સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવે છે. ભગવાન ઇસુના જન્મદિવસે મનાવાતા આ તહેવાર સાથે ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે પરંતુ કેટલાક ઓસ્ટ્રેલિયન્સ આ દિવસને પરિવારજનો તથા મિત્રોને મળવાનો, ભેટની આપ-લે કરવાના દિવસની જેમ ઉજવે છે.
ક્રિસમસ લંચ
ઓસ્ટ્રેલિયામાં 25મી ડિસેમ્બરના દિવસે લંચ સમયે ક્રિસમસની ઉજવણી શરૂ થાય છે.
SBS Food ના મેનેજીંગ એડિટર ફરાહ સેલ્જો જણાવે છે કે ક્રિસમસના દિવસે લંચ સમયે ક્રિસમસ હેમ, સી-ફૂડ, ક્રિસમસ પુડિંગ, તીરામીસુ, ટ્રીફલ, પાવલોવા જેવી પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવે છે. આ ઉપરાંત, વિવિધ પ્રકારના ફળો, કેરી, ચેરી અને પીચ પર આરોગવામાં આવે છે.જોકે, તેઓ જણાવે છે કે ઓસ્ટ્રેલિયા એક બહુસાંસ્કૃતિક દેશ છે તેથી જ અહીં પરંપરાગત રીતે ક્રિસમસની ઉજવણી થતી નથી. કેટલાક પરિવારો પોતાના ઘરેથી પણ વાનગીઓ બનાવીને લાવે છે અને મિત્રો – પરિવારજનો સાથે બેસીને તે વાનગીઓનો સ્વાદ માણે છે.
Christmas Morning in Australia (Getty Images) Source: Getty Images
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્રિસમસના દિવસે હું મલેશિયન લસ્કા ઉપરાંત સી-ફૂડ અને આઇસ્ક્રીમ પીરસવાનું વધુ પસંદ કરું છું.
આ ઉપરાંત મહેમાનોને પણ યજમાન દ્વારા કોઇ પણ એક વાનગી બનાવીને લાવવાનું કહેવામાં આવે છે. સેલ્જોના જણાવ્યા પ્રમાણે, ક્રિસમસના દિવસે મહેમાનો પણ તેમને અનૂકુળ હોય તેવી એક ડીશ બનાવીને મિત્રો-પરિવારજનોના ઘરે જાય છે.
પરિવાર સાથે ફરવાની પરંપરા
ક્રિસમસનો તહેવાર ગરમીના દિવસોમાં આવે છે અને સ્કૂલોમાં પણ વેકેશન હોય છે. ઓસ્ટ્રેલાયાના લોકો ગરમ હવામાનનો ફાયદો ઉઠાવે છે અને પરિવાર સાથે આ દિવસોમાં શહેરથી બહારના સ્થળો પર ફરવા માટે પહોંચી જાય છે.
લોકો દરિયાકિનારા ઉપરાંત બેકયાર્ડ અથવા ઘરની નજીક આવેલા પાર્કમાં પિકનીક કરવા માટે જાય છે.
Image
બોક્સિંગ ડે
25મી ડિસેમ્બરે નાતાલના દિવસે એકબીજાને ભેટ આપ્યા બાદ બીજા દિવસે મોટાભાગના ઓસ્ટ્રેલિયન્સ બાર્કેબ્યુ કરવા ઉપરાંત ઓસ્ટ્રેલિયન નેશનલ ક્રિકેટ ટીમ તથા અન્ય દેશ વચ્ચે શરૂ થયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જોવાનો આનંદ માણે છે.
બ્રિસબેનમાં જન્મેલા લ્યૂક બાર્બાગાલો જણાવે છે કે તેઓ ક્યારેય પણ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જોવાનું ચૂકતા નથી.
ઓસ્ટ્રેલિયન ટીમ શ્રેષ્ઠ ક્રિકેટ ટીમ હોવાના કારણે તે મોટાભાગે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતે જ છે તેથી તે વિજય ક્રિસમસની ભેટ જેવો લાગે છે. તેમ તેમણે જણાવ્યું હતું.
તમારી પોતાની ક્રિસમસની પરંપરા બનાવો
તમે ક્રિસમસના તહેવાર સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની પરંપરા નિહાળશો. કેટલાક લોકો ચર્ચમાં પ્રાર્થના કરવા જશે, કેટલાક લોકો પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરશે, કેટલાક મિત્રો સાથે બહાર ફરવા જશે. તમે પણ તમને પસંદ હોય તે પ્રમાણે ક્રિસમસના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકો છો.