SBS Gujarati Diwali Competition - તમામ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Copy of SBS Audio YouTube End Card 2 (3).jpg

Winners of SBS Gujarati Diwali Competition 2023.

SBS Gujarati Diwali Competition 2023 માં રંગોળી, ઓડિયો મેસેજ, બાળકોના આર્ટવર્ક તથા ઘરની સજાવટ માટે ઘણી બધી એન્ટ્રી પ્રાપ્ત થઇ. નિર્ણાયક પેનલે વિવિધ કેટેગરીના વિજેતાઓને પસંદ કર્યા.


SBS Gujarati Diwali Competition 2023 સમાપ્ત થઇ ગઇ છે અને, વિવિધ કેટેગરીની સ્પર્ધાઓના વિજેતાઓની પણ પસંદગી થઇ ગઇ છે.

વર્ષ 2023ની દિવાળીની 4 સ્પર્ધા માટે અમને ઘણી બધી એન્ટ્રી પ્રાપ્ત થઇ અને, ખૂબ જ અઘરી પસંદગી પ્રક્રિયા બાદ જજ દ્વારા તમામ સ્પર્ધામાં એક વિજેતાને પસંદ કરવામાં આવ્યા છે.

SBS Gujarati Diwali Competition 2023, 6 નવેમ્બરથી 19મી નવેમ્બર 2023 સુધી યોજવામાં આવી હતી. જેમાં,
  • રંગોળી,
  • ઓડિયો મેસેજ,
  • બાળકોના આર્ટવર્ક,
  • ઘરની સજાવટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રંગોળી સ્પર્ધા
વિજેતા: દીપિકા શાહ, મેલ્બર્ન

દીપિકાએ સિડનીના પ્રખ્યાત ઓપેરા હોઉસ અને ભારતના તાજ મહેલને વણી લેતી ડિઝાઇનની રંગોળી બનાવી હતી. તેમની રંગોળીને સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.
Deepika Sheth 2.jpg
Deepika Sheth with Diwali Rangoli.
દિવાળીના ઓડિયો સંદેશ
વિજેતા: નેહલ સોરઠિયા, મેલ્બર્ન

નેહલે દિવાળીના તહેવાર નિમિત્તે ઓડિયો સંદેશ પ્રસ્તુત કર્યો હતો. જેમાં તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયામાં દિવાળીની યાદો તથા તહેવારના મહત્વ વિશે વાત કરી હતી.

તમે ઉપર આપવામાં આવેલી ઓડિયો ક્લિપ પર ક્લિક કરીને નેહલનો સંદેશ સાંભળી શકો છો.

બાળકોનું આર્ટવર્ક
વિજેતા: નિશ્ચય માંકડ, સિડની

સિડનીના 9 વર્ષના નિશ્ચય માંકડે દિવા તથા દિવાળીનો તહેવાર જેના વિના અધૂરો છે એવા તારામંડળ અને ફટાકડાને પોતાના ચિત્રમાં સમાવ્ય હતા. અને, દિવાળીની ઉજવણીનો સંદેશ આપતું ચિત્ર રજૂ કર્યું હતું.
Nischay Mankad 2.jpg
Sydney based Nischay Mankad with his artwork.
ઘરની સજાવટ
વિજેતા: યશ ચૌહાણ, પર્થ

યશ ચૌહાણ અને તેમના પરિવારે દિવાળી નિમિત્તે અનોખી રીતે ઘરની સજાવટ કરી હતી. ઘરના વિવિધ ભાગોને ફુલો તથા દિવાથી સજાવ્યા હતા. અને, તેમની દિકરીઓએ વનવાસથી પરત ફરી રહેલા શ્રી રામ તથા સીતા માતા બની રામાયણની એક ઝલક પ્રસ્તુત કરી હતી.
Copy of SBS Audio YouTube End Card 2 (2).jpg
Yash Chauhan and his family with Diwali decorations.
સ્પર્ધાના તમામ વિજેતાઓને SBS Gujarati ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

દરેક વિજેતાઓનો ઇમેલ અથવા ફોન દ્વારા સંપર્ક કરી ઇમેલ દ્વારા તેમને ગીફ્ટ કાર્ડ મોકલવામાં આવશે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share