** નોંધ - ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી 27મી ઓક્ટોબરના સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતી વિશે સરકારની માર્ગદર્શિકા અથવા ટ્રાવેલ એજન્ટની સલાહ મેળવો.
જાણો, આવતા અઠવાડિયાથી વિદેશ પ્રવાસ અને માતા-પિતાને ઓસ્ટ્રેલિયા બોલાવવા માટે જરૂરી પ્રક્રિયા વિશે
Planning to travel overseas after 1st November? here's what you need to know. Source: AAP/Nirav Kotak
1લી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયન સિટીઝન્સ તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સને વિદેશ પ્રવાસ માટે વિશેષ મંજૂરીની જરૂર નહીં પડે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન સરકારે દેશના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સના માતા-પિતાનો પણ પરિવારના નજીકના સભ્યોની યાદીમાં સમાવેશ કર્યો છે. 1લી નવેમ્બરથી વિદેશ પ્રવાસ કરવા તથા માતા-પિતાને ઓસ્ટ્રેલિયા બોલાવવા કેવી પ્રક્રિયા કરવી પડશે તે વિશે સિડની સ્થિત ટ્રાવેલ ક્રાફ્ટર્સ તરફથી નિરવ કોટકે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share