ઓસ્ટ્રેલિયાની બહાર મુસાફરીના પ્રતિબંધ અને છૂટછાટ વિશેની તમામ માહિતી

કોરોનાવાઇરસની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ માટે દેશની બહાર મુસાફરી કરવા પર પ્રતિબંધ લગાવાયો છે, પરંતુ કેટલાક કિસ્સામાં છૂટછાટ મળી રહી છે. જોકે, તે માટે અરજીકર્તાએ યોગ્ય પૂરાવા રજૂ કરવા જરૂરી છે.

Passengers wearing face masks collect their baggage.

Passengers wearing face masks collect their baggage. Source: AAP

કોરોનાવાઇરસની પરિસ્થિતીના કારણે વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયાના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરવા પર કેટલીક મર્યાદા અને પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવ્યા છે.

હાલના તબક્કે ઓસ્ટ્રેલિયાના નાગરિક અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ માટે પણ દેશ બહાર મુસાફરી કરવી પ્રતિબંધિત છે. પરંતુ તેઓ, આ બાબતથી અજાણ હોય તેમ લાગી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાના આરોગ્યમંત્રીએ બાયોસિક્ટોરીટી એક્ટ અંતર્ગત દેશ બહાર મુસાફરી કરવાનો પ્રતિબંધ અમલમાં મૂક્યો હતો. જે અંતર્ગત માત્ર તાત્કાલિક જરૂરિયાત ધરાવતા કેસમાં જ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી રહી છે.
The empty Virgin Australia boarding gates at Sydney Domestic Airport in April.
The empty Virgin Australia boarding gates at Sydney Domestic Airport in April. Source: AAP

મુસાફરીનો પ્રતિબંધ શુ છે?

25મી માર્ચે ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે બાયોસિક્ટોરિટી એક્ટ હેઠળ “Emergency Requirement” નું કારણ દર્શાવીને ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સના ઓસ્ટ્રેલિયાથી બહાર મુસાફરી કરવા પર પ્રતિબંધ અમલમાં મૂક્યો હતો.

ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રોટેક્શન પ્રિન્સિપલ કમિટીની સલાહ બાદ ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં દેશના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ પર દેશ બહાર મુસાફરી કરવાનો પ્રતિબંધ અમલમાં મૂકવાનો આ પ્રથમ બનાવ હતો.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ એક મુસાફર તરીકે એરક્રાફ્ટ અને જહાજ મારફતે દેશ બહાર મુસાફરી કરી શકતા નથી.

ઓસ્ટ્રેલિયા તથા વિશ્વના અન્ય દેશોમાં માનવ શરીરમાં કોરોનાવાઇરસનો ચેપ ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Australia aumentará su límite de pasajeros que llegan del exterior el próximo mes
Australia aumentará su límite de pasajeros que llegan del exterior el próximo mes Source: Getty Images

શું આ નિર્ણય કાયદાકિય રીતે યોગ્ય છે?

આરોગ્ય મંત્રીએ મુસાફરી પ્રતિબંધિત કરવાનો નિર્ણય બાયોસિક્ટોરિટી એક્ટ હેઠળ લીધો છે. વાઇરસને ઓસ્ટ્રેલિયામાં ફેલાતો અટકાવવા માટે આરોગ્ય મંત્રી પાસે આ પ્રકારનો નિર્ણય લેવાની સત્તા રહેલી છે.

આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે, તમારા પોતાના દેશ સહિત અન્ય કોઇ પણ દેશની બહાર જવાનો હક છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારનો કોઇ હક આપવામાં આવ્યો નથી. એટલે કે, ઓસ્ટ્રેલિયન્સને દેશ બહાર મુસાફરી કરવા માટેનો બંધારણીય હક નથી.

સામાન્ય રીતે નાગરિકોને દેશની બહાર મુસાફરી કરવા પર પ્રતિબંધ ઉત્તર કોરિયા જેવા સરમુખત્યારશાહી ધરાવતા દેશમાં લાદવામાં આવે છે. પરંતુ, આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, મુસાફરી દ્વારા વાઇરસના સંક્રમણનું જોખમ વધુ હોવાથી મુસાફરી પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે.

કેટલાક કિસ્સામાં મુસાફરીની છૂટછાટ મળી શકે

ઓસ્ટ્રેલિયન સરકાર દેશના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સને તાત્કાલિક જરૂરિયાત તથા સ્વભાવિક કારણસર દેશ બહાર પ્રવાસ કરવાની મંજૂરી આપી રહી છે.

પરંતુ, એક આંકડા પ્રમાણે, માર્ચથી ઓગસ્ટના મધ્ય સુધીમાં મળેલી 104,000 અરજીમાંથી માત્ર 34,300 અરજી જ સ્વીકારવામાં આવી છે.

મુસાફરીની મંજૂરી માટે વિનંતી કરતી અરજી બોર્ડર ફોર્સ દ્વારા મંજૂર કરવામાં આવે છે. અરજીકર્તાને પ્રવાસના ઓછામાં ઓછા બે અઠવાડિયા અગાઉ અને ત્રણ મહિનાની અંદર અરજી કરવી જરૂરી છે.

પ્રતિબંધ સાથે જોડાયેલી મુશ્કેલી

સામાન્ય રીતે જ્યારે કોઇ સરકાર આ પ્રકારનો કાયદો અમલમાં લાવે ત્યારે તે ચોક્કસ વ્યાખ્યા રજૂ કરે છે. જોકે, મુસાફરીના પ્રતિબંધ હેઠળ મળનારી છૂટછાટ અંગે કોઇ વ્યાખ્યા રજૂ કરાઇ નથી.

અરજીકર્તાએ મુસાફરીની મંજૂરી મેળવવા માટે કેટલાક પૂરાવા દર્શાવવા પડે છે પરંતુ કયા પૂરાવા રજૂ કરવા જરૂરી છે તે અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી.

અરજી માટેના તમામ દસ્તાવેજ અંગ્રેજી ભાષામાં હોવા જરૂરી છે. સંબંધીનું મૃત્યુ થયું હોય તેવા સંજોગોમાં મૃત્યુનું પ્રમાણપત્ર દર્શાવી શકાય છે.

પ્રતિબંધ ક્યારે પૂરો થશે?

ન્યૂઝીલેન્ડ, કેનેડા, બ્રિટન જેવા દેશોએ તેમના નાગરિકોને વિદેશ મુસાફરી ન કરવાની સલાહ આપી છે પરંતુ તે સંપૂર્ણ રીતે પ્રતિબંધિત નથી.

બીજી તરફ, કઝાકસ્તાન, લિથુઆનિયા અને ઉઝબેકિસ્તાન જેવા દેશોએ વિદેશ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં જ્યારે બાયોસિક્ટોરિટી ઇમરજન્સી નો સમય પૂરો થશે ત્યારે વિદેશ પ્રવાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.

વર્તમાન પરિસ્થિતી પ્રમાણે, તે 17મી સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે અને તેને લંબાવવામાં આવે તેવી શક્યતા છે.

**  યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સિડની ખાતે સિનિયર લેક્ચરર છે.

Creative Commons લાયસન્સ હેઠળ આ અહેવાલ The Conversation માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. મૂળ અહેવાલ વાંચી શકાય છે.


Share
Published 1 September 2020 1:16pm
Updated 1 September 2020 1:29pm
By Anthea Vogl
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends