કોવિડ-19ના કારણે અસર પામેલા વિક્ટોરીયાના પ્રવાસન ઉદ્યોગને ફરીથી વેગ આપવાના પ્રયાસરૂપે રાજ્ય સરકારે વધુ ટ્રાવેલ વાઉચર્સ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર 200 મિલિયન ડોલરનો ખર્ચ કરશે.
એક્ટીંગ મિનિસ્ટર ફોર ટુરિઝમ, સ્પોર્ટ્સ એન્ડ મેજર ઇવેન્ટ્સ મેરી-એન થોમસે જણાવ્યું હતું કે પ્રથમ ચરણમાં સિનિયર સિટીઝન્સને 10,000 વાઉચર્સ આપવામાં આવશે.
ત્યાર બાદ 23મી માર્ચ 2022થી બાકીના 140,000 વાઉચર્સ તમામ લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
સિનિયર ટ્રાવેલ વાઉચર્સ સ્કીમ અંતર્ગત લાયક હોય તેવા સિનિયર સિટીઝન્સ, રહેવાની સુવિધા, ટૂર તથા પ્રવાસન સ્થળો પર 400 ડોલર ખર્ચ કરશે ત્યારે 200 ડોલર બાદ કરી આપવામાં આવશે.

Source: AAP Image/LUIS ASCUI
તે માટે 15મી માર્ચના રોજ રજીસ્ટ્રેશન શરૂ થશે. યોજનાનો લાભ લેવા માટે સિનિયર સિટીઝન્સ પાસે વિક્ટોરીયન સિનિયર્સ કાર્ડ અથવા સિનિયર્સ બિઝનેસ ડિસ્કાઉન્ટ કાર્ડ હોય તે જરૂરી છે.
એક્ટીંગ મિનિસ્ટર ફોર ટુરિઝમ, સ્પોર્ટ્સ એન્ડ મેજર ઇવેન્ટ્સ મેરી-એન થોમસે વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રાવેલ વાઉચર યોજના દ્વારા વિક્ટોરીયાના લોકો રાજ્યના પ્રવાસન સ્થળોની મુલાકાત લઇ શકશે અને બીજી તરફ પ્રવાસન સ્થળો પરના સ્થાનિક વેપાર - ઉદ્યોગોને પણ આર્થિક મદદ મળી રહેશે.
વિક્ટોરીયન ટ્રાવેલ વાઉચર સ્કીમ 23મી માર્ચથી શરૂ થશે.
જે અંતર્ગત, વહેલા તે પહેલાના ધોરણે 140,000 વાઉચર્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને, વાઉચર્સ સમાપ્ત થયા બાદ તે યોજના બંધ થશે.
વાઉચર્સ મેળવનારા અરજીકર્તાએ પ્રવાસન સ્થળે હોટલ, મોટેલ, એપાર્ટમેન્ટ્સ, કેરેવાન પાર્ક્સ, કેમ્પિંગ સાઇટ્સ તથા ખાનગી રહેઠાણમાં ઓછામાં ઓછી 2 રાત્રી વિતાવી હોય અને 400 ડોલરનો ખર્ચ કર્યો હોય તે જરૂરી છે.
આ વાઉચર્સ 8મી એપ્રિલથી 27મી મે સુધી ઉપયોગમાં લઇ શકાશે.
અત્યાર સુધીમાં વિક્ટોરીયન સરકાર દ્વારા વાઉચર્સ યોજના અંતર્ગત 159 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં સમયાંતરે મેલ્બર્ન અને રીનજલ ટ્રાવેલ વાઉચર્સ યોજનાનો સમાવેશ થાય છે.
સિનિયર્સ એન્ડ વિક્ટોરીયન ટ્રાવેલ વાઉચર સ્કીમ્સ તથા તે માટે અરજી કરવા ની મુલાકાત લો.