ઓસ્ટ્રેલિયામાં ફેફસાનું કેન્સર પાંચમાં ક્રમનું કેન્સર છે. ફેફસાનું કેન્સર ધરાવતા પાંચમાંથી એક દર્દીનું મૃત્યું થાય છે. વર્ષ 2016માં ફેફસાના કેન્સરના કારણે 8410 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયામાં કુલ 12817 લોકોને ફેફસાનું કેન્સર નિદાન થયું હતું. જેમાં 7184 પુરુષ અને 5633 મહિલાઓનો સમાવેશ થાય છે.
ફેફસાના કેન્સરના લક્ષણો - હાઇલાઇટ્સ
- શ્વાસ લેવામાં તકલીફ
- છાતીમાં દુખાવો થવો
- કફ થવો અને ગળફામાંથી લોહી નીકળવું
- લાંબા સમય સુધી કફ રહેવો
- વજન ઘટી જવું
- વારંવાર થાક લાગવો
ફેફસાનું કેન્સર થવાના કારણો
- ટોબેકોનું સેવન કરવું
- સિગારેટ પીતા વ્યક્તિના સતત સંપર્કમાં રહેવું
- યુરેનિયમ, ક્રોનિયમ જેવા કિરણોના સંપર્કમાં આવવું
- એચઆઇવીથી ઇન્ફેકેશન થઇ શકે
- પરિવારમાં અગાઉ ફેંફસાનું કેન્સર થયું હોય તો ફેફસાનું કેન્સર થઇ શકે
ફેફસાના કેન્સરનું નિદાન કેવી રીતે થઇ શકે
ફેફસાના કેન્સરનું નિદાન કરવા માટે વિવિધ પદ્ધતિઓ છે. જેમાં છાતીનો એક્સ-રે, સિટી સ્કેન, પોસીટ્રોન એમિસન ટોમોગ્રાફી સ્કેન, બાયોપ્સી, લંગ ફંક્શન ટેસ્ટ જેવા ટેસ્ટ સામેલ છે.
ફેફસાના કેન્સરની સારવાર
ફેફસાના કેન્સરની સારવાર કેવા પ્રકારનું કેન્સર થયું છે તેના પર આધારિત છે. નોન સ્મોલ લંગ કેન્સર અને સ્મોલ સેલ લંગ કેન્સર ફેફસાના કેન્સરના બે પ્રકાર છે.
નોન સ્મોલ લંગ કેન્સરમાં સર્જરી, રેડીયેશન થેરાપી, કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી જેવી સારવાર કરાવી શકાય છે જ્યારે સ્મોલ સેલ કેન્સર માટે પેલિયેટીવ કેર ઉપલબ્ધ છે.