ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નવા આંકડા મુજબ ઓસ્ટ્રેલિયા આવનાર માઇગ્રન્ટ્સની સંખ્યામાં વધારો થતા, ઓસ્ટ્રેલિયાનો ચહેરો બદલી રહ્યો છે. આ પરિપેક્ષમાં જો ભારતીય માઇગ્રન્ટ્સની વાત કરીએ, તો ઓસ્ટ્રેલિયા માઈગ્રેટ થનાર સમુદાયોમાં ભારતીય સમુદાય સૌથી આગળ છે. તેઓ મોટાભાગે સ્કિલડ માઈગ્રેશન વિસા કે ફેમિલી વિસા શ્રેણીમાં અહીં આવે છે.
અહીં આવનાર ભારતીય સમુદાયના મોટાભાગના લોકો ઘરના માલિક છે - અથવા તેઓએ લોન પર ઘર ખરીદ્યુ છે.
AMES Australiaના મીડિયા મેનેજર લૌરી નોવેલ મુજબ, "વર્ષ 2000 થી ઓસ્ટ્રેલિયા આવનાર કુલ સંખ્યાના 19% ભારતીયો છે. IT- સ્વાસ્થ્ય - એન્જીનીયરીગ જેવા પ્રોફેશન સાથે જોડાયેલ અને પ્રોફેશનલ વિસા પર ઓસ્ટ્રેલિયા આવવાના કારણે તેઓ માટે ઘર ખરીદવું આંશિક રીતે સરળ છે." તેઓ ઉમેરે છે કે, " ઓસ્ટ્રેલિયા આવનાર માઈગ્રન્ટ સમુદાયના 54% લોકો, જેઓ ઘર ખરીદી ચુક્યા છે કે ખરીદી રહ્યા છે તેમાં મોટાભાગના ભારતીયો છે. "
ઘર - એક ઉપલબ્ધી
જયારે વ્યક્તિ નવા દેશમાં સ્થાયી થવા આવે છે, ત્યારે તે પોતાને સ્થાપિત કરવા ઈચ્છે છે અને જેની પ્રાથમિક જરૂરત હોય છે ઘર.
ઘર ખરીદવા સાથે જોડાયેલ ભારતીય સમુદાયના સામાજિક પહેલુને સમજાવતા RMIT University ના સોશિયોલોજિ ઓફ કમ્યુનિકેશનસના પ્રાધ્યાપક સુપ્રિયા જણાવે છે કે, જયારે સામાન્ય માઈગ્રન્ટ નવા દેશમાં સ્થાનાંતર કરે છે, ત્યારે આ પગલાં દ્વારા તેને સેન્સ ઓફ બિલોગિંગ અનુભવાય છે. તેઓ જણાવે છે કે, " એક વખત ઘર ખરીદી લીધા બાદ માઈગ્રન્ટને થાય છે કે બસ, હવે મારુ ઘર અહીં છે, હું અહીંનો છું. "
" એક વખત ઘર ખરીદી લીધા બાદ માઈગ્રન્ટને થાય છે કે બસ, હવે મારુ ઘર અહીં છે, હું અહીંનો છું. "
જયારે વ્યક્તિ વિદેશમાં સ્થાયી થાય છે, ખાસ કરીને ભારતીય વ્યક્તિ ત્યારે તે હંમેશા ઇચ્છે છે કે તેનો પરિવાર તેને મળવા આવે, તેની સાથે પોતાના દેશમાં રહે. આ વાત ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલ ભારતીયો માટે પણ એટલીજ લાગુ પડે છે, જેટલી અન્ય જગ્યાએ સ્થાયી થયેલ ભારતીયો માટે. આથી તેઓ ઘર અંગે નિર્ણય લેતા પહેલા એ સુનિશ્ચિત કરે છે કે તેમનું ઘર મોટું હોય.
