ચક્રવાત આલ્ફ્રેડ વિશે મહત્વની જાણકારી
દક્ષિણપૂર્વ ક્વીન્સલેન્ડ અને ઉત્તરપૂર્વીય ન્યૂ સાઉથ વેલ્સના દરિયાકાંઠાના અને ટાપુ સમુદાયો માટે ચક્રવાત આલ્ફ્રેડ અંગેના આ એક કટોકટી અપડેટ છે.
જયારે ચક્રવાત ક્વીન્સલેન્ડ કિનારા તરફ આગળ વધતાં ધીમો પડી ગયો છે ત્યારે બધી કટોકટી ચેતવણીઓ હજુ પણ યથાવત છે. ચક્રવાત શનિવારે વહેલી સવારે નૂસા અને કુલંગટ્ટા વચ્ચે લેન્ડફોલ કરી શકે છે.
ચક્રવાત આલ્ફ્રેડ વિનાશક પવન લાવી શકે છે. આ ઉપરાંત તે ભારે વરસાદ, અચાનક પૂર અને અસામાન્ય રીતે ઊંચી ભરતી લાવે તેવી પણ શક્યતા છે.
વાવાઝોડાના નુકસાન, વધતા પૂરના પાણી, પડી ગયેલા વૃક્ષો અથવા છતને નુકસાન માટે મદદ માટે 132 500 પર રાજ્ય કટોકટી સેવા (SES) ને કોલ કરો.
અને જો તમે આ વિસ્તારમાં રહેતા લોકોને જાણો છો, તો તે સુનિશ્ચિત કરો કે તેઓ આ માહિતીથી અવગત હોય.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.