ્ય છે.યાદીમાં સમાવવામાં આવેલા 13 વ્યવસાયોમાં અંગ્રેજી ભાષાની લાયકાત માટે થોડી રાહત પણ આપવામાં આવી છે. જોકે, DAMA પ્રોગ્રામ હેઠળ પ્રથમ વર્ષે માત્ર 100 સ્થાનો જ ભરવામાં આવશે.
Source: warrnambool.vic.gov.au
અંગ્રેજી ભાષાની લાયકાતમાં રાહત મેળવનાર 13 વ્યવસાયો
Source: warrnambool.vic.gov.au
ઉલ્લેખનીય છે કે DAMA દ્વારા વર્નમ્બુલ ક્ષેત્રમાં ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ (TSS) સબક્લાસ 482 વિસા આપવામાં આવશે. જેના દ્વારા માઇગ્રન્ટ્સ પાસે ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી (PR) મેળવવાનો એક વિકલ્પ ખૂલ્યો છે.
વર્નમ્બુલ વિસ્તારમાં આવેલા ઉદ્યોગો જો ઓસ્ટ્રેલિયાના કામદારોની ભરતી કરી પોતાના ઉદ્યોગ - ધંધાની જરૂરિયાત પૂરી ન કરી શકતા હોય તો તેઓ DAMA પ્રોગ્રામ હેઠળ વિદેશથી કામદારોને સ્પોન્સર કરી શકે છે. અને, સ્પોન્સર કામદારો જે-તે વ્યવસાયમાં ત્રણ વર્ષ સુધી કામ કરીને ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી (PR) મેળવવા માટે અરજી કરી શકે છે.