નવા દેશમાં, નવા વાતાવરણમાં સ્થાયી થવા સાથે જો વ્યક્તિએ અહીં આવવા લોન લીધેલ હોય તો તેની ભરપાઈ - ઘર માટે બચત કરવી - નવા ઘર માટે નવી લોન લેવી- પડકારજનક સ્થિતિ છે. આવી પરિસ્થિતમાં ભારતીયોની બચતની આદત મદદરૂપ બને છે, જે અન્ય સમુદાયોમાં નથી અથવા ઓછી છે. ભારતીયો ખર્ચ કરતા પહેલા બે વખત વિચાર કરશે. પ્રાધ્યાપક સુપ્રિયા ઉમેરે છે કે, " પૈસા કમાવા અને તેની બચત કરવા બે- ત્રણ નોકરીઓ કરતા લોકોને મેં જોયા છે. વળી, તેઓ ખર્ચ કરતાં પહેલા વિવિકપૂર્વક વિચારે છે આથી તેમના માટે પરિસ્થિતિ સહેજ હળવી બને છે. "અન્ય એક નોંધવા જેવી બાબત એ છે કે , ભારતીય માઈગ્રન્ટસે પોતાની જમા પુંજી પર જ નિર્ભર રહેવાની જરૂરત નથી, તેઓ તેમના માતા- પિતા કે પરિવારજનો પાસે આર્થિક મદદ માંગી શકે છે. આ વસ્તુને વિગતે સમજાવતા પ્રાધ્યાપક સુપ્રિયા કહે છે કે, ભારતીય કુટુંબમાં પૈસા એ કુટુંબના છે અને વાલીઓ આ પૈસા બાળકોને મદદ કરવા કે બાળકો આ પૈસા વાલીઓને મદદ માટે ઉપયોગમાં લે છે. હવે પૈસા મોકલવા કે લાવવા પરના નિયંત્રણો હળવા બન્યા છે, આથી ઘણા કિસ્સાઓ છે જેમાં ભારત વસતા વાલીઓએ તેમના બાળકોને અહીં ઘર ખરીદવા કે ઘર માટે સિક્યુરિટી ભરવા આર્થિક મદદ કરી હોય. ભારતીય મધ્યમ વર્ગની આર્થિક પ્રગતિના કારણે આ ટ્રેન્ડ આવ્યો છે.
Source: flickr/houseofjoyphotos/5810687168, (CC BY-SA 2.0)
ભારતીય કુટુંબમાં પૈસા એ કુટુંબના છે અને વાલીઓ આ પૈસા બાળકોને મદદ કરવા કે બાળકો આ પૈસા વાલીઓને મદદ માટે ઉપયોગમાં લે છે. હવે પહેલા માફક પૈસા મોકલવા કે લાવવા પરના નિયંત્રણો હળવા બન્યા છે, આથી ઘણા કિસ્સાઓ છે જેમાં ભારત વસતા વાલીઓએ તેમના બાળકોને અહીં ઘર ખરીદવા કે ઘર માટે સિક્યુરિટી ભરવા આર્થિક મદદ કરી હોય. ભારતીય મધ્યમ વર્ગની આર્થિક પ્રગતિના કારણે આ ટ્રેન્ડ આવ્યો છે. - પ્રાધ્યાપક સુપ્રિયા
ભારતીય સમુદાયના સામાજિક મૂલ્યો પ્રમાણે ઘરની માલિકી એક સ્ટેસ્ટ સિમ્બોલ સમાન છે. જયારે માઈગ્રન્ટ વ્યક્તિ ઘર ખરીદે છે, ત્યારે કશુંક ઉપલબ્ધ કર્યું હોય તેવી અનુભૂતિ થાય છે. આ સાથે ભારત વસતા પરિવારજનોને પણ તેઓનું વિદેશ જવું સાર્થક થયું લાગે છે. પ્રાધ્યાપક સુપ્રિયા અનુસાર, " આ એક અભિનંદન આપવાની વાત છે, જયારે ભારતમાં માઈગ્રન્ટ વ્યક્તિ વિષે વાત થાય તો પહેલા શું કામ - નોકરી કરે છે તે વિષે પૂછવામાં આવે અને ત્યાર બાદ ઘર વિષે. જયારે એમ જણાય કે ઓસ્ટ્રેલિયામાં વ્યક્તિ ત્રણ કે ચાર રૂમ- બગીચા સાથે ઘર ધરાવે છે, તો તેની પ્રતિષ્ઠા વધી જાય છે."
