ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની પરંપરા ચોથા વર્ષે પણ યથાવત રહી હતી. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા યર 12ના પરિણામોમાં વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગઈ છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા શૈક્ષણિક વિભાગ દ્વારા ધોરણ 12ના પરિણામની સાથે સાથે વિવિધ વિષયો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ ઝળહળતી સફળતા મેળવનારા વિદ્યાર્થીઓના નામ જાહેર કરાય છે અને તેઓને સર્ટિફીકેટ આપવમાં આવે છે. આમ, આ વર્ષે પણ ૬૧ ટકા છોકરીઓ અને ૩૯ ટકા છોકરાઓને આ સન્માન મળ્યું છે.
વિદ્યાર્થીની કારકિર્દીમાં અત્યંત મહત્વના એવા ધોરણ ૧૨નું પરિણામ જાહેર થયું હતું. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સાથે સાથે વિવિધ વિષયોમાં ઉચ્ચ દેખાવ કરનારને ખાસ સર્ટિફિકેટ આપી, વેબસાઈટ ઉપર નામ જાહેર કરીને સન્માન આપવાની પરંપરા છે. આમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાય છે. આવું સન્માન મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના સંબંધીઓ - મિત્રો ખાસ ગૌરવ અનુભવે છે.
છેલ્લા ત્રણ વર્ષના આંકડા
શૈક્ષણિક વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર ૨૦૧૬ માં કુલ ૩૯૮૫ વિદ્યાર્થીઓ પૈકી ૧૫૪૧ છોકરાઓ ( ૩૯ ટકા) અને ૨૪૪૪ છોકરીઓ ( ૬૧ ટકા) ,૨૦૧૭ માં ૪૦૬૭ પૈકે ૧૫૪૦(૩૮ ટકા) છોકરાઓ અને ૨૫૨૭ ( ૬૨ ટકા) છોકરીઓ , ૨૦૧૮ માં ૩૮૯૬ પૈકી ૧૫૦૪ (૩૯ ટકા) છોકરાઓ અને ૨૩૯૨ (૬૧ ટકા) છોકરીઓ અને ૨૦૧૯ માં ૩૭૪૮ પૈકી ૧૪૫૯ (૩૯ ટકા) છોકરાઓ અને ૨૨૮૯ (૬૧ ટકા) છોકરીઓને આ સન્માન મળ્યું છે.
આમ સતત ચાર વર્ષ થી ૩૯ ટકા છોકરાઓને અને ૬૧ ટકા છોકરીઓ આ સન્માન મળે છે.
આવી જ સ્થિતિ ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨માં પણ જોવા મળી હતી. ૨૦૧૯ માં ધોરણ ૧૦માં ૭૨.૬૪ ટકા છોકરીઓ અને ૬૨.૮૩ ટકા છોકરાઓ જયારે ધોરણ ૧૨ માં ૭૯.૨૭ ટકા છોકરીઓ અને ૬૭.૯૪ ટકા છોકરાઓ સફળ થયા હતા.