હાઇલાઇટ્સ
- કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા રાજ કુમારના જણાવ્યા પ્રમાણે, એપ્રિલ 2021માં ભારત સરકારના નવા આદેશ પ્રમાણે, નવો પાસપોર્ટ મળે ત્યારે OCI કાર્ડ રીન્યૂ કરાવવાની જરૂર નથી.
- નવા પાસપોર્ટની વિગતો OCI પોર્ટલ પર ઉમેરી શકાય છે, આ સુવિધા મફતમાં ઉપલબ્ધ છે અને તે માટે કોન્સ્યુલેટની મુલાકાત જરૂરી નથી.
- ઓસ્ટ્રેલિયન નાગરિકતા મેળવ્યા બાદ શક્ય હોય તેટલું ઝડપથી ભારતીય પાસપોર્ટ જમા કરાવી OCI કાર્ડ મેળવવા જણાવ્યું હતું.