ફેસબુક કહે છે કે કેમ્બ્રિજ એનાલિટીકા કૌભાંડમાં લગભગ ૮૭ મિલિયન લોકો વિષેની માહિતીનો દુરુપયોગ થયો છે જે અગાઉના ૫૦ મિલિયનના અંદાજ કરતાં વધારે છે.
ઑસ્ટ્રેલિયામાં આ આંકડો ૩,૦૦,૦૦૦ ની આસપાસ છે જેનો અર્થ છે દર ૫૦ ઓસ્ટ્રેલીયન ફેસબુક યુસરમાંથી એકનો ડેટા તેમની પરવાનગી વગર વિવિધ કંપનીઓ સાથે વહેંચવામાં આવ્યો છે.
દર ૫૦ ઓસ્ટ્રેલીયન ફેસબુક યુસરમાંથી એકનો ડેટા તેમની પરવાનગી વગર શેર કરવામાં આવ્યો છે.
ફેડરલ પ્રાયવસી કમિશ્નરની કચેરીએ જાહેરાત કરી છે કે તે બાબતની તપાસ કરશે.
ફેસબુક પણ પોતાની તરફથી પગલાં લઈ રહી છે, કંપનીએ હવે ડેટાની સુરક્ષા માટે નવી રૂપરેખા તૈયાર કરી છે.
તેમાં ફેસબુકનું માધ્યમ વાપરતી અપ્લીકેશ્નના અધિકારો પર તપાસ કરવામાં આવશે અને નવા નિયંત્રણો લદાશે. તે ઉપરાંત એક વર્ષ પછી ફોન અને ટેક્સ્ટ મેસેજનો ડેટા કાઢી નાખવાની ફરજ પાડવા માં આવશે.
એક વર્ષ પછી ફોન અને ટેક્સ્ટ મેસેજનો ડેટા કાઢી નાખવાની યોજના
કેબ્રીજ એનાલિટીકાએ કરેલા નિયમ ભંગથી અસરગ્રસ્ત અન્ય દેશો વિષે ફેસબુકનો ખુલાસો કહે છે અમેરિકા માં ૭૦ મિલિયન ફેસબુક એકોઉંન્ટને અસર થઇ છે. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને બ્રિટનમાં પણ મિલિયન કરતાં વધુ એકોઉંન્ટનો ડેટા ચોરાયો હોવાની શક્યતા છે.
જે લોકોનો ડેટા તેમની પરવાનગી વગર શેર કરવામાં આવ્યો છે તેમને આગામી સપ્તાહની શરૂઆતમાં ફેસબુક સૂચિત કરશે. એટલે ૯મી એપ્રિલથી ફેસબુક તમારો સંપર્ક કરી શકે છે.
Similar stories on SBS Gujarati
શું તમે કોઈપણ જાતના ભય વિના સોશિઅલ મીડિયા અને ઈન્ટરનેટ વાપરવા માગો છો? આ રહી કેટલીક સરળ ટિપ્સ