જ્યાં સુધી અફોર્ડબીલીટીનો સવાલ છે, ભારતીયો સામાન્ય રીતે શહેરની બહાર નવા વિકસતા પરામાં ઘર ખરીદવું પસંદ કરે છે. પ્રોફેસર સુપ્રિયા અનુસાર, "સેટલમેન્ટની આ અલગ પેટર્ન છે, ઘણી વખત ઘણા દોસ્તો કે ઓળખીતા પણ સાથે મળીને વિકસતા પરામાં રોકાણ કરે છે. "
આર્થિક યોગદાન
મકાનની વધતી માંગ સાથે દેશભરમાં મકાન બાંધકામ ક્ષેત્રે તેજી આવી છે, જેના કારણે ઘણી સીધી અને આડકતરી નોકરીઓનું નિર્માણ થયું છે. AMES Australiaના લૌરી નોવેલ પ્રમાણે, "આપણે જોઈ શકીએ છીએ કે મકાન બાંધકામ ક્ષેત્રે દેશભરમાં વૃદ્ધિ થઇ છે, અને મારુ માનવું છે કે જયારે વતર્માન આંકડા અને ટ્રેન્ડ દેખાડે છે કે ઘણા માઇગ્રન્ટ્સ ઘર માલિકી માટે અગ્રેસર છે, તેવા સંજોગોમાં માઇગ્રન્ટ્સ દ્વારા આ ક્ષેત્રમાં ખુબ યોગદાન કરવામાં આવ્યું છે. "
અમારું સપનું સાકાર થયું
Source: Supplied
SBS Gujarati સાથે વાત કરતા જીજ્ઞા જણાવે છે કે, "સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયામાં સિડની અને મેલ્બર્ન ખુબ મોંઘા શહેરો છે, પણ એડીલેઈડ પણ મોંઘુ છે. અમારે ઊંચી કિંમતો હોવા છતાંય મકાન માટે ડીલ સહી કરવી પડી. કેમકે હજુ વિલંબ કરવાનો અર્થ ન હતો, કે પરવડે તેમ ન હતુ"
"હું અને રાજીવ શિફ્ટમાં કામ કરીએ છીએ જેથી ચાઈલ્ડ કેર અને અન્ય ખર્ચ બચાવી શકીએ. અમે જયારે ભાડેથી રહેતા ત્યારે વારંવાર ઘર બદલવા પડતા, આથી એક નિર્ણય કર્યો કે આ માથાકૂટથી દૂર થવું અને પોતાના ઘર માટે લોન લેવી."
શરૂઆતમાં જીજ્ઞા અને રાજીવ પાસે કાયમી નોકરી ન હતી તેઓ કેઝ્યુઅલ કે કોન્ટ્રેક્ટ પર કામ કરતા. આ પડકાર વિષે જીજ્ઞા કહે છે કે, "અમારી પાસે સારી નોકરી ન હતી, અમે કેઝ્યુઅલ કે કોન્ટ્રાકટ પર કામ કરતા, આથી જયારે ભાવ ઓછા હતા ત્યારે અમે મકાન ન ખરીદી શક્યા. જો કે અમે તપાસ તો કરી હતી પણ, તે સમયે બધું પહોંચની બહાર હતું. હવે અમે MNC માં કામ કરીએ છીએ. પરિસ્થિતિ બદલી છે. "
More stories on SBS Gujarati
છ વર્ષમાં પહેલી વાર ઓસ્ટ્રેલિયાના તમામ મોટા શહેરોમાં મકાનની કિંમતો નીચે ઉતરી