મુસલમાન વિદ્યાર્થીઓએ મહિલા શિક્ષકો સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કરતા ઉઠેલ વિવાદ

A man reads after prayers at a Sydney mosque

A man reads after prayers at a Sydney mosque Source: AAP

ઓસ્ટ્રેલિયાની અમુક યુનિવર્સિટી અને શાળાઓ માં કેટલાક મુસલમાન વિદ્યાર્થીઓએ મહિલા શિક્ષકો સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કર્યો હતો. તે સામે શૈક્ષણિક સંસ્થાઓએ તેમનો વાંધો માન્ય રાખી અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સૂચના આપી કે યુવાનોને તે માટે ફરજ પાડવામાં ના આવે. આખી વાત બહાર આવતા તેમાં રાજકારણીઓ , ઇમામો અને મુસલમાન સંગઠનોના નેતાઓએ ઝંપલાવ્યું છે.



Share