- પરિવારના અન્ય સભ્યો સાથે બને એટલો ઓછો સમય પસાર કરવો.
- જો એક જ રૂમમાં પરિવારના અન્ય સભ્યો સાથે સમય વિતાવતા હોય તો દર વખતે મોં પર માસ્ક પહેરીને જ રાખવું.
- ઘરનો સાર્વજનિક વિસ્તાર જેમ કે, લોન્જ, ફેમિલી રૂમ્સ, ડાઇનિંગ વિસ્તારમાં પણ શક્ય હોય તો ન જવું.
- પોતાના રૂમમાં જ ભોજન કરવું.
- પરિવારના અન્ય સભ્યો સાથે ડીશ, ગ્લાસ, કપ, ટોવેલ્સ, પીલો કે અન્ય ચીજવસ્તુઓ શેર ન કરવી.
- જો શક્ય હોય તો અલગ બાથરૂમનો ઉપયોગ કરવો.
- માંદા વ્યક્તિએ બાથરૂમનો સૌથી છેલ્લે ઉપયોગ કરવો જોઇએ અને તેનો વપરાશ કર્યા બાદ બાથરૂમ યોગ્ય રીતે સાફ કરવું.
- અલગ રૂમના અલગ બેડ પર જ સૂવું જોઇએ.
- સાબુ અને પાણીથી લગભગ 20 સેકન્ડ્સ સુધી હાથ ધોવા જોઇએ
- અન્ય વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવી હોય તેવી વસ્તુઓ જેમ કે ડોરનું હેન્ડ, ટેલીફોન કે ઘરની અન્ય ચીજવસ્તુઓને યોગ્ય રીતે સાફ કરવી જોઇએ.
- બિમાર વ્યક્તિના વાસણો અને તેના કપડા અલગ રીતે ધોવા જોઇએ.
જો તમે ઘરમાં એકલા રહેતા હોય તો શું ધ્યાન રાખવું
- ઘરમાં જ સમય પસાર કરવા અંગે વિચારવું.
- જો તમે એક સ્વતંત્ર ઘરમાં રહેતા હોય તો શક્ય હોય તો ગાર્ડનમાં સમય પસાર કરો, અથવા તો એવા કોઇ સ્થાને રહો કે જ્યાં સીધી રીતે અન્ય કોઇ વ્યક્તિના સંપર્કમાં ન આવી શકાય.
- સર્જીકલ માસ્ક પહેરવાનું ન ભૂલો ઘરની બહાર અન્ય નાના મોટા કાર્યો કરતી વખતે પણ માસ્ક પહેરવું હિતાવહ છે.
- ઘરની બહાર કે સ્ટ્રીટમાં ચાલવા માટે ન નીકળો, એટલે કે ઘર બહાર દુકાન પર સામાન લેવા, પાર્કમાં ચાલવા કે સામાજીક મેળાવડામાં હાજરી ન આપો.
સામાન્ય તકેદારીની કે જે બધા જ લોકોએ અનુસરવી જોઇએ
- ઉધરસ કે છીંક ખાતી વખતે હંમેશાં તમારું મોં ઢાંકીને રાખો.
- ટીસ્યુનો વપરાશ કરી દીધા બાદ તેનો યોગ્ય રીતે નીકાલ કરો. ત્યાર બાદ તરત જ તમારા હાથ ધોઇને સાફ કરવા.
- ઉધરસ કે છીંક આવે તો કોઇ વ્યક્તિના સીધા સંપર્કમાં ન આવવું જોઇએ.