કોરોનાવાઇરસ રાહત પેકેજમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો

સોમવારે સરકારે નિર્ણય કર્યો, ફૂલ-ટાઇમ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પેકેજમાં સમાવાયા, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વેલફેરની ચૂકવણી થશે કે કેમ તે અસ્પષ્ટ.

Representational picture of students talking to each other in the university campus.

Representational picture of students talking to each other in the university campus. Source: Flickr

દેશના 230,000 જેટલા વિદ્યાર્થીઓને કોરોનાવાઇરસ રાહત પેકેજ અંતર્ગત પખવાડિક 550 ડોલરની વેલફેર ચૂકવણી મળશે.

મોરિસન સરકારે સોમવારે રાત્રે દેશના વિદ્યાર્થીઓને યુથ એલાઉન્સ, Austudy and Abstudy માં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.

નાણામંત્રી મેથિયાસ કોર્માને જણાવ્યું હતું કે કોરોનાવાઇરસ રાહત પેકેજમાં ફૂલ-ટાઇમ વિદ્યાર્થીઓને સમાવાયા છે પરંતુ તેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે કે કેમ તે હજી અસ્પષ્ટ છે.
સરકારના નિર્ણય પ્રમાણે સામાજિક બાબતોના મંત્રી હવે વેલફેરમાં કોઇની પણ પરવાનગી વિના સીધો ફેરફાર કરી શકશે.

ગ્રીન્સના સેનેટર મેહરીન ફારૂકી કે જેમણે વિદ્યાર્થીઓને પેકેજમાં સામેલ કરવા માટે દબાણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દરેક સામાન્ય ઓસ્ટ્રેલિયન્સની જેમ વિદ્યાર્થીઓને પણ આ મુશ્કેલ સમયમાં મદદ કરવી જરૂરી છે.
સંસદે કોરોનાવાઇરસ સામે લડવા માટે 17.6 બિલિયન ડોલર અને 66 બિલિયન ડોલરના એમ બે પેકેજ જાહેર કર્યા છે.

આ ઉપરાંત, સરકારે 40 બિલિયન ડોલરનું ફંડ પણ ફાળવ્યું છે જે પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકાશે.

નોકરી મેળવવા માટેનું ફંડ, યુથ એલાઉન્સ, પેરેન્ટીંગ અને અન્ય ચૂકવણીમાં પખવાડિક 550 ડોલરનો વધારો કરાયો છે.

આ ઉપરાંત, વેલફેર મેળવતા લોકોને 750 ડોલરની બે ચૂકવણી કરવામાં આવશે.

ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગે જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો ઓસ્ટ્રેલિયન સરકાર ત્રીજું પેકેજ પણ જાહેર કરશે.

17  માર્ચ, મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.

જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.

જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.


Share
Published 24 March 2020 3:08pm
Updated 24 March 2020 3:16pm
By SBS News
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends