ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીના દુનિયાભરમાં હજારો પ્રશંસકો છે. અને, તેઓ ધોનીને મળવાની એક પણ તક છોડતા નથી.
હાલમાં જ ન્યૂઝીલેન્ડ સામે સંપન્ન થયેલી ત્રીજી ટી20 મેચ દરમિયાન બનેલી ઘટના પ્રમાણે, ચાલૂ મેચ દરમિયાન એક પ્રશંસક સિક્ટોરિટીનું ઉલ્લંઘન કરીને ગ્રાઉન્ડમાં દોડ્યો અને તે ધોનીને મળ્યો અને તેને પગે લાગ્યો હતો.તે પ્રશંસક સાથે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ પણ હતો. જ્યારે તે ધોનીને પગે લાગી રહ્યો હતો ત્યારે તે ધ્વજ જમીનને અડી રહ્યો હતો. અને ધોનીએ તે જોયું. અને, તરત જ તેણે ધ્વજ ઉઠાવી લીધો.
Indian cricketer MS Dhoni. Source: AAP Image/AP Photo/Kirsty Wigglesworth
આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ ધોનીની દેશભક્તિની લોકોએ પ્રશંસા કરી હતી.
આ પ્રથમ વખત નથી કે ધોનીના પ્રશંસકોએ તેને મળવા માટે મેચ દરમિયાન સિક્યોરિટી તોડી હોય. ભારતમાં 13 વખત એવી ઘટના બની છે કે જ્યારે ધોનીના પ્રશંસક ગ્રાઉન્ડમાં તેને મળવા દોડી ગયો હોય. પરંતુ, આ વખતે આવી ઘટના ન્યૂઝીલેન્ડમાં બનતા પ્રશંસકોને આશ્ચર્ય પણ થયું હતું.