પર્થની બૉર્ડરલૅસ ગાંધી સંસ્થાએ આ વર્ષે 'મહાત્મા ઈન કલર' પ્રદર્શન યોજ્યું છે. જેના ભાગરૂપે મહાત્મા ગાંધીનાં જીવનની કેટલીક મહત્વની પળોના રંગીન ફોટોગ્રાફ્સ લોકો માટે ખુલ્લા મુકાયા છે. ઇતિહાસમાં પહેલીવાર આ વખતે વૅસ્ટર્ન ઑસ્ટ્રેલિયાનાં પાર્લામેન્ટ હાઉસમાં આવું પ્રદર્શન યોજાયું છે. એ સાથે પર્થ ઍરપોર્ટ અને પૅન પૅસિફિક હોટેલમાં પણ લોકો આ પ્રદર્શન નિહાળી શકશે. સંસ્થાના સ્થાપકો નિલેશ અને લેની મકવાણા વાત કરે છે આ રંગીન પ્રદર્શન વિષે.