ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ (ABS) દ્વારા મંગળવારે વર્ષ 2021ની વસ્તીગણતરીના આંક બહાર પાડવામાં આવ્યા હતા.
જેમાં દેશની કુલ વસ્તી 25,422,788 થઇ છે. છેલ્લા 50 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં બે ગણો વધારો નોંધાયો છે.
આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં ઘરે અંગ્રેજી સિવાયની અન્ય ભાષા બોલતા લોકોની સંખ્યામાં 800,000 નો વધારો થયો છે. હાલમાં 5.5 મિલિયન લોકો ઘરે અંગ્રેજી સિવાયની અન્ય ભાષા બોલે છે.
ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા 81,000થી વધુ
વર્ષ 2021ના વસ્તીગણતરીના આંકડા મુજબ, ઓસ્ટ્રેલિયામાં ઘરે ગુજરાતી બોલતા લોકોની સંખ્યા 81,334 થઇ છે. અગાઉ 2016ની વસ્તીગણતરીમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા 52,000 નોંધાઇ હતી.
વર્ષ 2016ની સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી બોલતા લોકોની સંખ્યા લગભગ 29,000 નો વધારો નોંધાયો છે.અન્ય ભારતીય ભાષા બોલતા લોકોની સંખ્યા
Source: SBS Gujarati
ઓસ્ટ્રેલિયામાં અન્ય ભારતીય ભાષા બોલતા લોકોની સંખ્યામાં સૌ પ્રથમ પંજાબી ભાષાનો સમાવેશ થાય છે. 239,033 લોકો પંજાબી ભાષા બોલે છે.
ભાષા સંખ્યા
બંગાળી 70,116
હિન્દી 197,132
પંજાબી 239,033
મલયાલમ 78,738
તમિલ 95,404
ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના લોકોની સંખ્યા ત્રીજા ક્રમે
ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય પરંતુ વિદેશમાં જન્મ્યા હોય તેવા લોકોની સંખ્યામાં સૌથી મોટો વધારો ભારતીય મૂળના માઇગ્રન્ટ્સનો છે.
ચીન અને ન્યૂઝીલેન્ડને પાછળ છોડી ઓસ્ટ્રેલિયા તથા ઇંગ્લેન્ડ બાદ આ યાદીમાં ભારત ત્રીજા ક્રમે છે.
વર્ષ 2021ની વસ્તીગણતરી પ્રમાણે, ભારતમાં જન્મેલા વધુ 217,963 લોકોનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં હિન્દુ ધર્મ પાળતા લોકોની સંખ્યા 2.7 ટકા
ઓસ્ટ્રેલિયામાં હિન્દુ ધર્મ પાળતા લોકોની સંખ્યા વધીને 2.7 થઇ છે. જ્યારે ઇસ્લામ ધર્મ પાળતા લોકોની સંખ્યા વધીને 3.2 થઇ છે.
ઓસ્ટ્રેલિયામાં ખ્રિસ્તી ધર્મ પાળતા લોકોની સંખ્યા 43.9 ટકા છે.